પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સ્ત્રીઓને ભણવાથી હાનિ થાય છે? ૪૩૭ સમજીને શાન થયા છે; જડ તે વિકાર શું તેજ સમજતો નથી તેથી કેવલ અંધારામાંજ છે. આ શંકા ઉઠાવવાથી જે અમારે આખરે કહેવું છે તેને પણ કાંઇક અંશ અત્રે આવી ગયા. ખરું સુખ જોઇએ તો પૂર્ણ જ્ઞાનમાં કે પૂર્ણ જડતામાં રહેલું છે. વચમાં રહેલાજ દુ:ખી થાય છે. શ્રીમદ્ભાગવતના ત્રોજા સ્કંધના સાતમા અધ્યાયના સત્તરમા શ્લોકમાં પણું यश्च मूढतमो लोके यश्च बुद्धेः परंगतः । तावुभौ सुखमेधेते क्लिश्यत्यंतरितोजनः ।। ( અર્થ:-જે જગતમાં કેવલ મૃઢ છે અથવા જે બુદ્ધિની પરિસીમાએ પહેચી ગયો છે, તેજ બે સુખ પામે છે, વચ્ચે રહેલા લોક દુ:ખી થાય છે. ) જેને ઇશ્વરેજ બુદ્ધિ ન આપી હોય તે ખરાજડ અથવા મૂઢ રહી શકે ખરા. બાકી જે એમ ધારે કે હું જડજ રહીશ તે તો, આ ધારણા કરે છે તેજ બુદ્ધિપૂર્વક કરે છે એટલે, ખરું જોતાં જડ ન રહેતાં, વચલા વર્ગમાં પડી, આખરે દુ:ખી થાય. ભણવું એ બેલનો અર્થ કરવા માટે આટલા લંબાણથી લખવાની જરૂર એટલા માટે લાગી કે જે લોકો એમ માને છે કે જેને નોકરી કરવી હોય તે ભણે, અથવા જેને દાક્તર, વકીલ, માસ્તર થવું હોય તે શીખે, પણ બૈરાંને શીખવાનું કારણ શું ? તે લાકે ભણવું આ શબ્દને ખરે હેતુ કાંઇક સમજે. લખતાં વાંચતાં શીખવું એનું નામ જાણવું નહિ, ગાતાં શીખવું તે ભણવું નહિ, શિવતાં શીખવું તે ભણવું નહિ, ગમે તે કોઈ એક વાત માટે એમ ન કહી શકાય કે આ વાત તેજ ભણવું, પણ એમ સમગ્ર વાત કહી શકાય કે જેમ ખરું સુખ પ્રાપ્ત થાય તેવી રીતે બુદ્ધિને રસ્કૃતિ આપવી અને અનુભવ મેળવો તે ભણવું. ભણવાની જયારે આ રીતે જરૂર છે ત્યારે શું સ્ત્રીઓ માણસ નથી, સ્ત્રીઓને બુદ્ધિ નથી કે સ્ત્રીઓને સુખની ઇચ્છા નથી કે તેમને ભણવા ન દેવી ? સ્ત્રીઓને ને પુરૂષોને કરવાનાં કામ જુદી જુદી જાતનાં છે એ વાત ખરી, પણ શું સ્ત્રીઓનાં કામ બુદ્ધિ વગર ચાલી શકે તેવાં છે ? તેમને પણ પોતાના ઘર કામમાં બુદ્ધિની જરૂર પડે છે, તેમને પણ પોતાના સંબંધીઓ સાથે રહી કામકાજમાં પ્રવીણ ગણાઈ સુખ પામવાની સબલ મરજી હોય છે; તે એટલે સુધી કે, અમે તો એમ ધારીએ છીએ કે પુરૂને હશે તે કરતાં પણ વિશેષ, કેમકે ઘણા પુરૂષો સુખી છતાં પણ ઘરની સ્ત્રીઓને જે જાતના સુખની ઇચ્છા હોય તેને તાબે થઈ વતવાથી દુ:ખી થતા માલમ પડે છે. પુરૂષને છે તે પ્રકારની ઈચ્છાઓ ને વૃત્તિઓ સ્ત્રીઓને છે એટલું જ કહેવાથી તેમને ભણાવવાની જરૂર સાબીત થાય છે. પણ તેમને ભણાવવાના વિશેષ કારણુ તરીકે હજુ તેમના સ્વભાવ વિષે જ વિશ બેલવાની જરૂર છે. સ્ત્રીનાં કર્મ પુરૂષના કરતાં જુદાં છે. આ વાત ઠીક છે, પણ કેવી રીતે જુદાં છે ? જુદાં એટલે એવાં તો નહિજ હોય કે પશુ વગેરે જેમ પોતાના કર્મમાત્રથીજ સુખ પ્રાપ્ત કરી લે છે તેમ સ્ત્રીઓ પણ કરી શકતી હોય! પુરૂષને જેમ ઘરબહારના ધંધામાં બુદ્ધિ, બલ, વાપરવા પડે છે તેમ સ્ત્રીઓને પણ ગૃહકર્મમાં તેનાં તેજ સાધન વાપરવાં પડે છે. જેમ જે સ્ત્રીનામાં આ સાધનાની ખામી, તેમ તેના કર્મમાં વિરોધ અને તેના ઘરમાં કલેશ, સંતાપ અને દુ:ખ. ધરનું ખરું બંધારણુજ સ્ત્રી છે, ધર એ પુરૂપનું વિશ્રામનું કામ છે; ને તેજ જયારે વગર andhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50