પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પૂર્વ અને પશ્ચિમ, રચાય છે. આવા ઘેરણ ઉપર ચાલતી પાશ્ચાત્ય કેળવણી–શિક્ષણપદ્ધતિ-આપણા દેશ ઉપર પણુ ઠાકી બેસાડવામાં આવી છે. પાશ્ચાત્ય રાજ્યબલ પ્રાધાન્ય પામી થિર થતું ચાલ્યું તેમ, છે ખર દેશી લોકોને હલકી કરી ચાકરીમાં વાપરવાસારૂ, તથા કેળવણીની સારી અને સરથી લોકો સુધરીને સુધરેલા રાજય વૃવહારને સમજી ચહાતા થાય તેવા ઉદેશથી, સરકારે કેળવણીનો આરંભ કર્યો. રાજકીય કારણ આવું જ સમજવામાં આવે છે, જો કે પ્રસિદ્ધ રીત તે પરમાર્થ માટેજ દેશીઓને અંધકારમાંથી ઉદ્ધારવા કેળવણી આપવા માંડી એમ કહેવામાં આવે છે. ખરું કારણ આપણે માનીએ છીએ તેજ છે એમ કહેવાનાં કારણમાં મુખ્ય તો એજ છે કે એ હેતુ સિદ્ધ થયા જેવા થવાથી હાલ સરકાર કેળવણીના કામમાંથી પાછી હડતી જાય છે, અને ઉંચા પ્રકારની કેળવણી પિતાને હાથે આપવા ચહાતી નથી. કારણ ગમે તે હો પણ સરકારે કેળવણી આ દેશમાં દાખલ કરી અને શાળાઓ, કોલેજે, સ્થાપવા માંડી. એ કેળવણીનાં જે ધારણો રચવામાં આવ્યાં તે પાશ્ચાત્ય દેશમાં ચાલતાં ધારણ કરતાં પણ નઠારાં થયાં કેમકે પાશ્ચાત્ય દેશોમાંના ઉદરનિર્વાહ પુરતી પણ કેળવણી મળે તેવો માર્ગ જેલ છે, અહીં તો માત્ર મહેતાજી, લહી અને કારકુન તૈયાર થાય એવીજ કેળવણી યોજાઈ છે. કોઈ એમ કહે કે આ દેશમાં જે મોટા મોટા વિદ્વાનો થઈ આવ્યા છે તે આવી કારકુના પેદા કરનારી કેળવણીમાંથી કેમ થઈ શકે ? તો તેનું ઉત્તર એજ છે કે અત્ર કે તત્ર શાલાની પદ્ધતિસર કેળવણીથી કોઈ મહાપુરુષ ઉપજી આવ્યો નથી એટલે જે જે મહા પુ અત્રની પદ્ધતિમાંથી નીકળ્યા મનાય છે તે તે પદ્ધતિથી નીવડ્યા નથી પણ તે પદ્ધતિથી કરમાઈ ન જતાં પોતાના કોઈ સવિશેષ સ્વભાવબલના પ્રયાસથીજ ખીલી આવ્યા છે. આવી કેવલ લખતાં વાંચતાં ને કાંઈક ગણતાં શીખવનારી કેળવણી વ્યવહારોપયોગી ન રહી; અને છેક કોલેજો પતમાં પણ જે શિક્ષણક્રમ યોજાશે તે મૂલના લેખન વાચન અને ગણિતનાજ ઉચ્ચ પ્રકાર થતો ચાલ્યા. આમાં પણ પાશ્ચાત્ય વિચારે અને પાશ્ચાત્ય નિયમોને આધારે રચાયેલા લેખ પ્રમાણ ગણાવા માંડ્યા, એટલે પાશ્ચાત્ય નીતિનું અનુકરણ તેજ ખરે નીતિમાર્ગ એમ કોમલ હૃદયમાં બીજાપ થવા લાગ્યા. વળી આ કેળવણી આપનારા બધા પરધમ, પિતાના ધર્મનેજ સત્ય ધર્મની પરાકાષ્ઠા માનનારા, આર્ય ધર્મને મૂર્તિપૂજક અજ્ઞાની ધર્મ ગણી નિંદનારા, એટલે કેળવણીના સ્વરૂપમાં પોતાના ધર્મને કાંઈક પણ ભાસ તેમનાથી ભેળવ્યા વિના રહેવાયું નહિ. આ દેશમાં ઘણા ઘણા ધર્મભેદને લીધે, અને સરકાર પોતે પરધમ હોવાને લીધે, સરકારે કેળવણીના વિષયમાં ધર્મપર જે માધ્ય શ્ય રાખ્યું છે તે અતિ ઉત્તમોત્તમ અને સ્તુતિપાત્ર છે, પરંતુ જે જે પાશ્ચાત્ય ગ્રંથો પ્રમાણ ગણાઈ અત્રત્ય શિક્ષણપદ્ધતિમાં વપરાય તેમાં રાજ્યકર્તાને જે ધર્મ છે તે ધમોદિનાં ધારણુ સ્તુત્ય, માન્ય, ઉત્તમ, ગણવામાં આવ્યાં હોય એટલે તેવા લેખની શી અસર થાય એ જાણવું સહજ છે. પાશ્ચાત્ય ધર્મધારણને સત્ય માનવાથી, આપણાં કેળવણી લેતાં બાલકે, તેવા વિચારના સંસ્કાર ગૃહે છે, અને અત્રય ધર્મમાત્ર ખેટા છે એવા વાદે ચઢી નસ્તિકતા પ્રાપ્ત કરે છે. મૂલની કેળવણીજ જડવાદપ્રધાન છે, અને તેમાં ધર્મ એ શબ્દને જે આ દેશમાં દઢાર્થ છે તે e ઉપર આક્ષેપ થવા માંડે છે, એટલે જડવાદને જે છેવટનો નિર્ણય નાસ્તિકતા-ચૈતન્ય છેજ નહિ એવી નાસિતા-તે બાલકાના મગજમાં કશી જાય છે. આટલું જ નથી, પણ આવી જડી Gandhi Heri itage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 35/50