પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 શિક્ષણવિચારે. ૪૩ જે મુખ્ય હેતુ તેમની બુદ્ધિને ખીલાવવાનો અને તેમને વિચારતાં શીખવવાના છે તે હેતુ પાર પાડવામાં જે સાધનો વપરાય છે તે તેમને શાલા મૂકવાની સાથેજ જે વિષયમાં ગુંથાવાનું છે તેને લગતાં હોય તો એકપંથ દો કાજ થઈ અતિ લાભ ઉત્પન્ન થાય, અને પુસ્તકો ગોખેલા મિયા જ્ઞાની ફીલસુશ કરતાં શાન્તિથી અને પ્રામાણિકપણે સંસારવ્યવહાર નીભાવતા બુદ્ધિમાન લોકો આપણી નજરે વધારે પડે. પણ આ ખામી જ્યારે છોકરાઓને મૂકી છેકરીઓ તરફ દૃષ્ટિ કરીએ છીએ ત્યારે બહુ ભયંકર લાગે છે. છોકરાઓને માટે મૂળથી નિરધારેલી મુખપદ્ધતિ છોકરાઓને પણ, પ્રસંગ આવતાં, લાગુ પાડવામાં આવી છે. તેમાંથી પરિણામ શું થયું છે ? કન્યાશાલાઓની સ્થિતિ સુધારવાને બદલે બગડી છે એટલું જ નથી, પણ સ્ત્રીશિક્ષણ તેજ લોકોમાં અણગમતું થઈ પડ્યું છે. જે શિક્ષણથી કશો લાભ જણાયો નથી, ઉલટી હાનિ સમજાઈ છે, તે તરફ લાકે પ્રીતિની નજરે જોતાજ નથી. સ્ત્રીશિક્ષણની કાંઈ ગરજ લાકૅમાં સમજાતી હોય તો એટલીજ છે કે નાની બાળકીઓ ઘર આગળ તોફાન કરે, ને આડી અવળી અથડાઈ હાથ પગ ભાંગે, તે કરતાં શાલામાં પૂરાઈ રહે તે ખાટું નથી. છોકરાંનું શિક્ષણ ગમે તેવું ખામી ભરેલું હોય, તેથી ગમે તેટલે સારે લાભ તેમને અંત:પુરના સંસારકાર્યમાં ન થતા હોય, તોપણ એ શિક્ષણદ્વારા તેમને ઉદરનિર્વાહનો માર્ગ મળે છે, માટે જેવું હોય તેવું પણુ એ શિક્ષણ ગ્રહણ કરે છે. પણ છોકરીઓના સંબંધે તેવી કશી લાલચ નથી. શિક્ષણ જાતેજ જે એવા પ્રકારનું હોય કે તેથી છોકરીઓ જ્યારે પત્ની, ગૃહિણી, અને માતા થાય ત્યારે તે શિક્ષણને લીધે વધારે સારી પત્ની, સારી ગૃહિણી, કે સારી માતા નીવડે તેમજ તે શિક્ષણ લોકો લેવા માટે તત્પર થાય. આપણે પૂછીએ કે હાલના શિક્ષણથી આવું થાય ? એકવાર નહિ પણ અનેકવાર અમે છાતી ઠોકીને “ના” એમ કહીશું, ને તેપણ ગદ્ગદ્રવરે. અમારા સર્વજ્ઞ શિક્ષણાગ્રણીઓને કોણ જાણે કેવા પ્રકારનો વિચાર મનમાં વસ્યો છે કે તેઓ તેમની નજર આગળ જે બનાવો દેખે છે તેની પણ તુલના કરી શકતા નથી, ને કેવલ પિતાનીજ ટેલકી બજાવ્યા કરે છે. ચકલી અને પોપટની વાતે વાંચવાથી છોકરીને પોતાના ઘરસૂત્રમાં શી મદદ મળવાની છે ? ઔરંગજેબ અને વારનહેસ્ટિંગ્સનાં નામ ગોખવાથી એને પ્રેમપ્રવાહ શે વિપુલ થવાનો છે? ત્રિરાશિના હીસાબ ગણવાથી એને પુત્રપેષણમાં લાભ થવાનો છે? લાભ તે બધામાં છેજ છે, ને કાઈ આડકતરી રીતે પ્રતિવસ્તુ પ્રત્યેક વસ્તુને લાભકારી છેજ, પણું અમે પૂછીએ છીએ કે જે સ્ત્રીપુરુષનાં ખાસ કર્તવ્ય છે તેમાં સીધો અને સરલ લાભ એ બધી બાબતેથી શ થવાના છે ? ઇતિહાસ ભણાવ હોય તે સારાં સતીચરિત, પતિ ધર્મ, પત્ની ધર્મ, પ્રેમમાહાતમ્ય, ઈત્યાદિ શામાટે ઉપયોગમાં લેવાતાં નથી ? ત્રિરાશિ શીખવવીજ હોય તે ગૃહનીતિ, ગૃટુવ્યવસ્થા, એ શામાટે સ્પષ્ટ કરાતાં નથી ? વાત કવિતા આદિ વંચાવવાંજ હોય તે હદયનાં દયા, મધુરતા, કેમલતા, ઈયાદિને પ્રyલ કરનારા પ્રયોગ શામાટે અનુભવમાં આણતા નથી ? અને એ સર્વ ઉપરાંત તેમના હદયમાં એવી અભિન્ન નીતિની છાપ પણ કઈ રીતે મારવામાં આવતી નથી કે જેને આધારે તે આ સંસારમાં ખરા સુવ. ર્ણને પીતળથી જુદું પાડી સુખને માર્ગ સર્વદા જાય. એમાં પણ કેવલ સમયાનુલ ઉપયુક્ત તાનેજ નીતિનું ધોરણ રૂપાન્તરે બતાવામાં આવે છે. પણ સનાતન સિદ્ધ મર્યાદા સમજાવવમાં andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 43/50