પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૪૩૦ સુદીન ગદ્યાવલિ. દાખલા આપણે થોડા સાંભળતા નથી ! વળી દેશીઓ પોતે પણ તેની નકલમાંજ સુધારા ગણે છે ત્યારે હસવું આવ્યાવિના રહેતું નથી ! - પ્રત્યેક દેશનાં હવા પાણી તે તે દેશના રીવાજોને બહુ અસર કરે છે, નેરીવાજનું મૂલ એકજ છતાં, ને રીવાજની નેમ એકજ છતાં, તેના આકાર ઘણીવાર જુદા હોય છે. આકાર માત્રને વળગી, તેમને પણ ઉડાવી દઈ, તે આકારવાળા આચારને જંગલીપણાની નિશાની ગા, એજ જંગલી પણ છે. મનુઆદિ ઋતિકારથી તે છેક હાલનાં ખરાં આર્યકુલાપયેત સર્વ, સ્ત્રીને પૂજ્ય ગણે છે, છતાં તેના હાથ બગલમાં ઘાલીને રસ્તે ફરતા નથી, માટે તેમજ મનાઈ ગયું કે હિંદુઓ તો સ્ત્રીઓને ગુલામ ગણે છે ! ! કોઈ કહેશે કે ઘણાએ પશુ જેવા ધણી સ્ત્રીઓને રંજાડે છે, તે તેનું ઉત્તર એટલું જ છે કે બગલમાં હાથ ઘાલી કરનારા પણ ક્યાં તેમ નથી કરતા ? કરેજ છે. એવાં છુટા છવાયાં અપવાદરૂપ ઉદાહરણોથી, સર્વમાન્ય સામાન્ય નિયમને ઉભયપક્ષે કાંઈ પણ બાધ આવી શકતા નથી. પીનલ કોડને સુધારવાની ચર્ચા આજકાલ ચાલી રહી છે તેમાં પણ કાંઈક આવાજ પ્રકાકારની ભૂલ :થાય છે એમ અમારૂં મત છે. સ્ત્રીઓને પતિના ઉપભેગ યોગ્ય થવાનું વય પીનલંકાડમાં દશ વર્ષનું રાખેલું છે, ને એમ નિયમ રાખ્યો છે કે દશ વર્ષ પૂર્વે કોઈ સ્ત્રી સાથે કોઈ પુરુષ (તેને ઘણી પણ ) તેની મરજીથી પણ વ્યવહાર કરે તો તે બલાત્કારનો ગુનો થાય છે. આ કાયદાને હાલમાં સુધારાવાળા બદલાવવા ઇરછે છે, ને દશને બદલે બાર એવી ઉંમર રખાવવા ચાહે છે. તેઓ એવું કારણ બતાવે છે કે ઈગ્લેંડમાં સ્ત્રીઓને કાયદાથી જે રક્ષણ મળે છે તે ૧૩ અને ૧૫ વર્ષસુધીનું છે, ત્યારે આપણે બાલાઓને શું ૧૦ વર્ષથી વધારે વારસુધી રક્ષણ નહિ આપવું જોઈએ ? આપવું જ જોઈએ; અને આપણું પીનકોડમાં જે આટલું જંગલીપણું રહી ગયું છે તે દૂર કરવું જોઈએ. વળી ફોસલાવીને હરણ કરી જવાની બાબતમાં આપણા કાયદામાં સ્ત્રીની ઉમર ઘણું કરીને પંદર વર્ષની છે, ત્યારે એ પણ ઘણું અન્યાય ભરેલું ગણાય કે જે સ્ત્રી પોતાની જાત કેાઇને હવાલે કરવામાં ૧૫ વર્ષસુધી કબુલાત આપવા ના લાયક ગણાય તેજ પિતાનું કુમારીવ કોઈને આધીન કરવામાં દશ વર્ષ વીત્યા પછી કબુલત આપી શકે ! ત્રીજી તકરાર એવી બતાવવામાં આવે છે કે બાલલગ્નથી જે હાની થાય છે તે પણ ૧૨ વર્ષનો કાયદો કરવાથી અટકશે. - જે રીતે આ બધી વાત આપણને સમજાવવામાં આવે છે તે રીતે જોતાં તો કાંઈ પણ બાધ એકાએક આપણી નજરે આવતા નથી. પણ થોડા સૂક્ષ્મ વિવેક કરવાની જરૂર છે. મુખ્ય મુદ્દો વિચારવાનો એ છે કે સંસાર સુધારાની બાબતમાં કાયદો કેટલે સુધી હાથ ઘાલી શકે ? એ વાત કદાપિ વિસરી જવી જોઈતી નથી કે નીતિ સુધારે એ બધાં કદાપિ પણ કાયદા કરીને એટલે કે બલાત્કારથી પેદા કરી શકાતાં નથી. એ બધાં પેદા કરવાને તે સમજુતી, કેળવણી, ઈત્યાદિની જરૂર છે. ત્યારે બાર વર્ષનું વય કરવાથી બાલલગ્નની હાનિ અટકવાનો જે લાભ બતાવવામાં આવે છે તે કાયદાથી સાધવે વાજબી નથી. હજુ જરા ! વધારે જોઇશું તે કાયદાને જરાપણ હાથ હલાવવાની જરૂર આ બાબતમાં જણાશે નહિ. બાલલગ્નનો અર્થ એમ સમજાય છે કે જ્યારે પરણે છે ત્યારેજ વ્યવહાર પણ માંડે છે. પણું એમ નથી. આપણે સર્વે જાણીએ છીએ કે પરણવાનું ૮-૮-૧૦ વર્ષે થાય છે ખરું, પણ ખરું ઘર માંડવાનું તો સેંકડે પંચાણું ટકા ૧૧-૧૨ વર્ષ પૂર્વે કદાપિ થતું નથી. જ્યારે આમ Heritage Portal Ganai 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 30/50