પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સરકારી કેળવણી ખાતામાં ધારેલા સુધારા, ૬૩૩ ગૃહશ્રીનું જ અપત્ય છે, અમે જાણીએ છીએ કે તે બે ભગિની છે, ને ગૃહથી તો માત્ર કનિક ભગિની છે. સોશીઅલ કોન્ફરન્સ એટલે આપણે ઘરસંસાર સુધારવાની બાબતોનો વિચાર કરનારે સમાજ, આ વર્ષે જે પાંચમી નેશનલ કોન્ટેસઅતિ વિજયવતી વિરમી તદન્ત સૈશીઅલ સમાજ મળ્યો હતો. એમાં જે કાર્ય થયું. તેમાં ઘણા ખરા લોકપ્રતિનિધિ (ડેલીગેટ્ટસ ) હાજર હતા પણ તેમને તેમના નિયંતાઓએ તે કર્મમાટે પ્રેરણા કરેલી હતી નહિ. અર્થાત તેમના નિશ્ચય તેમને પિતાનેજ લાગુ છે, તેમના નિયતાઓને નહિ. છતાં પણ એ સમાજ મળે છે એના જેવું લાભપ્રદ બીજું કાંઈ નથી. રાજકીય સમાજજ અતિ લાભપ્રદ છે. દૂર દેશના, વિલક્ષણ રીતિ કૃતિના, ભિન્ન ભિન્ન વિચારવાળા, પણ માત્ર રાજ્યસુધારણની એક ઉગ્ર અને તીવ્ર વાસનાથી એકસૂત્રે બંધાયેલા અંનત ગૃહરાને પરસ્પર મેલાપ, આલાપ, વ્યવહાર, શું સૂચવે છે? એક એક શબ્દથી અનેક હદયની એકતા થાય છે. એક એક દૃષ્ટિથી અનેક અંતર નિરંતર થાય છે, એક હસ્તમેલનથી અનેક આલસ્યપુંજ ઉડી જાય છે. આવું છે, આમ જ્યારે સ્વત:જ થાય છે, ત્યારે સાંસારિક સમાજ શું સવિશેષ સાધનારે છે ? છતાં તે થાય છે, થયો હતો. સુધારાના અગ્રણીઓએ ઘણાં ભાષણે બને તેટલી છટાથી કયાં હતાં કેટલાક ઠરાવે તો બહુ સારા હતા બાલલગ્નને નિષેધ, વિધવાવૈર્યને નિષેધ, ઈત્યાદિ પણ એવા ઠરાવ કયાં નથી થતા ? તેમાંના કેટલાક અમલમાં આવે છે ? ઠરાવની કશી જરૂર નથી. જે જરૂરનું છે તે માત્ર એટલું જ છે કે જે નિશ્ચયપૂર્વક સારરૂપ જણાય તે પ્રમાણે આચાર રાખ. જે મહાશયો વાતો કરે છે, તેમણે જ કરી બતાવવાની પહેલ કરવી એટલે જે જે સારી વાત હશે તે સહજમાં પ્રચશે. દષ્ટાન્તનો ચેપ જુદાજ છે. e સંસાર સુધારણાની અનેક સભા અને મંડલીઓ છે. આપણે એ બાબત સર્વોશે એકમત થઈ શકીએ એમ સંભવ નથી. પણ જે જે વાત સારી છે તે તે વાત સર્વને પસંદ છે, ને તેને જે થોડા એક કરી બતાવે તે તુરત પ્રસરે. કોઈ દેશમાં આ વિષયમાં એકમત હોવાનો સંભવ નથી, તથાપિ માણસોએ જે સારું હોય તે આગળ પાડવું એ સારી યોજના છે સારામાં સારે રસ્તા તો એકજ છે કે જેટલા સાંસારિક નિયમ કરવા હોય તેટલા કરી તે નિયાએ ચાલનારી એક મંડલી ઉભી કરવી. એમ કરવાથી જ્ઞાતિબંધનનું જોર તુટશે. ને ત્યારેજ સંસારસુધારણા યથેક વૃદ્ધિ પામશે. જાનેવારી ૧૮૮૦ સરકારી કેલવણી ખાતામાં ધારેલા સુધારા. e કેલવણી એટલે શું ? વાંચતાં લખતાં શિખવું એજ કેલવણી કે ગાતાં શિખવું તે કેળવણી, કે અમે સુધારાવાળા છીએ એવુ ડેાળ રાખી અનાચાર અને અમર્યાદ પાળવા માંડવાં એ કેળવણી ? કેળવણી તે શાની ? શુ કેળવવું- સુધારવું ? શરીર, મન, અવાજ, રીતભાત, કે શું ? આ પ્રશ્નના જવાબ અમે અમારાં તરૂણુ ભગિની અને ભાઇઓને વિચાર કરવા માટે સપીએ છીએ. અમે તે એમ સમજીએ છીએ કે કેળવણી એટલે માણસની સર્વ રીતની Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 33/50