પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ४७४ સુદર્શન ગદ્યાવલિ. ઘાપિ સુધી મનાયલે સિદ્ધાન્ત–સૂર્ય ફરે છે, પૃથ્વી નહિ–તે ક્રોપરનિકસ અને ગેલિલીઓએ ખેાટે હરાવ્યો હતો. એ સિવાય પણ બીજા ઘણુ ઘણુ શોધ થતા ચાલતા હતા, પણ તે બધા ઉપર ઈશ્વરના પુત્રના પ્રતિનિધિઓ બહુ કરડી નજરે જોતા, અને જે જે વાત ખાઈબલમાં ન હોય તે બધી બેટી કહેતા. યુથર મતના અનુયાયીને તેમજ આ નવા પદાર્થવિજ્ઞાનના અનુયાયીને, ઉભયને બાળી મૂકવામાં આવતા, દેશનીકાલ કરવામાં આવતા, અનેક રીતે પીડવામાં આવતા. રાજ્યતંત્રના બંધારણમાં રાજાનો અધિકાર સર્વોપરી હતા, પણ તેને અંગે ધીમે ધીમે લ્યુથર પહેલાં જે મંડલયવસ્થા હતી તેમાંથી રાજ્યસત્તાને નિયમમાં રાખનાર સંસદેજેમાંથી હાલની પાર્લામેટા થઈ છે—તેનો ઉદ્ભવ થયા હતા. યુથરના મત અને પદાર્થવિજ્ઞાનનો વિજય એ બેની પ્રવૃત્તિ થતે થતે મૂલને યવહાર શિથિલ થયે, અને કુટુંબભાવનાનું બંધારણ તૂટયું. પણ હજુ તેનો પૂર્ણ વિજય થવાનો સમય આવ્યો ન હતો. યુથર નાસ્તિક ન હતા, પણ તેણે જે સુધારણા ઉપજાવી તે ઘણેક ઠેકાણે નારિતતારૂપે પણ કાલાંતરે ફલી. બીજી તરફથી પદાર્થ વિજ્ઞાનને તે ચપું, કુલડી, અને અગ્નિ વિના બીજે ઇશ્વર હતુંજ નહિ. એટલે જડવાદ ધીમે ધીમે પ્રબલ થતા ચાલ્યા, અને આ જગત અને આ જીવિતને જેમ સુખમાં નિભાવી શકાય તેજ નીતિ ઉત્તમ ગણાવા લાગી. સુખ તેજ સત્ય એજ નીતિ ધારણ પ્રવહું અને પોત પોતાની સંભાળ રાખવી, બીજા ને ગમે તે થાઓ એ અહંભાવ વધતા ચાલ્યા. એ અહંભાવને અટકાવવા ઘણાક ગાંડા પ્રયાસ થયા, ફ્રેંચ રેલ્યુશનના મહાભારત યુદ્ધમાં લોહીની નીકા વળી, પણ એ અહંભાવને પાયો શિથિલ થયે નહિ. કેટલાંક પ્રજાસત્તાક રાજ્ય સ્થપાયાં, ઈગ્લડ જેવા દેશોએ પાર્લામેંટને સર્વ અધિકાર સાંપી દઈ, રાજાને એક નામ માત્ર કરી નાંખી, રાજાનું માથું બચાવ્યું, પણ કોઈ પણ રીતે અહંભાવના જયધ્વની શમ્યા નહિ. હું અને મારૂં' એજ નિયમ મુખ્ય થઈ પડ્યો, અને મૂલનાં નાસ્તિકતા અને જડવાદનું પરિણામ નીતિમાં અહંભાવથીજ વર્તન રાખવામાં ફલિત થયું. ' ધર્મમાં, રાજ્યમાં, આચારમાં, વિચારમાં, નીતિમાં, અહંભાવ તેજ મુખ્ય થઈ પડ્યો. જવાદ એટલે કે નારિતકતા પ્રધાન છતાં, જેને કોઈ પ્રકારે ધર્મ માન હોય છે તે પણ અહંભાવથી મુક્ત થઈ શકતા નથી, ને કાઈ મહાન અહે, માટે પુરુષ, મહાટા ઉકર્ષરૂપ પુરુષ કવચિત્ નિરાકાર, કવચિત્ સાકાર, એમજ માની લે છે. વ્યવહારમાં પણ હું અને મારે એ નિયમજ મુખ્ય પ્રવર્તે છે, કુટુંબભાવનાજ નિર્મલ થઈ છે, અને પુત્ર ગૃહસ્થ થતાની સાથેજ જુદો થાય છે. નીતિના ધોરણમાં પણ અનેકાનેક મતભેદ પડી ગયા છે; ને તે બધાને પાયો ઘણેક થોડેક અંશે અહંભાવ ઉપર અને નાસ્તિક જડવાદ ઉપર રોપાયા લાગે છે. એમ હોવાથી સંશય એજ એ ધારણાનું રૂપ થઈ પડેલું છે, ને તેવાં ધારણાને આધારે ચાલતું વર્તનમાત્ર અહંભાવવાળું જ જણાય છે. અહંભાવનું વધવું, અને તેથીજ, જેમાં સર્વ શોધ, સર્વ જ્ઞાન, એકત્રિત થઈ એક સર્વમાન્ય, સર્વ જુદા જુદા આંકડાને સાંકળરૂપ કરી શકે તેવું જ્ઞાન-ધર્મ, નીતિ-ઉદ્ભવવાનો અસંભવ, એણે કરીનેજ એ નીતિધારણ શિથિલ રહ્યું છે, પાયાવિનાનું છે, ને સર્વ પિત પિતાને વિચારે ચાલે, એ અહંભાવને નિયમ આગળ પડતા થયે છે. એમ પાશ્ચાત્ય નીતિ રીતિમાં અહંભાવનું જ પ્રાધાન્ય છે. એનાથી લાભ છે કે હાનિ છે તે અત્રે ચર્ચવાની વાત નથી પણ ત્યાં વસ્તુસ્થિતિ કેવી છે તે બતાવવા માટે આટલી qe Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગદ્યાવલી 24/50