પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 દાદાજી વિ૦ રકમાંબાઈ ૪ર૭ હાઈકોરટને હુકમ ન માનવાથી જે છ માસના કેદખાનાની સજા થશે, તે ખમવા રકમાંબાઈ તૈયાર છે, પણ દાદાજીને ઘેર જવા રાજી નથી. લાગતા વળગતાઓ તરફથી આજ લગભગ એક વર્ષ થયાં એમજ સમજાવવાને મેહેનત થઈ છે કે રકમાંબાઈ મહાસમર્થ વિદ્વાન, સુધરેલી, કુલીન તથા પૈસાની સગવડમાં ઉછરેલી રૂપસુંદરી છે; અને દાદાજી એ કાળી કરતાં પણ વિશેષ અભણ, મૂર્ખ, એક દિવસનું પણ ૨કમાંબાઈને ખાવાનું પૂરું પાડવાને અસમર્થ, કદરૂપો અને તે ઉપરાંત કોઈ ચેપી રોગનો ભંગ થઈ પડે છે. આવાં બે માણસ વચ્ચે લગ્ન થયું છે, પણ રકમાંબાઈએ પિતાની કબુલાત આપી ન હતી, એટલે હાલ તે લગ્ન બેટું માની છુટા છેડા કરવા તયાર થઈ છે. ઉપર જણાવ્યું તેમ દાદાજી જેવા રાક્ષસને હાથ પડેલી આ દેવાંશી પુતળીને બચાવવા માટે તમામ સુધારાવાળા મંડી પડ્યા છે, ને આંખ મીચીને સ્ત્રીને નામેજ માથું નમાવનાર અંગરેજે તો હિંદુનો આવો ઘાતકી રીવાજ જોઈ હિંદુ જાતને તિરસ્કાર કરવા મંડી ગયા છે. આખા હિંદુરતાનમાં લગ્ન થાય છે, તે કબુલાતવિનાજ થાય છે; અને સપ્તપદીની ક્રિયા થઈ રહી કે લગ્ન મરણપર્યંત, કે કાઇવાર તે પછી પણ, તુટી ન શકે તેવું મનાય છે. સ્ત્રી પુરૂષના સંબંધ આવી રીતે કરડે થયા છે, થાય છે ને થશે, અને લાખ વર્ષથી એમ ચાલ્યા છતાં આ રકમાંબાઈજ આજે કબુલાત નાકબુલાતની વાત કરવા નીકળી એજ ખુલ્લી સાબીતી છે કે આ મુકરદમામાં દાદાજી અને રકમાંબાઈની તકરાર કરત્તાં કોઈ બીજી છુપી તકરાર હોવી જોઈએ. રકમાંબાઈ પરણી ત્યારે ૧૩ વર્ષની હતી ને દાદાજી ૧૮ વર્ષનો હતા. આટલી ઉમરે પરણ્યા પછી હાલ કબુલાતની વાત સમજાઈ એ નવાઈ જેવું છે. લગ્ન કરવામાં કયી રૂઢિ સારી છે અને સ્ત્રી પુરૂષના સંબંધ તુટે નહિ તેવાજ રહે તે તેમાં માણસનું કેવું પરમ શ્રેય છે, એ અમે વારંવાર આ પત્રદ્વારા આ કેસવિષે લખતાં સિદ્ધ કરી બતાવેલું છે. આખા હિંદુસ્તાનના લોકો હાઈકેરટને હાલનો ચુકાદો સાંભળી સંતોષ પામ્યા છે, અને ધણીને ઘેર જવાને જે ઉપદેશ ૨કમાંબાઈને મળ્યો છે તે ગ્ય માને છે. પણ કહેવાતા સુધારાવાળા આ લાગને ઠીક લાભ લઈ બેઠા છે. તેઓ જુના વિચારોવાળાઓ સાથે લડાઈ કરવા મંડી પડયા છે, કમીટીઓને સભાઓ રકમાબાઈને મદદ કરવા માટે થવા માંડી છે, પણ તાજુબી એ છે કે તેમાં કાંઈ જાણવા જોગ રકમ હજુ જમા થતી નથી. રમાબાઈને વખાણી વખાણી પરિ જેવી બનાવી દીધી છે, અને દાદાજીને રાક્ષસ હરાવ્યા છે એટલે વાતનું ખરું સ્વરૂપ નહિ સમજનારા લોકોની લાગણી ઉશ્કેરવાને ફીક પ્રપંચ રચાય છે, પણ ખરા હિંદુઓ સારી પેઠે સમજે છે કે આમાં ખરી વાત શી છે, અને આ સુધારાવાળાને ઢાંગ કે પિલે છે. હિંદુઓના રીવાજ જંગલી છે એમ માનવાને તૈયારના તયાર અંગરેજોને મુઠ્ઠીભર સુધારાવાળા આ કેસપરથી એમ સમજાવવા બેઠા છે કે હિંદુઓને લગ્નને કાયદા આ જુલમ ભરેલા છે માટે તેને બદલવો જોઈએ. અંગ્રેજો તે હિંદુની જે વાત હોય તે બરાબર સમજવાના નહિંજ, બાકી તેમના જે વિચારે છે તે મારફત કેાઈ જે તેમને ગળે વાત ઉતારી જંગલીપણ” કે ડાઘાપણું સાબીત કરવા ધારે તે તે થઈ શકે તેવી વાત છે. આવી ધામધુમના પારણામ તરીકે હાલ એક વિલાયતમાં પણ આ વાત ચચવા લાગી છે, પાલમિટમાં એ વિષે સવાલ પુછાવા માંડ્યા છે, તથા ટાઈમ્સ વગેરે માભાવાળા ત્યાંના વર્ત માનપાએ આ વાત પરથી આપણી પેટભરીને ફજેતી કરવા માંડી છે. આ તે શા કામને Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 27850