પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૮ અને ગદ્યાવલિ, પ્રાયશઃ વ્યવહરાય છે. જેમાં એકજ દેશના નહિ પણ સર્વ દેશના વિદ્વાને આવે તે ઇન્ટર નેશનલ કોન્ટેસ કહેવાય છે. જુદા જુદા વિષયની જુદી જુદી સૈસાઈટી કોન્ટેસ એમ થાય છે. તેમાં રીઍટલ એટલે પૂર્વનાં અથોત આપણા તરફના દેશોનાં ભાષા ઇત્યાદિના શોધથી શું શું સિદ્ધ થયું છે તે જાણુનાર શોધનારની પણ મહાટી સંખ્યા યુરોપમાં છે. આપણે આશ્ચર્ય પામીશું કે 'ખેદ પામી નીચું જોઈશું, કે આપણાં વેદ, પુરાણ, દર્શન, સ્મૃતિ, કાવ્ય, નાટક, લેખ, શિક્ઝા ઇત્યાદિ વિષે આપણે નથી જાણતા એટલે તેઓ જાણે છે; કિબહુના આપણાંજ નહિ, પણું આરબી, ફારસી, હિબ્રુ, ઈશાન, ઈત્યાદિ સર્વનું !!! આવી સાર્વદેશિક મંડલી ધણું કરી પ્રતિતૃતીય વર્ષ મળે છે. તેને નિયત સ્થાન નથી. લંડન, લીડન, બલિન, વીએના, એમ જુદે જુદે સ્થલે તે મળતી આવે છે કે આ વર્ષે તે સ્વીડનના સ્ટેકહામ શહેરમાં મળનારી છે. આકોગ્રેન્સ આઠમી કોન્ટેસ છે. જયાં જ્યાં તે મંડળી મળે છે ત્યાં ત્યાંના રાજા તેને આશ્રય આપે છે, ને તેના પેટન, ” કે પ્રમુખ પણ થાય છે, એજ પ્રમાણે સ્વીડનના શહનશાહ આ વખતની કોન્ટેસના “ પેટર્ન ” છે. એ મંડલમાં અત્રેના તેમજ બધી દુનિયાના તાસંબધ વિદ્વાનોને નિમંત્રવામાં આવે છે. આપણા દેશના ઘણા વિદ્વાનો ઉપર નિયંત્રણો આવે છે. આપણુ પ્રખ્યાત પંડિત ભગવાનલાલ લીડનની કોંગ્રેસ તરફથીજ પી. એચ. ડી. ના ખેતાબ પામ્યા હતા. પ્રોફેસર ભંડારકર પણ વીએના તરફથી તેજ ઇલકાબ પામ્યા છે. અત્રેના રાજા રજવાડાને તેમ સરકારને પણ પોતાના તરફથી કોઇને મેકલવા હમેશાં સૂચના કરવામાં આવે છે. • આ મંડલના કાર્ય સંબંધી એવો નિયમ હોય છે કે જેટલી ભાષાઓ વગેરેના શોધ જણાવ'વાના હોય તેટલી કમીટીઓ નીમવામાં આવે છે ને તે દરેક કમીટીમાં તત્સંબદ્ધ વિદ્વાને પાતા તરફથી આણેલાં લખાણ ઈત્યાદિ વાંચે છે. પછી એક બે જનરલ સભાઓ થાય છે, તેમાં પણ ટુંકા ટુંકા લેખ વાંચવાની છૂટ હોય છે. વિદ્વાનો પોતાના ગ્રંથ ઈત્યાદિ પણ રજુ કરી શકે છે. આ બધુ થઈ રહ્યા પછી અન્યોન્યનાં નેહસંમેલન ખાન પાનાદિથી થાય છે. આ બધી બાબતને એક સારે રીપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવે છે, ને જેટલા મેંબર હોય તે સર્વને એક એક પ્રતિ મળે છે. મેંબર થવાની ફી ઘણુ કરીને રૂ. ૮) હોય છે, ને આ વખંત તા તેટલીજ છે. ૧ એવી પણ સગવડ હોય છે કે જે દેશમાં કાન્ચેસ મળવાની હોય તે દેશોના રાજાઓ પોતાની દેશી સ્ટીમરો કે રેલવેએવાળા પાસેથી કોંગ્રેસમાં આવનારાનું ભાડું ઓછું કરાવે છે; તે તેને કંપનીઓવાળા પણ તેમ કરે છે. પોતાને ખરચે ઉતરવા ખાવા, પીવા, નો બહુ ઉત્તમ પ્રકારનો યોગ કરવામાં આવે છે. આ પ્રકારે ઇન્ટરનેશનલ ઓરિએન્ટલ કાન્ચે સનું કામ ચાલે છે, ને તે પ્રતિ તૃતીય વર્ષ મળે છે. અહો ! શે વિદ્યાને માટે વ્યય ! શી ઉદારતા ! શી તપરાયણતા ! શો આગ્રહ ! શું

  • એવાં પ્રખ્યાત ઘણાં છે, રોયલ સોસાયટી, કેમીકલ રીસર્ચ સોસાટી, જેમાફીક્લ સાસાઇટી, મીકેનીસ ઈન્સ્ટીટયુટ, સાઈકીકલરીસર્ચ શાસાઇટી ઇત્યાદિ. પ્રત્યેક શાસ્ત્ર, કલા, વિદ્યાને માટે જુદાં જુદાં છે, તે દરેક દેશમાં કોઇરૂપ પણ હોય છે.

+ આ પત્રના તંત્રીને કાઠીઆવાડ તરફથી મોકલવા વીએના કાન્ચેસમાંથી માગણી થઈ હતી, પણ અનેક અંતરાયથી તે જઈ શક્યા ન હતા. આ વખતે પણ તેમને નિમંત્રણ છે.' વડોદરાના મહારાજએ પિતા તરફથી રા. રા. હરિલાલ હર્ષદરાય ધવને આ વખતે માલા છે:-વ્યવસ્થાપક. ૧ એ ફીના રૂપિયા હીંદુરતાન ખાતે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજના સંસ્કૃત પ્રોફેસર દામ્પીટરસનને ભરવાથી મેંબમાં નામ નોધાશે.-વ્યવસ્થાપક. Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 8/50