પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૪૭ સુદર્શન ગદ્યાવલિ, ધર્મની ભાવનાને અનુસરી આર્યકુટુંબની રચના થયેલી હતી એમ આપણે જોયું. તે રચનામાં ઉત્તમોત્તમ સુખ હતું કેમકે તેમાં સ્ત્રીઓની સ્થિતિ બહુ સારી હતી એ પણ આપણે તપાયું, હે કુટુંબને મુકી સામાન્ય જનવ્યવહાર તરફ નજર કરીએ તોપણ આપણને એની એજ ધર્મભાવના પાછી રૂપાંતરે કાર્ય કરતી જણાશે. જેમ કુટુંબ એ ભાવના અભાવને દાબી દઇ સીભાવ ઉપર રચાયેલી છે, તેમ રાજ્યની ભાવના પણ તેજ પ્રકારે રચાયેલી જણાય છે. રાજાઓ આખા રાજ્યના પિતા રૂપેજ દર્શન દે છે, અને ન્યાય વ્યવહારાદિ વિસ્થામાં પ્રજાની રુચિ વિરુદ્ધ આચાર કરતા જણાતા નથી. અમુક અમુક રાજાઓ કેવી રીતે વર્યા હશે એ વાત, તે સમયના ઇતિહાસના અભાવે, આપણે વિચારી શકીએ એમ નથી. તોપણ રાજ્ય વ્યવહાર સંબંધી જે ગ્રંથે આપણા આગળ અદ્યાપિ જીવતા છે તેમાં બાંધેલા રવરૂપને વિચારતાં તે સમયની રાજ્યપદ્ધતિનું રૂપ આપણે જાણી શકીએ એમ છે.: છે એ વાત નિર્વિવાદ સ્વીકારવાની જરૂર છે કે વર્તમાન સમયમાં આ વિષે જે સુધારા થયા છે તે સર્વે પ્રાચીન સમયના રાજ્ય સ્વરૂપમાં સમાયેલા ન હતા. પરંતુ પ્રજામતના દઢ બંધનને તાબે રહી રાજાએ વર્તવું એ વાતને, કેવલ પ્રજાએજ રાજાવિના કાર્ય કરવું એ વાત સાથે વિચારતાં વર્તમાન સમયનું વલન પ્રાચીન પદ્ધતિ તરફ નમતું હોય એમ માની શકાય. જે કે કોઈ રાજાને શિરચ્છેદક કર્યાનાં, કે કોઈ રાજાને પદભ્રષ્ટ કર્યોનાં દૃષ્ટાન્ત–વેનરાજા સિવાય—આપણુ જાણવામાં નથી, પણ રાજ્યના વ્યવહારને જે તંત્ર તે સમય માટે રચાય છે તે જોતાં રાજા છે તે પ્રજારૂપ કુટુંબને પિતા છે એવા હેતુ સ્પષ્ટ નજરે આવે છે. આગળ તપાસતાં ન્યાયાદિની વ્યવસ્થા પણ રાજાએ પિતાવત રહી કરેલી હોય એવું પણ માની શકાય છે. કારણ કે રાજાઓ સર્વદા પોતાની દૂરમાં દૂર રહેલી પ્રજાને પણ ગમ્ય હોય છે, તેમના અધિકારિઓ બહુ વિદ્યાસંપન્ન અને ધાર્મિક તથા લાકચિપ્રાપ્ત કરનારા હોય છે. અને તેઓ તેમ રાજાઓ પોતાનાં મહત્કાર્યો નિપુણ સંસદૃની સાહાય વિના કરતા જણાતા નથી. રાજા પાસેજ મંત્રીમંડલ હોય છે, એમ નથી, પણ ગામે ગામમાં પણ તેવાં મંડલ-પંચાયતે–હોય છે, જે નાતના તથા લોકહિતના સર્વકાર્યમાં સહાય થાય છે. આટલુંજ નથી પણ જે ધર્મસ્વરૂપને આધારે રાન્દ્રયકુટુંબઆદિ ઉભાં છે તે ધર્મના રવરૂપનું યથાર્થ રક્ષણ કરવું એ પણ આવી પંચાયત અને રાજાઓનું મુખ્ય કાર્ય કરાવેલું" સમજાય છે. જ્યાં રાજા પ્રજાના ધર્મ એક હોય ત્યાંજ રાજ્યતંત્ર સારૂં” ચાલે છે. લેકસુખ વૃદ્ધિ પામે છે, અને દેશને લાભ થાય છે, ધર્મરક્ષા એ રાજકાર્ય હતું; અને વર્ણવ્યવસ્થા સાચવવી તથા ધર્મના નિર્ણય કરવા કરાવવા એ બાબતમાં પણ રાજાઓની સભાઓના મોટા કાલ જતા, યુદ્ધ કલા અને ઇતર રાજ, સાથેના સંબંધની બાબતમાં કોઈ નિશ્ચય પૂર્વક પ્રમાણ આપણે હાથ અદ્યાપિ આવ્યું નથી, પરંતુ એટલું તે નક્કી સમજાય છે કે કેવલ મનુષ્યસંહારથીજ બલનું પ્રખ્યાપન કરવા કરતાં અંતર માર્ગે તે થઈ શકતું હોય અથવા તે પ્રખ્યા:નનું' જે લ હોય તે સિદ્ધ થતું હોય, તો તેવા મહાસંહાર ઉપર રાજાઓ ચિ કરતા નહિ. ત્યારે હવે આપણે આર્યસંસારનું કાંઈક સ્વરૂપ જોયું. તે બાબત જેટલું કહેવું જોઈએ તેટલું કહેવામાં આવ્યું નથી, પરંતુ પશ્ચિમના વિચારોનો અને પશ્ચિમની બીજી અસરોને જે અભિદ્રવ થયો છે તેમાંથી શાં શાં પરિણામ પેદા થયાં છે, અને પૂર્વના રૂપમાં શા વધારા સુ. ધારા કે બગાડા થયા છે તે જાણવા માટે જેટલું આવશ્યક છે તેટલું આપણે જાણ્યું છે. એ anahi eritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 22850