પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 દેશાભિમાન, સાહસ ! શી યોજના ! આમાંનું કાંઈપણુ આપણા દેશમાં છે ? પૈસા હોય તો કરે જમણુવારે, નચાવે રાંડે, ઉડાવ મફતનાં માન લેવા માટેની લાંચામાં, પણ વિદ્યાને નામે તો મી’કુંજ ! ! બીચારા વિદ્યાને પણ કયાં પડયા છે ? તેમને ગણે છે કાણુ ? પ્રખ્યાત ભર્તુહરિનું હૃદયભેદક મામિક વચન ક્ષીણ થતા વિદ્વાનોને આશ્વાસન છે. પણ તેજ આપણી સ્થિતિનું શાકકારક ચિત્ર છેઃ न नटा न विटा न गायका न परद्रोहनिबद्धबुद्धयः। नपसद्मनि नाम के वयम् कुचभारानमिता न योषितः॥ ખરેખર કુચભારા નમિત પિતના જેટલા પણ વિદ્વાનનો આદર નૃપના ભવનમાં નથી જ નથી ! ! ત્યારે આર્યભૂમિ ! તારા અસાધ્ય કષ્ટને તારામાંજ સમાવે; આર્યગિરા ! તું તારા વાદથી તારાજ ઉચ્છેદ કર; આયબંધુઓ ! તમારી માતાના શાપથી નિર્મુલ થાઓ. જયાંસુધી શ્રીના મદને લીધે સરરવતીના તિરરકાર થાય છે ત્યાં સુધી કોઈ પણ દેશ ઉન્નત થયા નથી, થતો નથી, થનાર નથી. જુલાઈ-૧૮૮૯ દેશાભિમાન, ( ૧૦૭ ) એક કહે છે કે મારું જે હતું તે સારું હતું, તેને જેમ તેમ સાચવવું, તેજ ઉત્તમ છે; બીજા કહે છે મારું જે છે તે ખરાબ છે, નવી વાત સારી છે, તેનેજ દાખલ કરવી. બન્ને પક્ષ વાળા પોતપોતાને સ્વદેશાભિમાની કહેવરાવવાનું માન રાખે છે પણ તટસ્થ વિચારવાન જોઈ શકશે કે ખરી વાત આ બંને વાતની વચમાંજ રહી ગઈ છે, ને તે એ બન્નેના લક્ષમાં આવી નથી. - જ્યારે વાત ચડસાચડસી ઉપર આવી જાય છે ત્યારે પક્ષકારે ભાન ભુલીને ગમે તેમ પોતપોતાના પ્રતિપક્ષીને પેટ દેખાડવાના ઉપાય ઘડે છે. આવી માનુષનિર્મલતા શોચનીય છતાં, સત્યના નામનીચે ચાલવાનો ડોળ રાખનારમાં પણ થોડી હોતી નથી. પણ સત્યના પાયે જુદીજ રીતે રચાયેલા છે. તે પક્ષપ્રતિપક્ષના ડોલતા પથ્થર ઉપર ચાટે નથી, કે મનના આવેશની રાખ માત્રને બનેલ નથી. સત્ય શું છે એ નક્કી કરવાનાં સાધન પણ કલ્પના અને છવાદ તે નથી, પણ વરતુગતિનું યથાર્થ સ્વરૂપ અવલોકવામાંથીજ સત્યનું દુશેન અને છે. એવા સત્યના નિશ્ચય માટે બદ્ધપરિકર સુજને તે સત્યને અત્રત્ય વેદ પુરાણમાં દેખે, કે પાશ્ચાત્ય બાઇબલ કેબાલામાં દેખે, કે ગમે ત્યાં દેખે, તેને માટે કશી દરકાર નથી તે સત્ય સત્યજ છે એટલીજ દરકાર છે, ને તેટલા માટેજ ગ્રાહ્ય છે. e એ સત્ય આર્ય તત્વશાસ્ત્રમાં છે, હિંદુસ્તાનના પ્રાચીન ગ્રંથોમાં છે, એમ કેઈને લાગે ને તે તે પ્રમાણે માની જાહેર કરે, સિદ્ધ કરે, બતાવે, તે તેટલાથી એમ નથી કહી શકાતું કે તેમ કરનારને દેશાભિમાનની ખાટી લાગણી થઈ છે. દેશાભિમાનનો અર્થ એ ખોટો સમ જ્યો છે, માટે તે માણસ જે તે પ્રકારે પોતાના દેશને આગળ કરવા યુક્તિઓ રચે છે. આ હું બોલનાર પોતાની આંખમાંના મોતીઓ સામાની આંખમાં દેખે છે. જે અદ્વૈતને માનનાર અને સત્યમાત્રને જયાં હોય ત્યાંથી શોધનાર છે તેને અભિમાન એવીજ વાત સંભવતી નથી, ૧ ભાવાર્થા—” કરીએ ? રાજભવનમાં અમારે હીસાબ કાણુ ગણે ? અમે નથી નટ, નથી વિ૮ (સ્ત્રીઓ લાવી આપનાર), નથી ગવૈયા, નથી પરહ કુશલ, તેમ અરે ! નથી સ્તનનાભારે જરા નમી ગયેલી ચિત્તાકર્ષક શ્રી પણ ! ! રાજાને ઘેર અમને કોણ પૂછે ? Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 9750