પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૪૨૬ સુદર્શન ગદ્યાવલિ. અમલ હમેશના રીવાજ કે રૂઢિથી વિરૂદ્ધ ગયા વિના બને તેમ નથી, તે નિયમ કરતાં સરકારે અટકવું. સરકારે આ બાબતમાં હાથ ઘાલવાની જરૂર નથી. તેમ અનેક બાબતોમાં મળતી આવતી અને અનેક બાબતોમાં જુદી પડતી અગણિત કામના સાંસારિક રીવાજોમાં, મિ. મલબારી જે સુધારા સૂચવે છે, તેને ધીમે ધીમે કેલવણીના પ્રચારવડે લોકોની ખુલતી બુદ્ધિ અને ઉચતા ગ્રહણ કરતી નીતિને તથા તે સર્વથી થઈ આવતા કાલે કરી ઉપજતા સુધારાને, અધીન રહેવા દેવા જોઈએ, એમ નામદાર ગવર્નર જનરલ ઇનકાઉન્સીલનું જે કહેવું થાય છે, તેનાં કારણ ઉપર જણાવેલી કટી લગાડતાં સ્પષ્ટ થઈ આવશે. જ્ઞાતિના રીવાજવડે જે નીતિનું ધારણું ચાલું થયું છે તેથી જુદા પ્રકારનું અને તેની અસરથી જરા પણ વિકાર ન પામેલું એવું નીતિનું ધારણુ, હિંદુસ્તાનની સરકારે કાયદા ઘડી ખડું કર્યું છે એ વાત ખરી છે; અને એમ પણ બન્યું હશે કે દેશીઓના રીવાજ, રીતભાત, અને વિચાર ઉપર આ બીજા ધોરણે અસર પણ કરી હશે; છતાં યદ્યપિ કાયદે તેના પરિણામે નીતિને વૃદ્ધિ કરનાર નીવડે, તથાપિ કેવલ નીતિની ખાતરજ તે કરી શકાતો નથી. તેમજ કાયદાની અને જ્ઞાતિ કે રૂઢિની અસર વચ્ચેની મારામારીમાં, કાયદાની ફતેહ એટલામાં જ રહેલી છે કે તેણે પોતાની સ્વાભાવિક મમદામાં રહેવું, અને તે મર્યાદા તજી કદાપિ પણ રૂટિની મેઢામેઢ થવું નહિ. આ વિષય પરનાં ગંજાવર લખાણોમાં, જે બે સુચના હિંદુસ્તાનની સરકારના ધ્યાનમાં ઘણી અડચણ ભરેલી નથી આવતી, તે એ છે કે (૧) પુર્નલગ્ન કરનાર વિધવાનો મિલકત ઉપરથી હક જવા બાબતની ૧૮૫૬ ના ૧૫ મા આટની બીજી કલમ સુધારવી, અને (૨) એવો બંદોબસ્ત કરવા કે જેથી પોતાના જ્ઞાતિબંધુઓની અનુમતિ ન મળતાં પણ, પુનર્લગ્ન કરનાર વિધવા પોતાના ધર્મથી ભ્રષ્ટ થઈ ન ગણાય, જો કે આ ઉભય પક્ષની તરફેણમાં કહેવાનું ઘણું છે, તથાપિ નામદાર ગવર્નરજનરલ સાહેબને હાલ જે ખબર છે તે મુજબ તે કાયદો કરી આટલી ટુંકી હદ સુધી પણ વચ્ચે પડવાની મરજી નથી, સિવાય કે એટલે પુરતા પુરાવા મળી આવે, કે કાઈ મહા વિપત્તિ અટકાવવા આવા ગંભિર કાયદો કરવાની જરૂર છે અને તે કાયદે, પિતાના માભાથી કે સંખ્યાથી વજનદાર હિંદુ કામના ગૃહસ્થ તરફથીજ માગવામાં આવેલો છે.” આ હરાવે વાંચી કેાનું મન પ્રસન્ન નહિ થાય ! વિધવાઓની સ્થિતિ માટે અને બાળલગ્નનાં દુઃખ માટે, કાયદા કરતાં કેળવણી અને સચિારનો પ્રચાર, એજ વધારે સલામતી ભરેલા અને પરિણુમે શુભ ફલ આપના રસ્તા છે, એમ સરકાર પોતે પણ સૂચવે છે. પરદેશી સરકારને આવી બાબતમાં કાયદો કરવાનું કદાપિ ફાવે નહિ, અને તેમ કરવા માટે થોડાએક સુધારાવાળાઓએ પિતાની વાત કાંઈ બર આવતી નથી એમ જેઈ ઉતાવળથી અમાટે કરી પ્રાર્થના કરવી એ ઘણુ ભુલ કરેલું છે. પિતપેતાની જ્ઞાતિમાં સુધારાને સદ્વિચાર તેજ ખરે માર્ગ બતાવી ખરે રસ્તે સુધારાને દારશે એમ નિઃસંશય જાણવું,' a અકટોમ્બર-નવેમ્બર ૧૮૮૬. દાદાજી વિ૦ રકમાંબાઈ. આ પ્રખ્યાત મુકદમાનો ફેસલો આજ થોડા વખત ઉપર મળી ચુક્યા છે, રકમાંબાઈએ દાદાજીને ઘેર એક માસમાં જઈ રહેવું એ હાઈકોર્ટે હુકમ કર્યો છે. એમ કહેવાય છે કે ૧. પુનર્લગ્ન વિષે અમારા વિચાર ધણુના સમજવામાં આવ્યા નથી ને તેથી ગેરસમજ થવા લાગી છે, પણ તે વિષે આગળ ઉપર લખી સ્પષ્ટતા કરીશું. sanahi Her Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગદ્દાવલી 26/50