પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, ફેસલો થઈ ચુકેલો છે, ને જેની પ્રત્યક્ષ સાબીતી, એક પાસા દૂધ ઝરતાં સ્તન, સર્વથા પોષણ કરી તૈયાર કરનારૂં ગભૉશય, ને ગ્રાહક રજ, તથા બીજી પાસા ઉપાર્જન કર્તા અંગ, ઉત્પાદન પ્રેરતી નરેન્દ્રિય, ને ઉત્પત્તિમૂલ વીર્ય, એ સ્પષ્ટ ભેદ પાડીનેજ વિશ્વનિયથી અપાયેલી છે, તેને કાણુ કેવી રીતે નિર્મુલ કરી સમાનતા કરી શકે તેમ છે ? ત્યારે સ્ત્રીઓને સમાન હક એટલે શું ? પુરુષ અને સ્ત્રી એવાં બે જુદી જુદી પ્રકૃતિવાળાં, જુદા જુદા હેતુથી, વિશ્વરચ. નામાં ઘડાયલાં છે; ને તે બે છે માટે જ તે બન્ને પરસ્પર જો બદલી શકે, ને બેનાં એક થાય એવો સંભવ નથી, આમ છે એટલે સ્ત્રીઓ જે ખાસ હેતુથી નિમઇ છે તે ખાસ હેતુ પાર પાડવામાંજ તેમનું સ્ત્રીત્વ છે, પુરુષે જે ખાસ હેતુથી નિર્માયા છે તે પાર પાડવામાંજ તેમનું પુરક્ષવ છે. પુરૂત્વવતી સ્ત્રી કે સ્ત્રીવવાળા પુરુષ એના જેવું કદરૂપું, હાનિકારક, ને લજામણ, તથા વિશ્વનયમને ઉલટાવી નાંખી સૃષ્ટિની વ્યવસ્થા બગાડનારૂં બીજું કાંઈ નથી. પાલનપોષણ આદિ મૃદુ ભાવ સ્ત્રીના છે, ઉત્પાદન ઉપાર્જન આદિ વિક્રમભાવ પુરુષનો છે, ને તેને પ્રત્યેક યથાર્થ બજાવે તેમાં જ તેમની મહત્તા છે. ત્યારે સમાનભાવનો અર્થ શું કરો ? સમાનભાવને અર્થ સજાતીયપણું એમ કરાતા હોય તો તે ગ્રહણ કરવામાં કશી હરકત નથી. પણ તે વખતે આખી તકરાર નિમ્ લથઈ પડે છે, કેમકે સ્ત્રીઓ માણસ નથી. કે તેમને વિદ્યાની કે જ્ઞાનની કે કરવા કરવાની ખાવા પીવાની જરૂર જેટલી પુરુષોને છે, તેટલી નથી એમ કાઈ કહેતું નથી, એટલે એ રીતે સજાતીયતારૂપ સમાનતા તો સર્વત્ર છેજ. એટલે સમાન હકની વાતો કરવી તે ચવતચર્વણ, પિષ્ટપેષણ છે; સુધારાની ખુમારીએ ચઢી પરાક્રમ બતાવવા માટે કેવલ કપી કાઢેલા કુધારાની મારવા કાઢેલી મૂર્તિ છે. ઘણુકને એ ટેવ હોય છે, કે અમુક વાતની યથાર્થ હકીકત શું છે તે બાજુ ઉપર રાખી, પોતાની ક૯પનાથીજ એક વાત ખડી કરે છે, તે પછી તેને રમાડવામાં મારવામાં નિર્મુલ કરવામાં પિતાની હાશીઆરી દાખવે છે, આવી તકરારોથી કશે લાભ થતો નથી, કેમકે જે કલ્પવામાં આવી છે તેવી સ્થિતિ કલ્પનારના મન સિવાય કહીંપણ છે નહિ. સ્ત્રીઓનું સ્થાન ધરમાંજ છે, તે ત્યાંનીજ દેવી છે; પુરુષનું સ્થાન બહાર છે, તે ત્યાંનાજ રાજા છે. પણ હજુ સમાન હકવાળા તકરાર લાવશે કે એમ પણ સ્ત્રીઓને પુરુષની બરાબર પરણવા વગેરેની છટકે નથી આપતા ? આ વાતમાં નિર્ણય એટલેજ છે કે જેમ હાલ એ બાબતને છેવટ નિર્ણય છે તેમ બધુ બરાબરજ છે, ને યદ્યપિ બાલલગ્નની રીતિ વગેરે કેટલાક સુધારાની અતિશય તાત્કાલિક જરૂર છે, તથાપિ એકંદર મૂલ શાસ્ત્રોક્ત લગ્ન સ્વરૂપમાં કશા પૅરફાર કરવાની જરૂર નથી. આ વાત અત્રે ચર્ચવાથી વિયાન્તર થઈ જાય પણ જ્યારે આવાજ અમારે નિશ્ચય છે ત્યારે અમે ફરીથી કહી શકીએ કે પરણવા વગેરેમાં સ્ત્રીઓ ને પુરુષો વચ્ચેના રીવાજમાં ફેરફાર છે તેથી પણ સમાનતા બગડતી નથી. e આ બાબતવિષેના ઘણા ખરા વિચારે “ નારીપ્રતિષ્ઠા ” એ નામના પુસ્તકમાં જણાવેલા છે, તેમાં જેને જેવું હોય તેને સ્પષ્ટ વિવેચન મળી શકશે. આપણા દેશમાંજ આવા વિચાર છે એમ નથી, પાશ્ચાત્ય દેશોમાં સ્ત્રીસ્વાતંત્રય માટે અચપદે ગણાયલા અમેરિકામાં પણ હમણાંજ ઓપન કાર્ટ ” નામના પત્રના એક અંકમાં એક વિદ્વાને સ્ત્રીપુરુષના સંબંધ બાબત આવાજ વિચારે દર્શાવેલા છે. પ્રોફેસર છન્સિવાલાએ જે ભાષણ કર્યું તેમાં તેણે પણ આવા જ કેટલાક વિચારને ધારણે ચર્ચા કરી હતી તે તેમાં તેણે શું અયોગ્ય કહ્યું હતું ? શું ખોટું કહ્યું હતું ? કે sanani Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 40/50