પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૪૭ સુદર્શન ગદ્યાવલિ, આપવાની ફરજ પડશે. લગ્ન તે સમયે કેવાં થતાં ? પુનર્લગ્નાદિ થતાં કે નહિ ? જુદા જુદા સંસ્કાર થતા કે નહિ ? તેમને શા હેતુ હતો ? એ આદિ અનેક પ્રશ્નના આ સ્થળે આવી પડશે, અને તેમનું પ્રામાણિક બુદ્ધિથી ઉત્તર આપવા આવી તપાસ ચલાવનાર બંધાયાજ છે. પરંતુ એ ઉત્તર આપતા પૂર્વે કેટલેક ધર્મવિચાર આવશ્યક છે. જે ધર્મવિચાર આવશ્યક છે તે ટુંકામાં કરી લઈએ. ધર્મ એટલે શું ? ઘણાક એમ માને છે કે માણસના હૃદયની કોઈ અધિકતમ ઇષ્ટના ઉપર આશ્રય કરવાની સ્વાભાવિક વાસના તેજ ધમ; તો કોઈ એમ બતાવે છે કે માણસના ચેતરફ જે અનન્તતા સ્પષ્ટ છે તે ગ્રહવા તરફ તેના મનનો પ્રયત્ન તકરારમાં ન ઉતરતાં આપણા ઉપગપુરતું લક્ષણ એટલું જ માનીએ કે જેથી મનુષ્ય જીવિતને હેતુ સમજાઈ તે હેતુ બરાબર પાર પાડવાના માર્ગ સૂઝે તેને સામાન્યતઃ ધર્મ કહી શકાય. વાસ્તવિક રીતે જોતાં જીવિતના હેતુને નિર્ણય એજ ધર્મને વિષય છે, અને તે સિદ્ધ કરવાનો માર્ગ એ નીતિનો વિષય છે. પણ એ નીતિને નિર્ણય ધર્મના નિર્ણય વિના બન અશક્ય છે. પ્રાચીન આર્યોએ એમ સ્વીકારેલું" સમજાય છે કે આ આખા વિશ્વની રચના એકત્વ રૂપે છે, કોઈ અનાદિ, અનંત, એક સ્વરૂપ, એવી, વિશ્વ ન હોય ત્યારે પણ અનિવારિત રીતે વર્તમાન, સત્તા છે કે જેમાં ભેદ, વર્ણ, જાતિ, સ્ત્રી, પુરુષ, બધું નહિ જેવું છે. જીવિતને હેતુ પણ તેઓ તેથી એજ માનતા કે જે તે રીતે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં, જે ભેદવાસના વ્યવહારમાં પ્રત્યક્ષ છે, તે નિર્મુલ થઈ, સર્વમયતામાં પ્રેમમયતા રૂ૫ અભેદ સિદ્ધ થાય. આ તર્ક પદાર્થ સ્વરૂપથી સિદ્ધ છે કે કેવલ કાલ્પનિક છે એ શંકા સહજ થાય, પણ તેમણે એ શંકાનું પણુ અનેક પ્રકારે સમાધાન કરી પિંડબ્રહ્માંડની એકતાને સાનુભવવાદ બતાવી સ્પષ્ટ નિર્ણયમાર્ગ સૂચવેલો છે. આવી જીવિતહેતુની ભાવના તે પ્રાચીન આર્યસમૂહની સર્વભાવના—ગૃહ, કુટુંબ, રાજ્ય,–તેની નિયામક છે એ હવે સ્પષ્ટ સમજાશે. નીતિ અથવા વ્યવહારની રચનાજ આ ઉપરથી એવી ઉત્પન્ન થાય કે જેમાં જેમ બને તેમ અહંતાનો અભાવ સિદ્ધ થતો આવે. e પરમાર્થે વિચારતાં આ પ્રમાણે સર્વની એકતા છે, સર્વની સમાનતા કે સ્વતંત્રતા નહિ,7 પણ એક્તાજ છે. પરંતુ વ્યવહાર પણ એક રીતે પ્રત્યક્ષ સિદ્ધ છે, ને પ્રત્યક્ષને બાધ વિચાર માત્રથી બનતા નથી, તે તેની પણ ઉ૫૫ત્તિ કરવી આવશ્યક છે. કહેશે કે જ્યારે એકતા એક પરમાર્થ છે ત્યારે ભેદરૂપ વ્યવહાર કયાંથી ઉપસ્થિત થયો ? એનું ઉત્તર અનાદિવાસના, અજ્ઞાન, માયા, ઇત્યાદિ એકાર્યપર્યવસાયી અનેક યુક્તિ રૂપે છે, પણ તેને વિવેક અત્ર પ્રકૃત નથી. વ્યવહાર છે, મિયા પણ છે કે તે મિયાની મિયા રૂપે ઉપપત્તિદ્વારા, પરમ સત્યરૂપ પરમાર્ક ગ્રહ છે. એ રીતે પ્રાચીન સમયમાં ગૃહ, રાજય, ઈત્યાદિ વિષયના નિયમે બંધાતા અને તે સર્વને સામાન્ય એવાં તત્ત્વ ને નીતિ એ નામ આપવામાં આવતું. હવે આપણે આર્યકુટુંબની મહત્તા વિચારતાં સ્ત્રીઓની સ્થિતિના વિચાર ઉપર આવ્યા હતા, અને તે સ્થિતિને સારી કહેતાં લગ્નસ્વરૂપના વિચારને પ્રશ્ન વિચારતા હતા, તેના નિર્ણય કરી શકીશું. મનુષ્ય આ જગતમાં જન્મ પામે તે સમયથીજ એવી સંભાળ રાખવામાં આવતી કે જેથી તેનામાં તેના કુટુંબને ઉત્તમાંગ વૃદ્ધિ પામે અને તે પરિણામે, પાતાના બલથી જીવિતનો હેતુ સહેજે સિદ્ધ કરે. વિર્યની શુદ્ધિ અને ૨જની શુદ્ધિ તે ઉપર એ ટલું બધું લક્ષ આપવામાં આવતું કે વ્યભિચાર, અને તેમાં પણુ વિરોણે કરી પ્રતિમ વ્યsandhi Heri tace Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી /50