પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સ્વરાજ્ય, ૪૬. બેની વ્યવસ્થા લોકોને પોતાના પ્રતિનિધિઓ દ્વારા કરવાની યોજના થઈ છે. ત્યાર પછી રાષ્ટ્રીય સભાના ભગીરથ પ્રયત્નને લેઈ ધારાસભામાં એકાદ પ્રતિનિધિ મેકલવાનો અને તે પ્રતિનિધિ થોડાક પ્રશ્ન કરી શકે એવા હક પણ મળ્યો છે. સ્થાનિક સ્વરાજ્યના ધરણને અનુસરી કેટલાંક મુગ્ય શહેરોમાં આનરરી માસ્ટેટની બેન્ચે પણ સ્થાપવામાં આવી છે. - આ વ્યવસ્થા કેટલુક થયાં ચાલે છે, અને સર્વ ઠેકાણે કોઈને કોઈ રીતે તેનો અનુભવ કરવાનો પ્રસંગ વિચારવાન સુજનોને આવી ગયેલ છે. એનાથી કેવા લાભ થયા છે તે જોવાનો સમય હવે આવ્યો ગણાય તો તેમાં કાંઇ બાધ નથી. સર્વથી પ્રથમે મ્યુનીસીપાલીટી તેમ ધારાસભા તેમજ લોકલબાર્ડ એ સર્વમાં ચૂંટણીનું ધારણ દાખલ થયું છે તેનીજ કેવી અસર થાય છે તે જોવા જેવું છે. ચુંટણીના ધારણની સર્વથી પ્રથમ અને વિચાર કરતાં દેખાઈ આવે તેવી અસર એ છે કે પ્રજાના સર્વે વર્ગના લોકોની સમાનતા થવાનો પ્રસંગ વારંવાર આણ. મૂલની સ્થિતિ એવી હતી કે અંગરેજ સરકારનું રાજ્ય થતા પહેલાં પેશવાઈ કે મુગલાઈના સમયમાં ગામ અથવા પરગણાંના ઈજારા રખાતા હતા, અને તેવા ઇજારદારેના વર્ગના માણસ દેસાઈ, વતનદાર, અમીન, ઈત્યાદિ નામથી ઓળખાતા. એ સમય વીતી ગયે અને અંગરેજી હકુમત ચાલુ થઈ ત્યારે પણ આવા દેસાઈ, વતનદાર વગેરેને તેમની સ્થિતિ પ્રમાણે સરકાર માન આપતા હતા. તેમની જમીન જાગીર કાયમ રાખતા હતા, અને સરકારમાંથી તેમને જે કાંઈ મલતું તે આપતા હતા. અસલના વખતથી આ લોકો વેઠ, વહીતરૂં કરાવનારા, મુલકના હાકેમ તરીકે વર્તનારા, અને રાજાના પ્રતિનિધિ જેવા હોવાથી સ્વાભાવિક રીતે બધી વર્ણ ઉપર ઘણા લાગવગ ધરાવી શકતા હતા. આ લાગવગ સરકારને પોતાને પણ અમલની શરૂઆતમાં ઘણો ઉપયોગી થયો છે, કારણ કે પ્રત્યેક પ્રાંત, દેશ કે ગામના એવા મુખ્યને માત કરવાથીજ સરકાર એકંદરે પોતાના દાબ સર્વ પ્રજા ઉપર બેસારી શકેલી છે. સ્થાનિક સ્વરાજ્ય થયું તે પહેલાંના વખત સુધી સરકારે આ વર્ગને ઘણાં સાર્વજનિક કામમાં મોખરાનું માન આપેલું છે; ઈલકાબા બક્ષેલા છે, અને ટેટયુટરી સીવીલ સર્વિસમાં પણ એવા ખાનદાનના ફરજદાને દાખલ કરેલા છે. સ્થાનિક સ્વરાજ્યથી જે પ્રથમ અસર થઈ છે તે આ વર્ગની સ્થિતિ ઉપર થઈ છે. આવા વર્ગના લોકોને માટે જે કે સરકારે પોતાના હાથમાં કેટલીક નીમણીકા રાખેલી છે તે પણ એકંદરે આવા લોકોની પ્રતિષ્ટા જેવી પૂર્વે જળવાની હતી, જીલ્લાના કે ઇલાકાના મુખ્ય અમલદારો જેવા સકોર આ વગને પ્રથમ આપતા હતા તેવી સ્થિતિ હાલ, ગમે તે કારણોને લઈને પણ, રહી નથી; અને આ વર્ગને પણ ચુંટણીની વખતે, જે તેમનાથી અનેક દરજો દૂર હતા એવા વહીતરા, ઢેડ, ચમાર, કોળી, કાછીઆ આદિની પણ ખુશામત કરવી પડે છે. ચુંટણીના ધોરણથી કરીને આખા દેશમાંથી આ જૂને, વગવાળા, અને આગળ પડતો વર્ગ તે દબાઈ ચંપાઈ પાછળ રહેતો જાય છે, પિતાને મરતબા આછા થા માની આગળ પડવા ખુશી બતાવતા નથી. ચૂંટણીના ધોરણથી મનુષ્ય માત્ર વર્ષમાં કે ત્રણ વર્ષમાં એકવાર પણ સર્વે સર્વની સમાન છે એ અનુભવ પામે તે વાત ઈષ્ટ છે કે અનિષ્ટ છે એ વિષે એકાએક મત આપવું બહુ જોખમકારક છે; પરંતુ એટલું તે જોઇ શકાય છે કે જ્યાં સુધી આખા દેશ ઉપર છેવટ સત્તા તે બીજાનીજ છે અને ચૂંટણીએ નક્કી કરેલા કોઇ પ્રકારના રાજ્યધારણની કે કેઈ હાકેમની નથી ત્યાં સુધી આ વર્ગને નબળા પાડવામાં એકંદરે રાજ્યને પોતાને કે પ્રજાને પણ લાભ નથી. - લોકોને પણ આ વગના દાબ આછો થવાથી કાઈ માટે લાભ થયો હોય એમ લા. ગતું નથી, જ્યારે મ્યુનીસીપાલીટીઆના કારોબાર કલેક્ટરના પ્રમુખપણાથી અને આગળ પડતાં જનાં કુટુના પ્રતિનિધિઓથી ચાલતા ત્યારે જેટલી કાળજી અને ન્યાયબુદ્ધિ રહેતી તેટલી andhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 1150