પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ४६८ સુદર્શન ગદ્યાવલિ, કુટુંબનું ઐકય સમજતા, એક એક ઘરનું ઐકય સમજતા, ને આ બધાનું સમગ્ર ઐકય સમજતા. ધરથી આગળ ઐકયનો વિચાર લઈ જતા નહિ. એક ઘર ને તેના મુખ્ય માણસ તે એકજ, પછી તેના અંગમાં બીજા સે હોય તોપણ તે ધર એકજ, એમ માનતા; અને ઘર ઘરનાં સર્વ મનુષ્ય એ વિચારથી એટલે સુધી દોરાતાં કે તે પોતે પોતાપણાને વિસરી ઘરના લાભ માટે સ્વાપણથી પાછાં હઠતાં નહિ. જે વાત ઘરમાં અનુભવાતી બનતી તે ગામને દેશને પ્રજાને પણ પ્રતિક્ષણ તેજ રીતે અનુભવાતી. એમ ધર અને તે ઘરની સાથે સંબંધવાળું કુટુંબ બંધાતુ'. ધણુ કુટુંબની વાત થતી, નાનું ગામ, : ગામના દેશ, ને દેશનું આખું' રાજ્ય, એમ ચાલતું. પણ તે સર્વનો પાયો ધર અથવા કુટુંબ તે હતું, ને તેનો મુખ્ય પાયે ઐય—ઘરને નામે પોતે પોતાનું રવાર્પણ કરવું એવું ઐય-હતું. ઘર એટલે લાકડાં ઈટા કે માટીના ઢગલા નહિ, અમુક માણસેનાં શરીર નહિ, પણ તે ઘરના નામથી જે ઉચભાવના, જે ઉરચ ગુણસમુદાય, જે ઉચ્ચત્તિ, સમજાતાં હોય, તેજ પાળવાં, તેજ સિદ્ધ કરવાં, ને તે માટે સ્વને વિસરી, ઘરને તાબે થઈ, જાતને ભુલવી એ તાત્પર્ય સમજવું. કુટુંબ એજ આર્યસંસારનું મુખ્ય બંધારણ છે. કુટુંબની ભાવનામાંથીજ ગોત્ર અને પ્રવરાદિ ભાવના પણ પેદા થાય છે; પણ તે વિષય ધર્મ સાથે સંબંધવાળા હોવાથી તેનું વિશેષ વિવેચન અને પ્રકૃત નથી. કુટુંબભાવનાનો અર્થ લક્ષમાં રાખવાની બહુ જરૂર છે, એટલે એ વાત ફરીથી કહી બતાવવામાં પુનઃક્તિ દોષ ગણવા જેવું નથી. અમુક ગોત્ર અને તેને તાબેનાં કુટુંબનાં મનુષ્યને જે ઉચ્ચભાવના છવિતરૂપ હોય તેજ ભાવનાએ સર્વદા વર્તવું, પ્રાણાને પણ તેને તજવી નહિ. એ કુટુંબભાવનાના જીવનરૂપ સર્વદા જાગ્રત, અને સર્વ પ્રકારનું બલ મરનાર, સમર્થ શક્તિ પ્રાચીન આર્યોને અનેકાનેક પરાક્રમ કરવામાં શક્તિમાન કરતી આજ જેનો વિચાર પણ આપણને અશકયવત્ લાગે છે તેવાં મહાકૃત્ય કરાવતી, એટલું જ નહિ પણ એ ભાવનાનું મુખ્ય સ્વરૂપ એ હતું કે સ્વ એ શબ્દજ વ્યવહારમાં ઝાઝો પુરેભાગ પામતા નહિ. હું, મારૂં, એ વાત કેવલ નિમૅલ જેવી નહિ, તો, અતિ ગાણ તે રહેતીજ. જે ભાવનાથી કુટુંબ બંધાયેલું રહેતું તે ભાવના સિદ્ધ કરવામાં સર્વ પોતપોતાને ભુલી સ્વાર્પણમાંજ આનંદતાં. બ્રાહ્મણોની મંત્રશક્તિ કે વિદ્યાશક્તિ અને ક્ષત્રિયોની વીર્યશક્તિનું આજ નિદાન છે. e આપણે બતાવ્યું છે કે કુટુંબ એજ આર્યજનમંડલનો પાયો છે, એજ પ્રકારે ગામ, દેશ, રાજ્ય તે પણ બંધાયેલાં હતાં. રાજાઓ જે કાયદા ધડતા તે પણ આ ધરણને દૃષ્ટિમાં રાખીનેજ ધડતા, અને કુટુંબે કુટુંબ જેમ પોતપોતાને ઇષ્ટ અને પૂજ્ય એમ એક કોઈ ઉચ્ચભાવના ઉપર દષ્ટિ રાખતાં, તેમ રાજા પોતે પણ તેવીજ કોઈ ઉચ્ચભાવના જે આખા દેશની કે આખી પ્રજાની ઉચ્ચભાવના હોય, તે ઉપર દૃષ્ટિ રાખી તેનાથી દેરાતા, રાજાઓ પોતાને દેવતુલ્ય માને, અથવા પ્રજા તેમને દેવતાતુલ્ય પૂજે, એવા ઉપદેશ પ્રાચીન શાસ્ત્રામાં નથી એમ કહેવા ઈચ્છતા નથી, પણ તે સાથેજ એવાં વચન વારંવાર આવે છે કે રાજા કેવલ પોતાની પ્રજાના કલ્યાણ માટેજ છે. પ્રજાનાં પાપ દુ:ખાદિના પણ કારણુરૂપે છે. અર્થાત સર્વના પિતા રૂપે છે. આવો વ્યવહાર, રઘુ, રામ, યુધિષ્ટિર, હરિશ્ચંદ્ર, નલ આદિ અનેકાનેક રાજાના વર્તનમાં પણ પ્રત્યક્ષ જણાય છે. પોતાના હૃદયના ગૃઢમાં ગૂઢ આવેશને, પિતાના જીવિતને, જોકપ્રિયતા માટે કેવલ દબાવી દીધું, મારી નાંખ્યું, મસળી નાંખ્યું એ anahi H eritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 18/50