પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગજરાતી શાળાઓનાં ધારણા, ૫૩ શાસ્ત્રીય વિષયે માટે પણ તેવા પ્રયત્ન થયો નથી. રાજાનાં નામ અને બનાવેલાં વર્ષ ગેખવાં એ ઇતિહાસનું જ્ઞાન નથી એમ સર્વ કેાઈ સમજે છે. તે તે સમયની જનસ્થિતિ અને તેના પ્રતિબિંબરૂપ રાજ્યસ્થિતિ એ ઇતિહાસનું સ્વરૂપ છે અને તેવી દૃષ્ટિથી લખેલે એક પણ ઇતિહાસ આપણી ભાષામાં નથી એ બહુ ખેદની વાત છે. બાલકો ગુજરાતના ઇતિહાસને ગેખે છે પણ તેમાં નામ અને વર્ષ સિવાય કાંઈ નથી. શું ગોખે છે, શાના વિષે ગોખે છે, શા અર્થ ગોખે છે તેનું તેમને કાંઇ જ્ઞાન નથી. ભરતખંડનો ઈતિહાસ હંટર સાહેબના લધુ ઇતિહાસનું ભાષાંતર છે તે પણ એવું વિલક્ષણ અને કઠિન છે કે છોકરાઓ કશું સમજ્યા વિના ગોખી લે છે. રસ અને ઉપગની દૃષ્ટિથી રચેલાં ઈતિહાસનાં પુરતક વિના એ વિષય ઉપરની મહેનત વ્યર્થ જેવી જ છે. અને અમારું માનવું તો એમ પણ છે કે જ્યાં સુધી બાલકને સમાજ એટલે શું, અને સમાજ તથા રાજ્યના સંબંધ એટલે શું તે સમજવાની અને તેના ઉપર કાંઇક તર્ક કરવાની થોડી પણ શક્તિ આવી નથી ત્યાં સુધી તેને ઇતિહાસ શીખવવાના આરંભજ કરે નહિ. છેક પાંચમા કે છઠ્ઠા ધોરણથી ઈતિહાસ, અને તે રસ અને ઉપગની દૃષ્ટિથી લખેલે ઈતિહાસ શીખવો જોઈએ. પેતાના દેશનું અને સ્થિતિનું જ્ઞાન થાય એજ ઈતિહાસને હેતુ નથી, એ ઉપરાંત રાજકીય અને સમાજિક સ્થિતિ અને વૃદ્ધિના સ્વરૂપનું એકંદર કાંઈક ભાન થાય એ પણ ઇતિહાસ ભણવા ભણાવવાનો હેતુ છે. અને પદાર્થવિજ્ઞાન આદિ શાસ્ત્રીય વિષયોનાં અંગરેજી પ્રાઈમરાના તરજુમા જે હાલ શાલાએમાં ચાલે છે તે પણ એક કરતાં વધારે કારણોથી કેવલ નકામા છે. ભાષાન્તર કરનારા તે તે વિષયના પારને સમજેલા નહિ એટલે અક્ષરમાત્રનું ભાષાન્તર કરેલું જેથી મૂલના આશય અન્યથા થાય ન થાય તે ઉપરાંત મૃલની સરલતા પણ ન સચવાય અને સ્પષ્ટ ઉપદેશ ન થાય એ સમજવું સહજ છે. વાંચનમાલાનો પુનરુદ્ધાર કરતી વખતે આ બે વિષયો ઉપર પણ અવસ્ય લક્ષ દેવા જેવું છે. રણની યોજનામાં, સુપીરીઅર શાલાનાં ધોરણમાં એક સાતમું ધોરણ ઉમેર્યું છે, અને એટલેથીજ કેળવણી બંધ કરનારને, ગુજરાતી સાહિત્યના સંબંધમાં આણી મૂકવાનો યત્ન થયો છે, તે યથાર્થ અને ઉપયોગી છે. એ વિચાર માટે સમાજને ખરેખર ધન્યવાદ ઘટે છે. અમેએ બહુ વાર એને એ આગ્રહ દર્શાવેલ છે કે ગૂજરાતી કેળવણીના ક્રમ, એક રીતે, તેટલેથીજ અભ્યાસ બંધ કરનારને, છેક અધુરીઆ જેજ રવડતા મૂકી દે છે, તે ન રહે જોઈએ. આ સમાજે તેવા વિચાર ઉપર આવી સાતમા ધોરણની વ્યવસ્થા રાખી છે તે ઠીક કર્યું છે. ગ્રામ્યશાલાનાં ધારણામાં ૬ ઈતિહાસ’નો વિષય દાખલ કરવામાં આવ્યા નથી એનું સ્પષ્ટ. કારણ સમજવામાં આવતું નથીઉપલાં બે ધારણોમાં પણ થોડુંક એ વિષયનું સામાન્ય જ્ઞાન અપાવું જોઈએ. કન્યાશાલાનાં અને ઉર્દૂશાલાનાં ધરણામાં બહુ ફેરફાર નથી, પણ તેની યાજ ના જેમ છે તેમ ડીકજ છે. e લાંબા સમયથી ગૃજરાતી તેમજ અંગરેજી બધી શાલાની એકંદર કેળવણીને માટે જે મુખ્ય ફરીઆદ છે તેને સુધારવાને સમાજ કાંઈ કરી શકી નથી એટલું જ નહિ પણ તે ઉપર સમાજનું લક્ષ ગયું હોય એમ જણાતું નથી. બાળકો અને બાલકીએ ધમ તથા નીતિનું શિક્ષણ પામી શુદ્ધ ચારિત્રને ચહાતાં થાય એ અર્થે આપણા દેશની કેળવણીમાં કાંઇજ યોજના નથી; શાલાની કેળવણી અને ગ્રહની કેળવણી હાલના સમયમાં પરસ્પરને sanahi Feritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3/50