પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૯ સુદર્શન ગદ્યાવલિ. ઉંચા પ્રકારની કેળવણીને લીધે આવી સ્થિતિ ઉપજી આવી છે ? હું તો એમ ધારું છું કે એથી ઉલટી વાત સાચી છે. ઉંચા પ્રકારની કેળવણીથી એકલા હિંદુસ્તાનમાંજ આવી અસર નીપજી હોય તે તે એક નવાઈ જેવો દાખલો ગણાય. બીજા દેશના અનુભવથી આપણે જાણીએ છીએ કે મહેનત મજુરી કરવામાં લાજ છે એવા વહેમ અજ્ઞાનથી ઉપજે છે, અને કેળવણીના પ્રસારથી તે આછા થઈ ધંધો રોજગાર વૃદ્ધિ પામે છે. વળી જે ઉંચી કેળવણીજ આવી લાજનું કારણ હોય તો તેવી કેળવણી ન લીધેલામાં તો તે લાજ નજ હોવી જોઈએ. પણ એમ છે નહિ; ભીખ માગવા કરતાં મજુરીથી અભણુ લકે પણ ખુશી નથી એવું આપણે હિંદુસ્તાનમાં જોઈએ છીએ. ખરી વાત એ છે કે ધંધાને અંગે પડતી મહેનત અને મજુરીની હીટ હિંદુઓને અંગરેજી કેળવણી મલવા માંડી તેના પણ પહેલાંની ઘણા જુના વખતની છે; મન્વાદિએ બ્રાહ્મણાદિ વર્ણને ધંધા રોજગાર કરવાનો પ્રતિષેધ કરી વર્ણાશ્રમની ગંધ માણસના નાકમાં ઘાલી દીધી છે ત્યારની છે. સર ભાવનગરી કહે છે કે ઉંચી કેળવણીએ ઉદ્યોગની વૃદ્ધિમાં વિન પાડયું છે, પણ એવું છે જ નહિ, હિંદુસ્તાનમાં અત્યારે જે કાંઈ સારા પ્રકારનો ઉદ્યોગ છે તે એ કેળવણીના પ્રતાપથીજ ઉદ્ભવ્યો છે. યુરોપીઅન કેળવણી અને યુરોપીઅન સંસારવ્યવહારની ભાવનાએ હિંદુઓને આપવા કરતાં તેમની અતિ પ્રાચીન છીટ સુધારવાને બીજો એકે રોજ નથી. હિંદુસ્તાનને ઉંચી કેળવણીની કઈ વિશિષ્ટ પદ્ધતિ સરકારે આપેલીજ નથી. અંગરેજો અને સ્કેચમેને પોતાનાં બાળકોને જે કેળવણી આપે છે તેની તેજ તે છે; અને તેના બલથીજ ધંધા ઉપરની છીટ ઓછી થતી જાય છે. મુંબઈ અને કલકત્તામાં ઘણા કેળવાયેલા જવાનો, નેકરી ન મળતાં, હલકા લોકો જે ધંધા ચલાવતા તેવા ધંધામાં જોડાતા જાય છે. આવી આશાજનક સ્થિતિને સમયે જે હિંદુસ્તાનની ઉંચી કેળવણીની પદ્ધતિમાં આપણે કાંઈ પણ દાખલ કરીશુ તે જે મન્વાદિએ વર્ણવ્યવસ્થા અને વર્ષના અંગની છીટ લેકેના મનમાં દાખલ કરી દેશને પછાત પાડેલ છે તેમનાજ હાથમાં આપણે હિંદુસ્તાનને પાછો સાંપવા જેવું કરીશું. પરંતુ એ સંબંધે આપણા વિચાર ગમે તેવા હોય તથાપિ ઉંચા પ્રકારની કેળવણી તો હિંદુરતાનમાં અતિશય આવશ્યક છે, પ્રથમ તો આપણા રાજયને જ તે આવશ્યક છે. ઉંચી કેળવણી પામેલા દેશાઓ ઉંચા દરજજાની નોકરીમાં જોડાય નહિ તો આપણને ઘણી ખોટ આવે. લોર્ડવીલીયમ બેંટિકના સમયમાં તીજોરીમાં ખોટ હતી તે તેણે આ યુક્તિથી મટાડી એટલું જ નહિ પણ ઉલટ વધારે કાઢી બતાવ્યો. એટલું જ નથી પણ જે પદ્ધતિથી આપણે હવણાં હિંદુસ્તાનનું રાજ્ય ચલાવીએ છીએ તે પદ્ધતિ પણ ઉંચી કેળવણુને અભાવે અશક્ય જેવી થઈ પડે. બીજી વાત એ છે કે એ કેળવણી આપણા પોતાના વ્યાપારને માટે પણ આવશ્યક છે. દેશીઓની માધ્યસ્થી વિના આપણે વ્યાપારજ કરી શકીએ તેમ નથી. આપણે રાજ્ય કરી શકીએ કે પૈસા પેદા કરી શકીએ તે અર્થ ઉંચા પ્રકારની કેળવણી આવસ્યક છે એ કરતાં વધારે ઉંચા સ્થાનથી જોઈએ તો, ત્રીજી રીતે, હિંદુરતાનની ઉન્નતિને અર્થ પણ એ કેળવણી આવશ્યક છે. પ્રથમે લાંચ ઈત્યાદિથી વિમુક્ત દેશીઓ મળવા કઠિન પડતા, આજ તેવા પુષ્કલ મળે છે. એ કેળવણીએ વળી નારીજાતિની સ્થિતિને ઉન્નત કરવામાં બહુ સાહાય કરી છે. દેશની માનસિક ઉન્નતિ આ પ્રકારે ઊંચા પ્રકારની કેળવણીથી થવાનો સંભવ છે એટલુજ નહિ પણ ધંધા રોજગારના ઉત્તજન માટે, વ્યાપારમાટે હિંદુસ્તાનને તે અતિ આવશ્યક છે, anahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust 50850