પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 વાચન, બને તેમ ત્વર શુરૂ કરાવો જોઈએ. આમ નહિ થાય તો જે ધારણે સ્ત્રી કેળવણી હાલ ચાલે છે તેથી કશો લાભ થવાનો સંભવ નથી. * સ્ત્રીઓની મહત્તા એટલી બધી છે કે સંસારનો તે સાર છે; તેમને આર્ય શાસ્ત્રાએ પુરુષની સમાન નહિ પણ પુરુષથી અધિક એટલે દેવતા રૂપે વર્ણવી છે. વિશ્વરચનામાં તેમની યોગ્ય જગો પણ એજ છે. તે જગાએ સ્ત્રીઓ પહોચે, અને તે સ્થાનથી તેમનું જે ઉત્તમતમ કર્તવ્ય તે બરાબર બજાવી શકે, તેટલા માટે તેમને જે કેળવણી આપવામાં આવે તે પણ તેવા પ્રકારની હોવી જોઈએ. કેળવણી એવી વસ્તુ નથી કે તેમાં જેવી રીતભાત શીખવીએ તેવી તુરત બંધ બેસતી થઈજ જાય; કેળવણી એ તે વિદ્યા કે કલાનું નામ છે કે જેનાથી માણસની અંદરની વૃત્તિ અને યોગ્યતા અધિકાધિક ખીલી નીકળે અને તેને જે કાર્ય જે સ્થાતેથી આ વિશ્વમાં કરવાનું હોય તે માટે તે ઉત્તમત્તમ યોગ્યતા પામે. આ હેતુ એજ કેળવણીના હેતુ છે, સ્ત્રીઓ પર તે હેતુ જરાપણ વિસરી જવા જે તે નથી. ઓકટોમ્બર ૧૮૯૦, વાચન, ( ૧૦૨). આર્યકુટુંમ્બિની : બાલા ! વારંવાર પકારના પ્રહારથી પણ તને લગારે અસર થઈ જણાતી નથી ! અસર નથી થઈ એમ કહીને અમે તારે તિરસ્કાર કરતા નથી, કે અમારા પ્રહારથી તારા હૃદયમાં ભેદ ન થય માટે તેજ વજંતુલ્ય છે એમ પણ જણાવવા ઇચ્છતા નથી. લખ્યું તે વંચાયું કે તરતજ માણસની વૃત્તિમાં ફેરફાર થઈ જતા નથી. કદાપિ શિથિલ સરખા થાય તે પણ તે આચાર રૂપે એ રસ્પષ્ટ જણાઇ આવતા નથી કે જેથી અસલ પ્રેરણા કરનારને પોતાના શ્રમનું ફલ સહજ જણાઈ આવે. તારામાં સત્તિને આચાર એક . દમ આવી જાય ને તે અમે જોઈએ એવી તો અમને લેશ પણ આશા નથી; વારંવાર સાંભળ્યાથી સંસ્કાર પામતાં કાંઈ પણ પરિણામ થાય તેટલેથીજ અમારો શ્રમ કૃતાર્થ ગણીએ. મુખ્ય વાત જાણવાની તો એ છે કે તમે અમારી કહેલી વાત પસંદ પડે છે, અમે તારા સ્વભાવને અનુસરીને લખીએ છીએ. અમારી માગણી ખરી છે, અથવા તારા મનને ના પસંદ જેવી વાતની ગપે ચલાવી ફક્ત અમે અમારી બુદ્ધિને તેમ બીજાને પણ છેતરીએ છીએ ! આવી રીતે અમારા પિતાનાજ ગુણદોષને વિવેક તારી પાસે અમારે કરાવો છે. પણ તે કરવાનો પ્રસંગ અદ્યાપિ આવ્યો નથી. - તને ભણવાનો અર્થાત લખવા વાંચવાનો અણગમે હોય એમ હવે અમારા માનવામાં આવી શકતું નથી. તારે માટે વીલાયતી ફાશનનાં કપડાં અને વિલાયતી ઢબની રીતભાતને શણગાર લઇ આવનારા તને પુનર્લગ્ન કરવાનો માર્ગ બતાવી તારા સુખમાંજ લાભ લેનારા અને તને સર્વ જાતની સ્વતંત્રતા આપી પુરૂએ તારા ઉપર અદ્યાપિ જે જુલમ ચલાવ્યો છે તેમાંથી તને છોડાવવાને હુંપદ ધરનારા જે પોકાર ચારે તરફ કરી મુકે છે તે ઉપરથી તે તું હવે કઈ રીતે ઉણી રહી હોય એમ અમને લાગતું નથી પણ જેમ એ વિચાર ક્રરનારાઓ પોતાના તરંગ માત્રમાં દોડયા જઈ ખરી વાત સાથે કલ્પનાને સરખાવતા નથી તેમ અમે કરવા રાજી. નથી. તુ' ઉણીતા નથી એમ કલ્પનાએ સંકુલના કરતાં ફલિત થાય છે, પણ તે વાત્ત સિદ્ધ gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 47450