પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૪૨૮ સુદર્શન ગદ્યાવલિ, વાધ ! ધન્ય છે એ મુઠ્ઠીભર સુધારાવાળાને કે તેમણે પણ વગર વિચાર્ય ગમે તેમ વાતો ચલાવી આખા હિંદુવર્ગપર પરદેશીઓનો તિરસ્કાર પેદા કરાવ્યા ! ! ધન્ય છે દાદાજીની હીમત અને સહનશીલતાને કે આટલા દિવસ કાળી બન્યા, મૂર્ખ બન્ય, ચેપી રોગવાળા બન્યા, ભીખારી બન્યા, પણ મુગે માટે બેંશજ રહ્યો ! છતાં ખરી તક સાધી, એટલે કે જે વેળે આ બધા રકમાંબાઈના હીમાયતીઓ પોતાની માની લીધેલી ફતેહ ભેગવવાનું ડોલ કરવા લાગ્યા, તેજ વેળે ખરી વાત એણે લોકો આગળ રજુ કરી દીધી. દાદાજી સ્પષ્ટ જણાવે છે કે આ જે તકરાર થઈ છે તેમાં એની પોતાની તથા રકમાંબાઈની વચ્ચે કશો વાંધો પડ્યોજ નથી. રકમાંબાઈ ત્રીજા માણસના હાથમાંનું રકમ' છે ને તેને તેઓ કહે તેમ કરવાની ફરજ પડી છે. આ મુકરદમે નથી સ્ત્રી પુરૂષ વચ્ચેનો, નથી જુના ને નવા રીવાજ વચ્ચેને, નથી હિંદુના બેટા રીવાજમાંથી ઉઠેલે, કે નથી સુધારાને કુધારા વચ્ચેનો, પણ ફક્ત અમુક મિલ્કત મળવા ન મળવાની તકરારને આ મુકરદા છે એમ દાદાજી દર્શાવે છે. એમ છે, તો હવે સર્વની આંખ ઉઘડવી જોઈએ કે એવી તકરાર તો પારસી, મુસલમાન, અંગ્રેજ, ગમે તેને ત્યાં પણ થઈ આવવાનો સંભવ છે. નથી એમાં હિંદુ કાયદાએ પાપ કર્યું, કે નથી બગાડયું હિંદુ લગ્નવિધિએ, કે બીચારા હિંદુઓને નામેજ પસ્તાળ પાડવા માંડી છે. મુકરદમાની બીના આ મુજબની છેઃ-દાદાજીના સસરાના મરણ વખતે તેણે પિતાની સ્ત્રીને વારસ ઠરાવી પોતાના સસરાને કારોબારી (એકસીકયુટર) ની. આ પ્રમાણે વીલ કરનારના મુવા પછી દાદાજીની સાસુએ પ્રસિદ્ધ દાક્તર સખારામ અર્જુન સાથે પુનર્લગ્ન કર્યું. હવે પેલી વીલમાંની લગભગ રૂ. ૨૫૦૦૦ ની મિલ્કતની વારસ રકમાંબાઈ થઈ. જે ૨કમાંબાઈદાદાજી ભેગી રહે તે દાદાજીની સાસુના બાપનો કબજો આ મિલકતપરથી ઉડી જાય, માટે આ તમામ તરકટ ઉભું થયેલું જણાવવામાં આવે છે. દાક્તર સખારામ પાસેથી પિતાની વહુને દાદાજીએ માગેલી ને તેણે હા પાડેલી, તે બાબતનું પત્ર પણ હાલ પ્રસિદ્ધમાં આવ્યું છે. દા. દાજી કહે છે કે હું પરણે તે વેળે મારાં સાસુ સસરાએ રાજી ખુશીથી આગ્રહ કરી પરણાવેલે, તથા ઘરબાર તથા ખાવા પીવા વગેરેની જે સ્થિતિ તે વખતે હતી તેવીજ હાલ પણ મારી છે. દાક્તર સખારામપર તેની કંઈ નાલાશીના નનામા કાગળ આવેલા તે તેણે દાદાજીને માથે ટાળ્યા. ખુલાસે પુછતાં દાદાજીએ કહ્યું “મારે એમાં બીલકુલ હાથ નથી ” ત્યારે તેની પાસે તેમ લખાવરાવી લેવા માંડયું. દાદાજી કહે છે કે “એ કાગળ મેં લખેલા નહિ, પણ તેમાંની ખીના ખરી હોવાથી મેં તેવું કાંઈ પણ લખી આપવા સાફ ના પાડી. આમ થયા પછી એક મુદો એ ઉમા થયે કે મને ખાવા મળતું નથી. જેમ જેમ વાત વધતી ગઈ તેમ તેમ બીજા મુદા હળવે હળવે ઉભા થતા ચાલ્યા. જ્યારે કામ કારટે ચઢયું ત્યારે હું અભણુ છું તથા રોગી છું એ વાત આગળ આવી. સારા દાક્તરેની જુબાનીથી મારૂં રોગીપણું નાસાબીત થયું, અને કારટનું હુકમનામું મારી તરફેણમાં થયું.” દાદાજી સામેના મુદ્દા એક પછી એક ધીમે ધીમે ઉભા થતા ગયા તેના પુરાવામાં કારટમાં લખાવેલાં ત્રણ કારણો જણાવી કહે છે કે “ આમાં પણ કબુલાત સંબંધી કાંઈ કહેવામાં આવ્યું નથી. ” જ્યારે આમજ ખરી વાત છે ત્યારે ખુલ્લું જણાય છે કે તકરાર તે મિલકત બાબતનીજ છે, ને દાદાજીને ૨કમાંબાઈ મળે કે ન મળે તેની લેશ પણ દરકાર નથી, તેમ સામાવાળાને પણ જે મિત રહેતી હોય તો રકમાં ખાઈ જાય કે રહે તેની દરકાર નથી. રકમાંબાઈની વિદ્વત્તાનું પણ દાદાજીએ સત્યાનાશ વાળી anah Heritage Porta. 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 28/50