પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શને ગયાવલિ. તો દેશાભિમાન કે જાત્યભિમાનની તો વાતજ કયાં ? જે કાંઈ અભિમાન હોય તેમને તે માત્ર સત્યાભિમાન છે. પરંતુ જે લોક, તેમને માથે જુઠા આક્ષેપ ચઢાવે છે કે જુઠા દેશાભિમાનથી ઠગાઈ જાનાં પેથાં થથાંને મારી મચડી સાચાં ઠરાવવા તે મથે છે, તે પોતેજ દેશાભિમાનથી ઠગાયલા છે. તેમના ધારવા પ્રમાણે એવું હોય એમ લાગે છે કે આ દેશને અમુક આચાર વિચારની પદ્ધતિથીજ લાભ છે માટે તેજ અત્ર દાખલ થાય છે, જેને તે ખરે કહે તે દેશાભિમાન છે. અહૅત માનનારને ખરો કે ખેટો એકે દેશાભિમાનજ નથી, તેને તે પોતે જે સત્ય શોધે છે તે મુસલમાન, પારસી, ક્રીસ્ટ્રઅન, જેનામાં હોય ત્યાંથી ગ્રાહ્ય છે, એટલે તે કોઈ એક દેશકે એક ધર્મને વળગેલેજ નથી. પણ પ્રતિપક્ષીઓ જેમાં દેશાભિમાન માને છે તે વાત કવચિત પર ધર્મને કે પરદેશીય વિચારને મળતી હોય, ને તે કઈ બતાવે ત્યારે ગર્જના કરી તેને નિષેધ કરવા ઉભા થાય છે તે, કલ્પિત દેશાભિમાનથી જે સત્ય પરામુખ સંકોચ વૃત્તિ બંધાય છે તેનું પ્રત્યક્ષ દર્શન કરાવે છે. પ્રાર્થનાસમાજને અને ક્રીરચીનીટીને કાંઇ મળતાપણું છે એમ જે કહેવામાં આવે છે, ને જેનો પ્રાર્થનાસમાજવાળા માટે અવાજે નિષેધ કરે છે, તેને ઉદ્દેશીને આ મારૂં લખવું થાય છે. જો કે કોઈ પ્રકારના કપિત દેશાભિમાનથી કેટલાક સમાજમાં આવા નિષેધ કરે છે છતાં તેમના અગ્રણી પ્રખ્યાત દા ક્તર ભંડારકર તે સત્ય વાત સ્પષ્ટ કહે છે કે “ The Brahmo movement was the resultant partly of the revival of Sanskrit learning in the country, and partlyof the contact of Christianity with Hinduism. It was an attempt at effecting a compromise between two religions brought face to face” (Bombay Gazette 9th april 1891 )* - પિતે દેશાભિમાનની બાબતમાં ગમે તેવા નિયમો રચવા, કુ૯૫વા અને વેદ શાસ્ત્રાદિનાં બને તેટલાં વચનોને પણ તે કલ્પનાને માર્ગ, પ્રાચીન ટીકાકારની વિરુદ્ધ થઈને પણ ઉતારવાં, એ ખાટા દેશાભિમાનથી હગાયાનું પરિણામ ? કે કેવલ સત્ય પરાયણ રહી પારકું પોતાનું સર્વત્ર જ્યાં સત્ય હોય ત્યાંથી સ્વીકારી, પ્રાચીન ટીકાકારોના આશયને અનુસરતાં વેદ શાસ્ત્રાદિમાંથીજ તે સત્ય જડે તેમને સત્ય કહી, જે વર્તે છે તેનું વર્તન દેશાભિમાનની ખાટી લાગણીથી ઠગાયાનું પરિણામ ? ક૯૫નામાત્રથી દલીલે રચવી અને સાંભળનારની લાગણીને ઉશ્કેરી, સામી વાતને ખેતી ઠરાવવા સારૂં', સાંભળનારની બુદ્ધિની આંખમાં ધૂળ નાંખવી, એ સત્યપરાયણ ખરા દેશાભિમાનનું લક્ષણ હાય એમ અમે ધારી શકતા નથી, એવા જુઠા દેશાભિમાન કે દેશકલ્યાણથીજ દેશ ખરાબ થાય છે. સપટેમ્બર ૧૮૯૧ સ્વરાજ્ય. ( ૧૦૮ ) આયોવતના લોકોને રાજકીય વ્યવહારમાં કેળવણી આપવાના ઉદ્દેશથી મહાન પ્રતાપી લેડરીપને સ્થાનિક સ્વરાજ્યના હક દેશીઓને આપે છે. મ્યુનીસીપાલીટી અને લોકલ ફંડ એ

  • * દેશમાં સંસ્કૃત વિદ્યાનું પુનરાવન થયું છે અને ક્રિશ્ચીઆનીટીના હિંદુધર્મ સાથે સંબંધ થયે તે, એ બેની વચ્ચેનો રસ્તો બ્રહ્મસમાજ છે. જે બે ધર્મ સામ સામે આવી રહ્યા હતા તેમનું સમાધાન એકમાં થાય તેવા એ ( બ્રહ્મસમાજ) પ્રયત્ન છે ”—મુબઈ ગેઝી. ટ, તા. ૯ અમલ ૧૮૮૧.

Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 10/50