પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૪૩૮, સુદશન ગદ્યાવલિ. અક્કલે, વગર વિચારે ને વગર ધડે ચાલતું હોય ત્યારે પોતે પણ સુખ કયાંથી પામે ? સ્ત્રીઓની ઉન્નતિમાં, તેમના ભણવામાં, તેમના સદાચારમાં અને તેમની પ્રીતિમાંજ પુરૂષના સુખનો સમાવેશ થઈ જાય છે, તો તેમને તેમના પિતાના સુખ માટે, તેમજ પારકાના (પોતાના પતિ વગેરેના) સુખ માટે ભણવવી જ જોઈએ. ભણવાથી માર્ગ કાઈ ગયું છે નહિ, ને જશે પણ નહિ. સરરવતીને પ્રસાદ પામીને કાણુ કુપાત્ર થયું છે? જે લેાક ભણવાને માથે એબ લગાડે છે તે સમજતાજ નથી કે એમ થવાનું કારણ કેવલ ભણાવનારનીજ ખામી છે; ભણવાની નહિ. ભણવાથી બુદ્ધિ શુદ્ધ થાય ને ખીલે, તથા અનુભવ વિશેષ સારે મળે, જે પ્રમાણે જેની બુદ્ધિ વૃદ્ધિ પામતી ચાલે તે પ્રમાણે તેના મનમાં સુખ દુઃખના વિચાર પણ આવ્યાં જાય. અંગરેજી નિશાળે ભણી આવેલાં રૂખમાણીબાઈને બુટ, સ્ટોકીંગ, ને પંખા વિના સુખ ન મળે, ને કોલેજમાં પાસ થઈ આવેલા તેમને ભાઈ અંગરેજી રીતભાત ન પાળી શકાયાથી મનમાં મુઝાઈને દુ:ખ પામે એમાં ભણતરને શો વાંક? એ બાઈની ને એ ભાઇની અક્કલ જેવી ખુલી. તેવું સુખ તેમણે ગ્રહણ કરી લીધું જે તે પુરેપુરી રીતે સારી બુદ્ધિ પામ્યાં હોત તો બીજી રીતની વાતોમાં સુખ માનત એ ખુલ્લી વાત છે. ત્યારે તેમને ખરાબ જાતની કેલવણી આપનાર, તથા તેમને પુરેપુરી કેલવણી ન લેવા દેનારને વાંક, કે જે કેલવણી તેમણે લીધી તેનો વાંક ? ભણેલી સ્ત્રીઓમાં જે કાંઈ દુરાચાર કાઇવાર જણાયા હોય , તે તેમને ઓછું ભણાવી તેમની અક્કલ કાચી રહેવા દીધાને લીધેજ, એમ અમે તે નક્કી માનીએ છીએ. જેઓ નીતિમાં, પતિભક્તિમાં, શ્રદ્ધામાં, મર્યાદામાં સુખ માનતી હોય તે કદાપિ કુમાર્ગે જાયજ નહિ. પણ જે આ શબ્દોના અર્થ પણ ન જાણતી હોય તે જાય તો તેમાં તેને અજ્ઞાન રાખનારનો દોષ છે, તેમણે જે કેલવણી લીધી હોય તેનો દેષ નથી, માટે અમે તો અમારા અ૯૫ અનુભવ પ્રમાણે અમારી ભગિનીઓ તરફથી એટલું જ કહી શકીએ છીએ કે તેમને જે તમારે પ્રેમાલ સ્ત્રીઓ, માયાળુ માતાઓ અને હેતવી ડોશીઓ કરવી હોય તો નિઃશંક થઈ પરિપૂર્ણ કેળવણી આપે. 2 સપ્ટેમ્બર-૧૮૮૫

પ્રફેસર જીસિવાલા.

પ્રોફેસર છન્સિવાલાએ પુનામાં જે ભાષણ આપ્યું તેમાંથી લોકોએ ખરેખર કાગનો વાઘ કરી મૂક્યો છે. રવતત્ર રીતે અભિપ્રાય આપવામાં જે કાંઈ પણ દોષ હોય તો તે અભિપ્રાયને માટે દુ:ખ દેવામાં એથી દશગણો દેશ છે. સુધારાની પરાકાષ્ઠા શામાં સમાયેલી છે ? માણસનાં શરીરને સ્વતંત્ર રીતે ફરવા હરવાની છૂટ મળે, પણ તેમનાં મનને તો એક અમુક ઘરમાંજ દેરાવું પડે એનું નામ સુધારે કહેવાતા હોય તે શા માટે આપણે જૂતી નવાબીને કે ચાદમાલુઈને કે પહેલા ચાલર્સને વખોડીએ ? ચાલુ જમાનાના ઉત્તમ સુધારાનું ભૂષણુ શું' એટલામાંજ છે કે માણસને અમુક પ્રકારની વિચાર પદ્ધતિના ગુલામ કરી નાખવા ? શરીરની ગુલામગીરી દુર કરવાનું ઉત્તેલ અભિમાન ધારણ કરનાર બ્રિટનપ્રજા શું માનસિક ગુલામગી રીના બાધ આપવામાં મહત્તા માને છે ? અમે આવી વાત કદાપિ સ્વીકારી શકતા નથી, lanan Ferca de Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 38/50