પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સ્ત્રીકેળવણીની દશા. કરવામાંજ શિક્ષણનું ઉત્તમ કર્મ સમાય છે, ને એને આધારે રહી મનુષ્યને પોતાના જીવિતનાં ઇતર કર્તવ્ય પણ કરવા યોગ્ય કરવું એ તે કર્મને અવાંતર વિભાગ છે. આપણી શાલાએ એટલે ગૂજરાતી નિશાળની પદ્ધતિમાટેજ આટલું બોલવાની આવશ્યક્તા લાગી છે; ને તે ઘણાં કારણથી. એ કેળવણી ટ્રેનિંગકોલેજથી અટકે છે. આગળ વધે તે પણ નવેજ જન્મ પામેલી સ્કુલફાઈનલથી અટકે છે. એટલું જ નહિ પણ એ અટકેલા લોકેજ પાછા નવા વિદ્યાર્થીઓના પોષક ઠરે છે. ત્યારે જે એક દોષ છે તે એક બે દશ સે લક્ષ રૂપે ગુણિત થઈ, અતિ દૂર વિરતારથી વિસ્તરે છે. કોઈ તેને અટકાવશે ? - ઓકટોબર-૧૮૮૦-જાનેવારી-૧૮૮૦. સ્ત્રીકેળવણીની દશા.. (૧૦૧) આજથી આશરે સાત વર્ષ ઉપર અમારા તરફથી સરકારી નીશાળાનાં તમામ ધારણા બાબત, અને વિશેષે કરી સ્ત્રી કેળવણીની બાબત ઘણે અસંતોષ બતાવી, એક નવી યોજના પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તે યોજનાનું મધ્યબિંદુ એ હતું કે કેવલ બુદ્ધિવભવ વધારવાની કેળવણી કરતાં હૃદયવિસ્તાર વધારવાની કેળવણી વધારે જરૂરની છે; અને તે ઉપરથી મનુષ્ય જીવિતને જે શુભ હેતુ છે તે યથાર્થ પાર પાડવાનો માર્ગ સરલ થાય તથા સુદઢ થાય તે સારું તે કેળવણીના પાયે ધર્મ વિવેક ઉપર રચા આવશ્યક છે. આટલા માટે પૈસાદાર શેડીઆ અને રાજાઓને અમે વિનતી કરી હતી કે નવે ધારણે એક મોટી સ્ત્રીશિક્ષણશાલા ઉઘાડવામાં આવે તે અમારા તરફથી તેની વ્યવસ્થા કરી તેને એક એવા નમુનારૂપ બનાવવા પ્રયત્ન થાય કે જેથી બીજી અનેક તેવી શાલાઓ સ્વતઃજ ઉદ્ભવે. તે સમયે બાર્ટન ફીમેલ ટ્રેનિંગ કોલેજ માટેનું કંડ તયાર થતું હતું, તેને આ સતકાર્યમાં રોકવા પ્રયાસ કર્યો, પણ લાગતા વળગતાઆએ કહ્યું કે એનો શો ઉપયોગ કરવો તે વાત નિયત થઈ ગયેલી છે એટલે દલગીર. - ખેર, એ સમય ગયે; પણ તે વાત આજે અમને બહુ ખેદ સહિત સમરણમાં આવે છે, ને અમદાવાદની ફીમેલ ટ્રેનીંગ કોલેજમાં બનેલા બનાવ ઉપરથી અમને સ્ત્રી કેળવણીની પાયમાલીનાં બીજ હવે અંકુરરૂપે થવા લાયાં છે એ જોઈ બહુ ઉદ્વેગ થાય છે. ખંભાતમાં રયતઉપર ગાળી બહાર કરવાનું કામ જેવું સરકારની બેદરકારી બતાવનારું ગણી શકાય, તેવું આ ટ્રેનીંગ કોલેજનું પણ, જેવું જણાવવામાં આવ્યું છે તેવુંજ તે હોય તો, લાગતા વળગતાની પૂરેપૂરી બેદરકારીનું ગણવામાં આવે. એ બાબત જે બની છે તેની હકીકત ગમે તેવી છે પણ એ બનાવે શું સૂચવે છે ? સરકાર પતેતે અતિ ઉદાર બુદ્ધિથી ધર્મની બાબતમાં મધ્યસ્થતા રાખવાનો દૃઢ નિયમ પ્રસિદ્ધ કરી પાળે છે; પણ લાગતા વળગતાઓ તે નિથ મનાં એવાં રૂપાંતર કરી બતાવે છે કે આપણને તેથી બહુ ભય પેદા થાય. આણી તરફથી આપણા ગુજરાતી ટ્રાન્સલેટર પોતાના તરફનાં પુસ્તકોમાં ધીમે ધીમે સંપ્રાદય, શાસ્ત્ર, પંથ સની નિંદા કરી, ક્રીસ્થીઆનીટીનું સહજમાં ગળે ઉતરે તેવું રૂપાતર પ્રાર્થનાસમાજે તેના પગપેસારે કરાવતા જાય છે, ત્યારે આજ હવે ફીમેલ ટ્રેનીંગ કોલેજમાં પ્રસિદ્ધ રીતે લેડી સુપરીન્ટેન્ડેન્ટ સ્ત્રીઓની ધર્મવૃત્તિ દુભાવ્યાનું કહેવાય છે. અમે એમ ઈચ્છીએ છીએ કે એ વાત બેટી પડે, પણ ન્યૂસપેપર જે રીતે ભાર દઈ દઈને એ વાત આગળ આણે છે તે જોઈ અanaihi ileritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 45/50