પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, દક્ષિણના લોકલાડે તરફનો પ્રતિનિધિ નીમાઇ ગયા પછી ગયા માસની તા. ૨૪ મીએ અમદાવાદમાં ઉતર વિભાગની મ્યુનિસીપાલીટીઓ તરફનો એક પ્રતિનિધિ નીમાવાના હતા. રા. બા. નંદશંકર તુલજાશંકર રા. બા. ચુનીલાલ વેણીલાલ રા. રા. કાલાભાઈ લલુભાઈ, રા. રા. નરભેરામ રધુનાથદાસ, રા. રા. ચુમલાલ હરિલાલ, રા. રા. શામરાવ વિઠ્ઠલ. મી. લવજી. વાડીઆ, સરદાર રા. બા. બહેચરદાસ વિહારિદાસ એ આઠ ઉમેદવાર હતા. આ ઉમેદવારોમાંથી એકને પસંદ કરવા મત આપનારાની સંખ્યા ૮૭ ની હતી એ ૮૭ માણસને જે જે વિટંબનાઓ પડી હશે, જે જે દબાણ થયાં હશે, જે જે સ્નેહ તૂટવા બંધાવાના પ્રસંગ આવ્યા હશે, તેનો વિચાર જે પુ અમદાવાદમાં ઉપલી તારીખે હાજર હોય તેનેજ આવી શકે એમ છે. એટલું સ્પષ્ટ સમજાતું હતું કે લાગ વગ અને દબાણુ વિના મત મેળવવાને બીજો માર્ગ નહિંજ હોય ! રા. શામરાવ વિફુલ રા. રા. કાળાભાઈ, લલ્લુભાઈ એ બે તે આગળથીજ દૂર થઈ ગયા. હતા. બાકીના છમાંથી રા. નરભેરામ પોતાના જામાતા રા. ચમનલાલને પોતાના મતે આપી દૂર થયા હતા. પછી તકરાર પાંચ જણ વચ્ચે હતી. એ પાંચમાં સરદાર રા. બા. બેહેચરદાસ, મૂળથી મરજી ને છતાં, કેટલાક સગ્રુહસ્થાના આગ્રહથી પાછળથી ઉમેદવાર થયેલા. એટલે બીજા સાથે બંધાયેલા મત તેમને મળે ને તેમની ફતેહ થાય એવો સંભવ ન હતા. બાકીના ચાર ઉમેદવારો વચ્ચે બહુ કસાકસી હતી; ને તેમાંથી રા રા. ચમનલાલ હરિલાલ વધારે મતે કાઉન્સીલર નીમાવાને ભાગ્યશાળી થયા. કેટલાક મત આપનારાઓએ, તેમને ઉત્તર વિભાગના રહીશ નથી એમ જણાવી તેમની નિમણાક થવા વિરુદ્ધ મત નોધાવ્યા હતા તેને નીકાલ હાલ તેમના લાભમાં થયો છે. એ નીમાયેલા ગૃહસ્થ વિદ્યા કેળવણી આદિથી સર્વથા યોગ્ય છતાં, વયેવૃદ્ધ નથી એજ હેતુથી, અને નુભવને સર્વોપરિ માનનાર કેટલાક લોક એમના ભાવિ કાર્યના વિજય વિષયે સાશંક છે પણ અમને આશા છે કે સમય જતાં, તેમને પણ, સંતોષ પામવાનું કારણ મળશે. અલ્પ ફલ અને મહા પ્રયાસનું ઉદાહરણ આ એક ચુંટણીના પ્રસંગ હતો એમાં જે જે લાગ વગ, યુક્તિ પ્રયુક્તિ ચાલ્યાં હોય તે બધાં છેક ઈગ્લેંડ જેવા સુધરેલા દેશમાં પણ આ કરતાં વધારે ચાલે છે, એટલે તે વિષયમાં અમારે કશું કહેવાનું નથી. પરંતુ આખા ઉત્તર વિભાગ માટે એકજસભાસદ નિમાય તેને થાણા ને માહીમથી માંડીને તે ખેડા અમદાવાદને ધંધુકા ઘાથા સુધીની માહીતી કેમ હોઈ શકે ? એટલે આ એક સભાસદ નિમાય તેથી ક્લ અતિ અલ્પજ, અને પ્રયાસ જોઈએ તો અતિ વિકટ મત આપનારાઓને મહા સંકટ. સરકારે આ રીતે આ હક આપવામાં જે ખીલાઈ વાપરી છે તેથીજ આવાં પરિણામ આવે છે, પણ જો લાવાર એક સભાસદ નીમવાનો ઠરાવ કર્યો હોય, અને જ્યાં જયાં મ્યુ. નીસીપાલીટી હોય તથા લેકાર્ડ હોય ત્યાંના સર્વ મ્યુસીપલ કમીશનર તથા લેક્રઓર્ડ મેમ્બરને મત આપવાનો અધિકાર આપ્યા હોય, અને મત આપવામાં કેટલાએક ભારે રેવન્યુ તથા ઇનકમટેક્ષ ભરનારા અને ગ્રેજ્યુએટ તથા, એલ, એલ, બી અને હાઈકોર્ટ દ્વીરડને પણ સામીલ કર્યો હોય તેમ લાગ દબાણ વગેરે અટકે, મત આપનારને વિટંબના ન પડતાં સ્વતંત્ર ર હેવું બની આવે તેથી ફલ સાફ થાય, અને મત આપનાર ઘણા હાવાંથી પસંદગી સારી થવાનો સંભવે ૫ણુ સહજે સિદ્ધ થાય. છતાં આવો અ૯૫ અને મંદ આરંભ પણ શુભ ઉપજાવશે એમ આશા રાખી, આપણા નવા કાઉન્સીલરને અભિનંદન આપતાં, તે પિતાની જોખમદારીના પૂરે વિચાર કરી જે માન પેતાને મળ્યું છે તે માટે પોતાની પૂર્ણ યોગ્યતા સિદ્ધ કરશે, એમ અમે સર્વથા દછીએ છીએ. . - જુલાઈ ૧૮૯૩, Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 14/50