પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 લેજીસ્લેટિવ કાઉશીલ, ગણી ઉચિત છે કે અલગ છે કે જે કળવળકારપદ્ધતિએ રાજ્યવ્યવહારમાં દેશીઓને ભાગ આપવો જોઈએ, એટલે કે સરકારની લેઝરલેટિવ કાઉન્સીલમાં કાયદા ઘડનારી સભાઓમાં–લોકોના પસંદ કરેલા કેટલાક પ્રતિનિધિને બેસવા દેવા જોઈએ; ને તે પ્રતિનિધિઓને સરકારનાં કાર્યો પર ચર્ચા કરવાનો અમુક અધિકાર આપવો જોઈએ. આ માગણી ઉચિત છે કે અનુચિત તે વિષયે અત્ર તેમ તત્ર (વીલાયતમાં ) મતભેદ છે; ૫રંતુ અમને પોતાને તો એમજ લાગે છે કે જે કેળવણી પાશ્ચાત્ય પ્રજાઓએ આપણને આજ પર્યત આપી છે, જે નવી નવી રાજ્યભાવનાઓ ને અધિકારપદ્ધતિઓ આપણને સમજાવી છે જે જે રાજ્ય, ગૃહ, સંસાર, ધર્મ, ઇત્યાદિની નૂતન વાસનાઓ આપણા હૃદયમાં રોપી છે, તે બધીના સંતોષ માટે હવે ઉપાય ન કરે, એ રાજા તેમજ પ્રજા ઉભભય વચ્ચે અણબનાવ ઉપજાવી માઠાં પરિણામ ઉપજાવે તેવા પ્રસંગ છે. ભુખ લાગવાનું ઓસડ આપી, ભુખ લાગે ત્યારે જમવાનું નપીરસવું, એથી લાભકારક ફલ નજ થાય, આવા ન્યાયને અનુસરી માગવામાં આવતા ધણક યોગ્ય હકોમાંના એકાદ હાલ આપણને આપવામાં આવ્યા છે. આ દેશની લેજીસ્લેટિવ કાઉન્સીલમાં પ્રજાપ્રતિનિધિઓને બેસવા દેવા માટેના કોગ્રેસના ભગીરથ પ્રયાસના ઇંગ્લંડમાં નિયંતા મી. બેડલે આદિ હતા. મી. ડેલાએ પાર્લામેંટમાં એક કાયદાને ખરડો રજુ કરી આ વાત આગળ આણી હતી, અને હિંદુરતાનને ન્યાય અપાવવા આતુર એવા ઘણાક સભ્યોના શ્રમ અને સંપથી તે “ પાસ” થઈ જવાનો સંભવ હતા. એ સંભવ વિચારીને તે સમયના પ્રધાનમંડલે એ ખરડા કરતાં થોડા હક આપનારા બીજા ખરડો રજુ કર્યો, ને તે, મી. બેડલેના મરણ પછી, પસાર થયો એને “હિંદુસ્તાનની કાઉન્સીલના ૧૮૯૨ ને એકટ ” કહે છે. એથી મુબાઇ મદ્રાસ, તથા કલકત્તાની લેજીસ્લેટિવ કાઉન્સીલની સંખ્યામાં વધારે કર્યો છે, અને જોકે એમાં સ્પષ્ટ રીતે પ્રતિનિધિઓ લેવાની વાત લખી નથી તથાપિ એ કાયદા ઉપર થયેલી તકરાને પ્રસંગે સરકારના અમલદારોએ કબુલ કરેલું કે હંદુસ્તાનની સરકારે જે કોઈ યુક્તિથી પ્રતિનિધિઓ લેવાની ગોઠવણ કરવા ધારે તો તેને આ કાયદાની કલમે પ્રતિકૂલ નથી, ઉ. લટી અનુકૂલ છે. આ ઉપરથી એમ અમલ થયો છે કે પ્રજા તરફથી થોડા થોડા પ્રતિનીધિ લેવા, પણ તેમને પસંદ કર્યો કે તે કાઉન્સીલમાં બેશી ચૂકયા એમ નહિ. પ્રજાએ તેમને નીમવા માટે ભલામણ કરી, માટે સરકારે તેમને પોતાની મરજીથી; (કેમકે મરજી ન હોય તો કબુલ ન પણુ કરે, જોકે તેવું થવાનો સંભવ નથી) કાઉન્સીલર નીમ્યા. આમ “ચુંટણી” એવું નામ પાડયાવિના રૂપાન્તરે તેની તે વાત સરકારે, જુજ જેવી હાલ આપી છે. આવા સભાસદોને જે હક આપવામાં આવ્યા છે તે પણ બહુ સંતોષકારક નથી. એ ધારાને અન્વયે મુંબાઇના નામદાર ગવર્નરની કાઉસીલ પચીશ સભાસદોની થવાની, તેમાં આઠ પ્રજા તરફના સભાસદ લેવાના છે. કરાંચી અને મુંબાઈના ચેમ્બર ઓફ કોમર્સના બે, સિંધ અને દક્ષિણના સરદારના બે, મુંબઈ કારપેરેશનનો એક, યુનિવર્સિટિને એક, ઉત્તર વિભાગની મ્યુનીસીપાલીટીઓને એક, અને દક્ષિણ વિભાગનાં લોકલબાડેનો એક. મત આપવામાં દશહજારની વસ્તિએ એક મત એમ રાખ્યું છે, એટલે દશહજારની વ. તિવાળું ગામ એકમત આપનાર મોકલે. વીશાહજારવાળું બે, ત્રીસહજારવાળું ત્રણ, ઈત્યાદિ. તેમાં પણુ મ્યુનીસીપાલીટી અને લાકલાર્ડમાંથીજ તે મત આપનાર નીમાય એમ બીજો સંકોચ દાખલ કર્યો છે. આવા મત આપનાર માત્ર ઉત્તરવિભાગ અને દક્ષિણવિભાગને માટેજ થવાના. આ વ્યવસ્થા કેવલ ઈડિયા સરકાર અને રથાનિક સરકારે પોતાની મરજી પ્રમાણે મેજી, સ્ટેટ સેક્રેટરી પાસે મંજુર કરાવી લીધી છે. એ વ્યવસ્થા કેટલી સાંકડી, કેટલી નિવ, કેટલી અગ્ય, અને મૂલના હેતુને ઘણે ભાગે વ્યર્થ કરી નાખે તેવી છે, અને અત્ર વિચાર નથી. એ વિષે પૂના સાર્વજનિક સભા તરફથી વિવાદ ચાલુજ છે.. Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 13/50