પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૪૩૪ સુદર્શન ગદ્યાવલિ, સુધારણા–તે એવી છે, જેથી કરી તેને જે જે કર્તવ્ય કર્મ કરવાનાં હોય તેમાં તે સફલ થાય, સુખી થાય. માણસની બુદ્ધિને એવે માર્ગે દોરવી કે જેથી કરી આ દુનીયાંમાંની તેમજ પર - દુનીયાંમાંની પોતાની ફરજો તે યથાર્થ રીતે બજાવી શકે. આ સિવાયના જેટલા માર્ગ છે તેટલા કેળવણી નથી એમ કહેવાને કશે બાધ નથી. સ્ત્રીઓને કેવલ વાંચતાં લખતાં શિખવવું ને થોડું ગાન અને દોરા ભરતાં શિખવવા એ તેમના સ્ત્રીત્વને સંપૂર્ણ કરે તેવી કેળવણી કહેવાય કે નહિ ? હાલની ધણીએ ભણેલી અબલાઓને જોઇશું તો તે હતી તે કરતાં ઘણી સારી થઈ હોય એમ કવચિતજ માલમ પડે છે. સરકારે શાલાઓ સ્થાપી છે, લોકોને ઉપદેશ કરે છે કે તમે તમારી બાલાઓને ભણાવે, વળી ઘટે ત્યાં ઉલટું ઉત્તેજન પણ આપતા જાય છે; છતાં લોક પિતાની બાલાઓને પુરતો વખત શાલામાં રાખતા નથી, એટલું જ નહિ પણ કેળવણીને લાભ જોઈએ તેટલે લેતા નથી એવી ફરીઆદ આપણા લેકની અક્કલ સામે વારંવાર મોટા અવાજે કરવામાં આવે છે. આ વાત ખરી છે કે ખાટી એને વિચાર કરવાને અમે પુરા તયાર નથી પણ અમને તે અમારા અ૫ અનુભવથી એમ લાગે છે કે સ્ત્રીઓને સ્ત્રીઓ બનાવવાની કેળવણી નથી આપવામાં આવતી પણ તેમને પુરૂષ બનાવવાની કેળવણી આપવામાં આવે છે. તેથીજ લેક ઉંમરે પહોચેલી દીકરીને શાલામાં રહેવા દેવામાં સાર સમજતા નથી. e અમે એ વાત ના કબુલ નથી કરતા કે અમુક વય થતા સુધી તો સ્ત્રી અને પુરૂષ સવને ફક્ત માણસ તરીકેજ કેળવણી મળવી જોઈએપણ એ વાત સિદ્ધ માનીએ છીએ કે થોડાજ કાલ પછી એ વખત આવે છે કે જેમાં તેમને બન્નેને જુદા જુદા પ્રકારના અને ભ્યાસની જરૂર રહે છે. આટલા સારૂ સ્ત્રીઓના અભ્યાસનું ધોરણ પુરૂષના અભ્યાસના ધારણ કરતાં જુદા પ્રકારનું હોવું આવશ્યક છે. આ વિષયનાં કારણેનું, તથા તેના પૂર્ણ સ્વરૂપનું વિવેચન અમે એક કરતાં વિશેષ વખત જુદાં જુદાં સ્થલમાં કરેલું છે. - જેમ હાલનાં સરકારી “રણ” તેમજ તે ભણવા માટે વપરાતાં પુસ્તક અને સ્ત્રીએને માટે કેવલ નિરૂપયોગી માનીએ છીએ, તેમ પુરૂ માટે તે કેવલ યથાયોગ્યજ છે એમ પણ માનતા નથી. પુરૂષોને પણ વ્યવહારનું જ્ઞાન બીલકુલ થતું નથી–વિચાર કરતાં આવડતું નથી–ફક્ત વાંચતાં લખતાં ને સારી નરસી વાતોની નકલ કરતાં આવડે છે. તેમ કેળવણી ખાતાને કોઈ અજાયબ જાતને વ્યવહાર વાત ઉપર જે અનાદર છે તેતો સમજી જ શકાતે નથી. સ્ત્રીના નામથી એ ખાતાવાળા અભડાય છે, પ્રેમ શબ્દ તેમના કાનમાં લ પેદા કરે છે, ને લગ્ન તેમનાં હૃદયને ખેદ કરે છે. કેળવણી શા માટે આપવી ? મહેતાજી થવા માટે, કારકુન થવા માટે; પણ સંસાર કર્તવ્યમાં પ્રવીણ થઈ સન્માર્ગે ચાલવા માટે નહિ. મોટા મેટા પંડિતો આવા કળણીના ધારણુને “આતા બ્રહ્મચારી સાધુને કામની વિદ્યા” છે એમ કહી ઉપહાસ કરે છે. ' ઉપરાંત વળી “શાસ્ત્ર” એટલે શું તેને વિચાર પણ આપણાં બાલકોના મનમાં આવતા નથી. બાલક કેમ ઉછેરવું તે જાણુતા પહેલાં સ્ત્રી પુરૂષ માબાપ થાય છે, પત્ની કે પતી કેવાં હોય તે સમજતા પહેલાં માણસે વર વદ થાય છે, ધર કેમ ચલાવાય તે જાણુતા પહેલાં લોક સંસાર માંડે છે. વેપાર કેમ થાય તે ભણ્યા પહેલાં વેપારી થાય છે, રસ એટલે andhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 34/50