પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સ્ત્રીઓને ભણવાથી હાનિ થાય છે? ૪૩પ શુ તે જાણ્યા પેહેલાં રસાયન ખાય છે, હવા પાણી પૃથ્વી સૂર્ય એ કેણ, કેવાં ને કેમ છે તે સમજ્યા વિના મૂઢ રહી ભૂત પ્રેત ને દેવ-દેવતાના વેહેમમાં અથડાઈ હેરાન થાય છે. આ આપણી હાલની કેળવણીનાં પરિણામ છે. હાલના આપણા કેળવણી ખાતાના આકટીંગ ડાયરેકટર મિ. લિવારનરે આ બધી વાતો ઉપર લક્ષ આપ્યું હોય એમ લાગે છે. અને તેમણે આ બધા વિષય ઉપર વિચાર કરવાને સભા ભરવાનો નિશ્ચય જાહેર કર્યા છે. અમારી વિનતી તે ગુણગ્રાહી વિદ્વાન આગળ અમે ઘણી રીતે કરી ચુકયા છીએ. અમોને ભરોસે છે કે એમાંથી સારૂ જ પરિણામ થશે. ઉપર જેજે વિષયે સુચવ્યા તે ઉપરથીજ અમારો ઉદેશ કે છે એ સહજ લક્ષમાં આવશે. અને અમે આશા રાખીએ છીએ કે સર્વ મહાજનોના સમારંભમાં અમારો અવાજ પહોચી શકે તે ભલે તે પણ સફલ થાય. e પ્રિયંવદાને ઘણી લાગણી તો પોતાની જાત સારું, પોતાની ભગિનીઓ સારું છે. તેમને માટે યોગ્ય ગોઠવણ થશે તેથી તેને જે સંતોષ થશે, ને તે જે આશિર્વાદ આપશે તેજ આ પ્રયાસનું ફલ થઈ પરિપૂર્ણ સંતોષ ઉપજાશે. અમારાં ભગિની અને બંધુઓ પણ પિતાના અભિપ્રાય આ વખતે દર્શાવે તો ઘણો લાભ થશે. અને સ્ત્રીઓને પોતાને માટે શી જાતની શિક્ષા જોઈએ છીએ તે તેઓ પોતેજ કોઈ પણ રીતે બેલી ઉઠશે તો તે વિશેષ લાભકારક અને સફલ થશે. અગષ્ટ-૧૮૮૫ સ્ત્રીઓને ભણવાથી હાનિ થાય છે ? આ પ્રશ્નનો જવાબ દેતા પહેલાં એવો પ્રશ્ન પુછવાની પણ જરૂર છે કે માણસ માત્રને ભણવાથી નુકસાન થાય છે ? માણસને ઇશ્વરે બુદ્ધિ આપેલી છે ને તે બુદ્ધિના બલવડેજ તે પિતાનાં કામ કર્યા જાય છે એ આપણે સારી રીતે જાણીએ છીએ. જેને પોતાનાં કામ કેવળ પ્રેરણબુદ્ધિથીજ કરવાનાં છે તેમને વિશેષ અનુભવની જરૂર નથી, પણ જેને અજમાસથીજ પિતાનો વ્યવહાર નિભાવવાનો છે તેને તે અનુભવ વિના ક્ષણ પણ ચાલી શકતું' નથી. વળી માણસની પ્રકૃતિ પણ એવીજ કરેલી છે કે તેનાથી એકલા રહી શકાતું નથી, તેમ તે પોતાને ઉપગનાં સર્વ કાર્ય જાતેજ સંપાદન કરી શકતું નથી. અનુભવની જરૂર, અને પિતાની પ્રકૃતિના જનસંગતિમાં મળવાના રવભાવ એ બે વાતનો વિચાર કર્યા પછી એક ત્રીજી વાત પણ, વિચારવા જેવી છે. જેને પ્રેરણાબુદ્ધિ આપેલી છે તેને પોતાના સુખદુ:ખના વિચાર પણ તે પ્રેરણાબુદ્ધિથી સંપાદન થાય એજ આપે છે. એમ અનુમાન કરી શકાય. ખાવું, પીવું, ફરવું, સમાગમમાં બેસવું વગેરે કર્મથીજ જે પશુ, પક્ષી, સંતોષ માનતાં જણાય છે તેમને, સુખ પેદા કરનાર તે તે કર્મ કરવાનાં સાધન, તથા જેથી એ સુખને પ્રતિકૂલ એવું દુ:ખ પેદા થાય તે દૂર કરવાનાં સાધન પણ આપેલાંજ છે; મતલબ કે સુખ મેળવવા માટે જે કરવાનું અને દુઃખ દૂર કરવા માટે જે કરવાનું છે, તે પશુ, પક્ષી, સ્વભાવથી જ કર્યો જાય છે. જે સાધન anani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 35/50