પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૪૫૪ સુદર્શન ગદ્યાવલિ, વિરાધી રહે છે અને નારિતકતા તથા આરિતકતાના વિરોધમાંથી કાંઈ પણ નિશ્ચય વિનાનાં અને શિથિલ ચારિત્રવાળાં યુવક અને યુવકીઓ નીપજ આવે છે; અર્થાત ગૃહની કેળવણી ચારિત્રના વિષયમાં કશું સિદ્ધ કરી શકતી નથી અને શાલામાં તે અપાતી નથી એવી સ્થિતિ છે. વળી કન્યાશાળામાં ભણતી બાલકીએાને તે એ કરતાં આગળ ભણુવાનો સંભવ ન હોવાથી તેને બાર તેર વર્ષે સર્વ પ્રકારના વ્યાવહારિક જ્ઞાનનાં મૂલ તો મળી જાય તેમ થવું જોઇએ. ગૃહ અને ગૃહિણીના વિચાર તેના મનમાં ખુણે ખાચરેથી ભરાય તે કરતાં નીતિના અંગરૂપે શાલામાંથીજ તેના શીખવામાં આવે તો ઘણો લાભ થાય. સમાજે શરીર અને બુદ્ધિની કેળવણી ઉપર પરિપૂર્ણ લક્ષ આપ્યું છે, પણ હૃદયની જે કેળવણીમાં શ્રદ્ધા આજ્ઞાકારિત્વ, નિશ્ચય અને સદાસના પેદા થઈ ચારિત્ર નીપજી આવે છે તે ઉપર તેમજ જે ગૃહવ્યાપારની બાલાઓ અધિષ્ઠાત્રી થવાની છે તેના ઉપયોગી મૂલસ્વરૂપ ઉપર કાંઇજ લક્ષ આપ્યું નથી. એની એ જૂની દલીલ આની સામે આણી શકાય એવી છે કે ધર્મ અને નીતિની બાબતમાં આ દેશનું કેળવણી ખાતુ કાંઈજ કરી શકે એમ નથી, કારણ કે ઘણા ધર્મોની વચમાં પરધર્મ રાજ્ય પિતાની મધ્યસ્થતા સાચવવી એજ ઉચિત છે. આ દલીલની યોગ્યતા વિષે અમે શંકા દર્શાવતા નથી; પણ જેમ પદાર્થવિજ્ઞાન આદિના શિક્ષણથી, કેવલ જડના સંધાત તથા સંયોગથીજ વિશ્વ અને વિશ્વવ્યાપાર સંભવે છે, જડપરમાણુના આઘાત પ્રત્યાઘાતમાંથી વિચાર અને ભાવના જન્મે છે, સાહચર્ય ( association ) અને પરંપરાને યોગે ચારિત્ર ઘડાય છે, એ આદિ બુદ્ધિવિલાસે શીખવવામાં આવે છે, કે શિક્ષણના પાયા રૂપે માની લેવામાં આવે છે, અને ચૈતન્ય એવી સ્વતંત્ર શક્તિ છે તથા હૃદયમાં તેનું સ્થાન હોઈ તે દ્વારા પ્રેમમય કર્તવ્ય અને ચારિત્રના ઉદ્દભવ છે એ વાત ઉપર પરોક્ષ રીતે અશ્રદ્ધા કરવામાં આવે છે, તેમ જડ અને જડના વિલાસની યોગ્ય કીમત સમજાવી ચેતન્ય અને ચૈતન્યના શાસ્ત્ર ઉપર યોગ્ય શ્રદ્ધા સારી શકાય તેવું શિક્ષણ કાઈ પણ ધર્મને પ્રતિકૂલ થાય અથવા પધમાં રાજ્યના ધર્મ માધ્યને હાનિકારક નીવડે એમ માની શકાતું નથી. બાળકોને અને બાળકીઓને વેદ, પુરાણ, બાઇબલ, કુરાન સર્યની સમજી શકાય તેવી હકીક્ત નિષ્પક્ષપાતપણે અને શ્રદ્ધાપૂર્વક કહેવાથી, અથવા પ્રાચીન મહાત્માઓને સ્ત્રી પુરુનાં ચરિત્રે નિરૂપી તેમાંથી બાલક બાલકીએ સ્વતઃ શ્રદ્ધા ચારિત્ર અને સદાસનાનો સૌર ઉપજાવી લે તેવી યોજના રાખવાથી, ધર્મના માધ્યસ્થનો ભંગ થવાનો લેશ પણ અવકાશ અને ભાસતા નથી. અને આવા વિપયાની આ પ્રકારે વ્યવસ્થા કરવાની વાચનમાલામાં પુષ્કળ જગે પણ છે. માર્ચ ૧૮૯૮ વેરાવળ શિક્ષક સમાજ, (૧૦૫) આ કાઠીઆવાડના એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર મે. તરખડ સાહેબ કેળવણીના કામમાં જે ખંતથી લક્ષ આપે છે તે તેમના અધિકારને ઘણીજ શાભા આપનારી છે. બાલશ્કેાનાં મનને ! જીદગીની વિકટ યાત્રામાં નિશ્ચય, સાહસ અને વિશુદ્ધિથી પ્રયાણ કરવાને તૈયાર કશ્યાનું કામ andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 4,50