પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પ્રોફેસર સિવાલા, ને જે દેશમાં વિચારની રવતંત્રતાએ આખા રાજ્યનાં રાજ્ય પણુ ઉથલાવી નાખી પિતાનું સ્વાતંત્રય અખંડિતરીતે સાચવ્યું છે, તે દેશને માથે આવું કલંક વળગાડી શકતા નથી. પણ આતો થયું છે એમ કે અંગરેજ કે યુરોપીય લોક ગમે તેમ વિચારતા હોય, ગમે તેવી ઉચ્ચ સવનુભાવકતા રાખતા હોય, પણ તેમને પગલે પગલું દેવાનો નિશ્ચય કરી બેઠેલા કેટલાક પિતાના ઉપજાવી કાઢેલા નિશ્ચયને ન બંધ બેસતી હોય તેવી વાત સાંભળી કે સહન કરી શક્તા નથી. તેમના મનમાં એ વાત નિશ્ચયપૂર્વક ભરાઈ ગઈ છે કે આપણી સ્ત્રીઓ ગુલામગીરી કરતાં પણ ખરાબ દશા ભેગવે છે, તે સ્વાભાવિક રીતે જોઈએ તે સ્ત્રીપુરુષના હક સર્વપ્રકારે સમાન છે કેમકે બંને માણસ છે. પણ શબ્દનો અર્થ વિવેચનાપૂર્વક કરીએ તો આ બે વાત કેવલ એક કલ્પિત તરંગ જેવીજ લાગશે ? ગુલામગીરી કોને કહેવી ? જે ગુલામ હોય તેને પોતાના ધણીની મરજીવિના ઉઠવાને, બેસવાન, ખાવાને, જવા આવવાને કે બેલવાનો પણ હક હોઈ શકતો નથી. તેનું શરીર વેચાણ થયેલું છે. ગુલામે જ્યાં હોય છે, ત્યાં તેમના શેઠ ઘણુ એશઆરામવાળા, જુલમગાર, હોય છે, ને ઘણીવાર ઘણાક ગુલામે ભેગા થઈ તેમની વિરુદ્ધ તોફાન પણ કરે છે. આપણી સ્ત્રીઓ શું આ બધા પ્રકારનાં દુ:ખમાં છે ? શું તેઓ પતિની રજાવિના કહીં જઈ આવી શકતી નથી ? શું તેઓ ખાઈ પી શકતી નથી ? શું તેઓ વાત વિચાર કરી શક્તી નથી ? શું તેમના પતિ તેમના ઉપર આધાર રાખી કામધંધે કરતા નથી ? શું તે ભેગી થઈને કે એકલી એકલી કદીપણ પિતાના પતિને વિષ કરે છે? જેણે ઉત્તમ કે મધ્યમ વર્ગને હિંદુસંસાર જોયા હશે, અનુભવ્યું હશે, તેતો આ બધા પ્રશ્નોનો ઉત્તર “ના” વિના બીને આપી શકશે નહિ. જે સ્ત્રીઓને એટલે બધા અસંતોષજ હોય, જે તે પિતાને ગુલામ સમજતી હોય, તો અમે તો સિદ્ધરીતે માનીએ છીએ કે હજાર વર્ષથી એ વ્યવહાર ચાલે નહિ ? તેમાં કદાપિ આજની સ્ત્રીઓનાં હૃદય એ આચારને ટેવાયાં હોય તેથી તે તે ખમતી હોય. પણ આગળ કોઈપણ જમાનાની આર્યનારીઓએ એ આચારવિરુદ્ધ વૃત્તિ બતાવી નથી, પતિનો ધ્વંસ કર્યો નથી, અનાચારને માર્ગે પગ મૂક્યો નથી. આટલું છતાં સ્ત્રીઓની વગર કારણ હીમાયત કરી, તેમને જે ઉચ્ચ પદવી મળેલી છે ત્યાંથી ભ્રષ્ટ કરી તેમને ગુલામ જેવી નિરૂપવી એજ અમે તે દોષ દેખીએ છીએ, કારણ કે સ્ત્રીઓની સ્થિતિ કેવી છે? તેમનું સ્વરૂપ આપણા ધર્મમાં જે બાંધ્યું છે તે એવું છે કે તે દેવતા છે, ને કોઈ પણુ ગૃહ ત્યાં તે હોય, ત્યાં તે પૂજાવી જોઈએ. ને તેથી ત્યાં સર્વ લક્ષ્મી અને સર્વ સુખ. ઉદ્ભવવાં જોઈએ, આવું તેનું સ્વરૂપ છે, ને તેથી અદ્યાપિપણુ આપણી સ્ત્રીઓ ગૃહ માત્રના આધારરૂપ છે. પ્રતિગૃહમાં તેજ શાન્તનું નિદાન છે, ગૃહવ્યવસ્થાનું મૂળ છે, સર્વ વાતની વ્યવસ્થા થવાનું સ્થાન છે, ને પોષણનું સ્વરૂપ છે. આ કરતાં બીજી વધારે જવાબદારી તેને માથે શી હોઈ શકે ? અથવા એમાંજ જે સુખ તેને મળે છે તે કરતાં બીજી રીતિની કઈ સ્થિતિમાં તેને એથી અધિક સુખ મળે ? આનું ઉત્તર એજ મળશે કે ઉભયના ૧૧ સમાન હક ”માં ! વળી આપણે શબ્દો સમજવાનો પ્રયત્ન કરીએ. સમાન હક એટલે શું ? સમાનતા એવી વાત સંસારના વ્યવહારમાં કહી પણ, કાઈપણુ કાલે, સંભવી નથી, સંભવતી નથી, ને સંભવવાની નથી. સંસારનું લજ અસમાનતામાંથી છે; કિબહુના. આ સૃષ્ટિજ અસમાનતામાંથી પેદા થઈ છે. તેમાં સમાનતા કેવા પ્રકારની હોઇ શકે છે ? જે વાતને વિશ્વનિયમેથી, વિશ્વરચનાથી, એકવાર હમેશના માટે POrla Gandhi Heritage 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 39/50