પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પૂર્વ અને પશ્ચિમ, પર્વ અને પશ્ચિમ. (૧૧૦) (દેશીઓ ઉપર અંગ્રેજી કેળવણીની અસર.) અધટિતધટનાપટીયસીમાયાના અનેક અગમ્ય અને અવર્ય ચમત્કારમાં પૂર્વ અને ૫. શ્ચિમ જેવાં કદાપિ સાથે ન મળે તેવાં બે દિબિંદુનું મેલન થવાનો ચમત્કાર પણ થોડો ભવ્ય નથી. એનાં પરિણામ વિશાલ અને ગાઢ થયાં છે, અને થવાનાં છે. આર્યાવર્તની પુરાણી જર્જરમૂર્તિ નવાં નવાં વસ્ત્રાભૂષણ ધારણ કરી જવાનીનું પ્રદર્શન કરાવવા મથે છે, પણ એને માથે વધતાં જતાં પળીને ભાર, અને એની સુકાઈ ગયેલી ત્વચામાં તરી રહેલી લીલી નાડીઓથી સ્પષ્ટ જણાતી એની નિઃસર્વતા, એના વેશને શોભતી નથી. છતાં આ પર્યાલોચનામાં આપણે કદષ્ટિ થઇ સારાને પણ નઠારૂં કહીશું એમ ધારવાનું કારણ નથી. ઘણાક એમ ધારતા હશે કે અમારું તેટલું સારું, પારકું તેટલું નઠારૂંએ નીતિને અમે કવચિત ટેકે આપતા હોઈશું, પરંતુ લેશ પણ એ આવેશ કાઈએ મનમાં ધારવાની જરૂર નથી. પંડિત કવિ કાલિદાસે કહ્યું છે કે – पुराणमित्येव न साधु सर्वम् न चापि काव्यं नवमित्यवद्यम् । सन्तः परीक्ष्यान्यतरद्भजन्ते मूढः परप्रत्ययनेयबुद्धिः॥ ( પ્રાચીન હોય તેજ બધું સારૂં', કે નવું કાવ્ય તેજ અવદ્ય, એમ કાંઈ નથી; બુદ્ધિમાન પુરુ પરીક્ષા કરીને પ્રાચીન કે નવીન જે સારું હોય તેને સંગ્રહે છે, બાકી મૂઢ લાક તો પારકાને વિચારે દોરાય છે.) - જે વાત કાવ્યને લાગુ પાડી છે તે આપણે સર્વ વાતને લાગુ પાડીઓ અને વિચારવાની શક્તિ છે ત્યારે કાંઈક વિચાર કરી પારકાને વિચારે દોરાનાર મૂઢ વર્ગમાંથી જુદા પડીએ તે કાંઇ બાધ નથી. | મતભેદ હોવાનો સંભવ સર્વત્ર છે. એકની એકજ વાત વિષે એક કરતાં વધારે મત હાઈ શકે છે, ને તેટલાથીજ અમુક એક મતજ સાચું એમ કહી શકાતું નથી. એમાં પણ વિચારવાને પરીક્ષા કરી સ્વીકાર કરવાનો છે. અમુક વિષયની પર્યાલચના કરી મત આપવા એ કામમાં મતભેદ હોવાનું મુખ્ય કારણ તો એજ છે કે પર્યાલેાચના કરનાર જુદા જુદા દૃષ્ટિબિંદુથી તેના તે વિષયને જોઈ જુદા જુદા મત આપે છે. તે દૃષ્ટિબિંદુ છેક ઢોંગ અજ્ઞાન માહ કે અવિચારથી માંડીને તે ઉત્તમમાં ઉત્તમ ભાવ શોધવાની જીજ્ઞાસા પતનાં અનેકાનેક હાઈ શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ તે એક કેળવણીની પદ્ધતિની સરખાવટ કરતાં થોડા સમય ઉપર ગૂજરાતશાલાપત્રમાં હાલના તંત્રીએ કે કોઈએ એમ લખ્યું હતું કે શિક્ષણપદ્ધતિ આપણા પ્રાચીન આયાને ખબરજ નહતી. તેના આધારમાં એટલુંજ બતાવવામાં આવ્યું હતું કે તે સમયે નિશાળે, હાલ આપણે જે જંગલી ગામઠી નિશાળે જોઈએ છીએ તેવી હતી, એટલે ખરી શિક્ષણપદ્ધતિનો ઉદય તે જાણે આજજ અંગરેજી કેળવણીદ્વારા થયે. આવું મત એક પાસા કેવલ અજ્ઞાન અને બીજી પાસા અતિ ઉગ્ર માહુ એ બે દૃષ્ક્રિબિંદુ ઉપર sanahi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 15/50.