પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ઇન્ટરનેશનલ એરિએન્ટલ કૅન્ચેસ, ૪પ૭ કર્યા નથી એ દિલગીરી ભરેલું છે. ધર્મનું શિક્ષણ શાળાઓમાં આપી ન શકાય એવી જે પ્રાચીન દલીલ છે તે યથાર્થ નથી એમ દર્શાવી ધર્મ અને નીતિનું શિક્ષણ અમુક રીતે આપી શકાય એમ દર્શાત્રવાને અમાએ માર્ચના અંકમાં યત્ન કરેલ છે, અને મે. તરખડ સાહેબ જેવા કાર્યનિમગ્ન નરને એક સૂચના આપવી ધારેલી છે. મે-૧૮૮૮ ઇન્ટરનેશનલ ઓરિએન્ટલ કોન્ટેસ, | ( ૧૦૬ ) વિદ્યાની વૃદ્ધિ કરવા પાછળ પાશ્ચાત્ય પ્રજાઓ આજકાલ જે લક્ષ આપે છે તેના સહેસ્ત્રાંશ પણ આપણા લોકો સમજતા નથી. વિદ્યાથીજ બધું નીપજે છે, વિદ્યા એજ આ જગતનું અને પ્રતિમનુષ્યનું જીવન છે. યુરોપ અમેરિકામાં વિદ્યાની એવી સારી ગણના થાય છે કે વિદ્યાદેવીના ઉપાસકે તે દેશમાં સમર્થ રાજદ્વારીઓ કે સમૃદ્ધિવાન શ્રીમાનાના જેટલું કે તેથી અધિક માન પામે છે. સરસ્વતીના ભકતને કશી વાતની ખ્યન હોતી નથી. એ દેવીની ઉપાસનાથી અનેક ભકતે સમૃદ્ધિવાન, કીર્તિવાન , ન્યાયવાન થઈ ગયા છે, ને થાય છે, તે બધું પાશ્ચાત્ય દેશમાં જ. એજ ચિત્રની બીજી બાજુ જેવી હોય, વિદ્વાનોને ભીખારી જેવા, હીનત્વવાળા, જેવાને વિચિત્ર ખેલ નિહાળો હોય તો આધુનિક આર્યાવર્ત, હિંદુસ્તાનને જ જુઓ. ખરૂં છે કે સરસ્વતીને ઉપાસનાર કદાપિ નિષ્ફલ થતા જ નથી, પોતાની ભકિતને અનુપમ નાનું મોટું ફલ પામે છે. પણ જયાં તે દેવીની ખરી કદર થતી ન હોય ત્યાં તેનો વાસ કયાંથી હોય, ને તે ન હોય ત્યારે તેનેજ આધિન એ આ વિશ્વને વૈભવ પણ તેવા હતભાગ્ય દેશને કયાંથી પ્રાપ્ત થાય ? વિદ્યાની વૃદ્ધિ કરવી વિદ્વાનોનું કામ છે. તેને ઉત્તેજન આપી સહાય થવું એ શ્રીમાનોનું કામ છે. શ્રી સરસ્વતી એ ઉભયના યોગથી સુખશાન્તિ અને ઉન્નતિ ઉદ્દભવે છે. આ યોગ પાશ્ચાત્ય દેશોમાં બહુ સારી રીતે નજરે પડે છે. ત્યાં વિદ્યાને લક્ષ્મી તરથી બહુજ સારું ઉત્તેજન મળે છે. વિદ્યાની વૃદ્ધિ થાય, અને તેદ્વારા જગતને કાંઈ લાભ થાય એવા ઉદ્દેશથી, તે દેશમાં ભિન્ન ભિન્ન વિદ્યાઓના ઉપાસકોને ભિન્ન ભિન્ન શ્રીમાના અનેક રીતે સહાય થાય છે. વ્યાપારકલા, શિલ્પકલા, રસાયનશાસ્ત્ર, ખગેલશાસ્ત્ર, ઈત્યાદિ અનેક ઉપયોગી વિદ્યાઓના સમજનાર સમજાવનારનાં મંડલ હોય છે, ને તે એક એક એવાં પ્રતિષ્ઠિત હોય છે કે તેમાંના કોઈમાં એક સભાસદ હોવું એજ બહુ માનની સંજ્ઞા મનાય છે. પણ આવાં મંડળ ચોપડીઓ બનાવનારા પાંચપચાસ ભેગા મળીનેજ થયેલાં હોતાં નથી. તેમને દ્રવ્યની મદદ જોઈએ તે પ્રાયશઃ રાજાઓ, શ્રીમાન, અને ધણીવાર સામાન્ય લોકો, તરફથી મળે છે. આવાં સ્થાયી મંડલે પ્રત્યેક યુરોપીઅન દેશમાં અનેક છે; ને તે દ્વારાજ ઘણા પ્રખ્યાત શોધ. ધણી ઉત્તમાત્તમ કલાઓ, ધણુ અમુલ્ય પુસ્તકૅ પ્રકટ થાય છે. આથી જે લાભ થાય છે તે માત્ર જે દેશમાં તેવી મંડલી હોય તેને જ થાય; તેમ પોતાના મંડલમાં જે ન થઈ શક્યું હોય ને અન્યત્ર થઈ શકયું હોય તેનો લાભ પણ મળે નહિ. આ સંભવ દૂર કરવા માટે એવીપણુ યોજના રાખવામાં આવે છે કે દેશે દેશના અમુક વિષયમાં પ્રવીણ પુરુષ કોઈ એક સ્થલે પ્રતિવર્ષ કે અનુલ હોય તેટલા અંતરે ભેગા મળે, ને ત્યાં પોતાના અનુભવ શેાધ ઈયાદિ પ્રકટ કરી, અજેન્યની વિદ્યા કુશલતાથી વિજ્ઞાત થઇ, સ્નેહ ભાવમાં વૃદ્ધિ કરી, જુદા પડે. આવું એક દેશ કે એકજ નિયમિત કાલને નિયત નહિ, પણ કોઈપણ સ્થલે ને કોઈપણ સમયે થાડા સમય માટે મલનાર મંડલ તે “ કોન્ટેસ ” એ નામથી એલખાય છે. જે દેશકાળાદિથી નિયત મંડલે છે તે “ સોસાઈટી” ઇન્સ્ટીટયુટ ” ઇત્યાદિ નામથી Ganahl Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 1850