પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2015/4/28 પૂર્વ અને પશ્ચિમ, 91 ભિચાર, માટે દેહાંત દંડવિના ખીજી શિક્ષા ન થતી. ક્ષત્ર ( રજ:સ્થાન) ની શુદ્ધિ ઉપર બહુજ લક્ષ આપવામાં આવતું. અને ક્ષેત્રદોષ ન હોય ત્યાં સુધીજ પ્રજા શુદ્ધ મનાતી. જ્યારે, ક્ષેત્રદોષ થવા માંડ્યો અને મનુષ્યનાં રુધિરમાં કુલ૪માગત વીર્યને બદલે સંકરાદિના જમાવ થયા ત્યારેજ જાતિ એટલે જન્માનુસાર વર્ગ–બાંધવાના-નાત-રીવાજ શરૂ થયા. જ્યાં રુધિરમાંજ ફેરફાર રહે ત્યાં અસલની વર્ણવ્યવસ્થાની પૈઠે એકથી બીજા વર્ણમાં–કર્મ માત્રથી જ વાપણું રહ્યું નહિ. પણ એ બાબત અત્રે વિષયાન્તર છે. ક્ષેત્રશુદ્ધિ અને વિર્યશુદ્ધિ સાચવવાના વિચારમાંથી કેટલાક સંસ્કાર પેદા થયેલા છે. જન્મેલા બાલકને ક્રમે ક્રમે વ્યવહાર યોગ્ય કરવા માટેના કેટલાક સંસ્કાર છે. તે બધાના હેતુ બ્રહ્મચર્ય અને ધર્મનિટા બે સિદ્ધ કરાવવાના છે. એ સિદ્ધ થાય તેમજ વિદ્યાપાર્જન સારૂં બને અથવા સલ નીવડે. વિદ્યા પ્રાપ્ત કર્યો પછી વિવાહ પ્રસંગ છે. વિદ્યા ભણવાની બાબતમાં અને બ્રહ્મચર્યાદિ સાચવવાની બાબતમાં સ્ત્રીઓને પણુ આગ્રહ છે, જો કે તેમને વિધિપૂર્વક ઉપનયન કરવાનો રિવાજ નથી. વિવાહાદિ સંસ્કારનું રૂપ તે વિષયના ગ્રંથમાંથી જોઈ શકાશે, પણ અત્રે જે ઉદ્દેશથી એ વાત કાઢવામાં આવી છે તે એ છે કે એ વિવાહવરૂપમાંથી નારીસ્વરૂપના વિચાર ઉપર કાંઈ અજવાળું પડી શકે છે કે નહિ ? વિવાહ કરવાની આવશ્યકતાજ એટલા ઉપરથી માનવામાં આવેલી સમજાય છે કે પ્રેમ સ્વરૂપ જે સ્ત્રી તેના સંબંધે પુરુષ મૃદુતા ગ્રહતાં સ્વાર્થપરાયણતા તજે, અને જીવિતના હેતુનું સૂત્ર આત્મવત સર્વ તેને થોડે થોડે ઉપદેશ લેવા માંડે. સ્ત્રીઓને આવી મહત્તા અને પૈવી એ વાસ્તવિક છે; અને પતિને તેના ઇશ્વર કે ગુરુ કહે છે તેથી તે મહત્તામાંથી કાંઈ ન્યૂન થતું નથી. તેનો આશય માત્ર એટલો જ છે કે સ્ત્રીએ પોતાના પ્રેમભાવને અન્યની ભક્તિથી કલુષિત કરે નહિ. જ્યાં લગ્નભાવના આ પ્રકારે સાર્થ છે, અને પ્રજોત્પત્તિ કે કે. વલ વિષયસુખ એ જે સંબંધનાં લેશ પણ નિયામક નથી, પણ પ્રેમભાવ સિદ્ધ કરતાં સ્વપરતા તજી જીવિતનો હેતુ સિદ્ધ કરવાની મતલબ સ્પષ્ટ છે, ત્યાં એકથી બીજા લગ્નનો અવકાશ આવી શકેજ નહિ, નહિ કે સ્ત્રીને એકલીનેજ ન આવે, પણ પુરુષને પણ ન આવા જોઇએ, જો કે શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે પુરુષને મના કરેલી દીઠામાં આવતી નથી. એનાં કારણો અનેક છે, "અને ઘણાક પુરુ “ સચિવ, સખા, મિથ:શિષ્યા' એવી પત્નીના મરણ પછી નથી પણ પરણ્યા. પરંતુ વર્ગની વ્યવસ્થા માનનાર, અને અભેદનેજ જીવિતને હેતુ સમજનાર, આર્યો ફરીથી લગ્ન કરવાથી પ્રેમમાં જ પ્રધ્વસ માને અને પુનર્લગ્નને નિષિદ્ધ કહે એ સહજ છે. | ત્યારે પતિને ઇશ્વર કહેવામાં અથવા પત્નીને પુનર્લગ્નાદિ અવકાશ ન આપવામાં આ'સારનો હેતુ જરાપણુ એવા દેખાતા નથી કે પતિને પત્ની ઉપર કુલ અધિકાર આપવા, કે પત્નીને તુચ્છ ગુલામ જેવી કે વસ્તુ જેવીજ ગણવી. સ્ત્રી પ્રેમમૂર્તિ છે, અને તેની પાસેથી અને ભેદરૂપ પ્રેમને ઉપદેશ લેવાના છે; સંસારના મંત્રને ઉચ્ચભાવનાએ દોરનાર જ સ્ત્રી છે, જેવું તેનું સ્વરૂપ મનાયું છે તે તેના સંબંધોને વ્યવહાર પણ રચાય છે. અર્થાત બધા વિચા૨ કરતાં પ્રાચીન આર્યસંસારમાં સ્ત્રીની સ્થિતિ એવી સમજાય છે કે જેથી આપણે તે સંસારને ઉત્તમોત્તમ, હજુસુધી પણ ન અનુભવાયલે એ ઉત્તમોત્તમ, કહી શકીશુ. શ્રી પ્રેમ આપનાર છે, પુરુષ લેનાર છે એટલાજ સંબંધથી એક વખત એમ માની શકાય કે સ્ત્રીને પુનર્લગ્ન ન બને, પુરુષને સંભવે. બીજા પણ કારણો અમે અન્યત્ર આ'યાં છે, જે કે અમને તે બન્નેનું પુનર્તમ અનિષ્ટ છે, PT Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 21/50