પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/23 પૂર્વ અને પશ્ચિમ, ૪૮૭ વિચારોને સ્થાને આજે વિદ્વાનોના મનમાં આર્ય વિચારે પ્રાધાન્ય ભોગવે છે. અને મૂલના આર્ય ચારિત્ર ઉપર સર્વની રૂચિ થતી જાય છે, એ સંસ્કૃત વિદ્યાના અભ્યાસનું ફલ છે, અને તેને માટે સરકારને સર્વેએ ઉપકાર માનવા ઘટે છે. પાશ્ચાત્ય કેળવણીથી જે કાંઈ સધાયું છે તેમાં આ એક મુખ્ય લાભ છે. વ્યક્તિપ્રધાન નીતિ મનમાં ઠસવાથી ઉન્મત્ત સ્વાતંત્રયના વિચારે પણ દૃઢ થતા ચાલે છે, અને જે છૂટ એ વ્યક્તિપ્રધાન નીતિને આધારે રાજ્યતંત્ર ચલાવવામાંથી પાશ્ચાત્ય ભોગવે છે તે માગવાની આપણને પણ હવે હીંમત આવી છે. આ પણુ પાશ્ચાત્ય કેળવણીની પદ્ધતિનું ફલ છે એમ કહેવાની આવશ્યકતા છે. આવી રીતે પાશ્ચાત્ય અને અત્રત્ય શાલાને સંધરુ થતાં યદ્યપિ અત્રય ધર્મ અને નીતિનો શ થતો ચાલે છે અને નાતિકતા તથા વ્યક્તિપ્રધાન અહંતા વિસ્તરી દેશમાંથી ઐકય - છું થતું ચાલે છે, તથાપિ સંસ્કૃત વિદ્યાના પુનરુજજીવનને લીધે એનાં જે અધમાધમ પરિણામ તે આવતાં અટકશે એવો લાગે છે, અર્થાત રાજકીય વિષયમાં જેમ આ સંધટમાં આર્યત્વ મરતું મરતું પણ શ્વાસ ભરે છે એમ જણાયું હતું તેમ વ્યવહારના અંગભૂત શાલાના ક્ષેત્રમાં સંધઃ ચાલે છે તેમાં પણ આર્યત્વ છેક ગતાસુ થાય એવું લાગતું નથી. આટલી ચર્ચા ઉપરથી શાલા એ વિભાગનું સ્વરૂપ અને તેમાં પૂર્વ અને પશ્ચિમના યોગ થવાથી થતા પરિવર્ત સહજ લક્ષમાં આવ્યા હશે તે હવે ગૃહ એ અંગને આપણે સહજે વિલોકી શકીશું. શાલા એ અંગનો વિચાર કરવામાંથી આપણે એટલું તો નિશ્ચયપૂર્વક જોઈ આવ્યા કે વ્યક્તિપ્રધાન અહેવ અને નાસ્તિતારૂપ શંકાની સ્થિતિ એ બેનો ઉદ્ભવ વર્તમાન શિ. ક્ષણના ક્રમમાંથી થઈ આવે છે. પુરુષેપરવેજ આમ થાય છે એવું નથી પણ સ્ત્રીઓ પર તો એ વાત અનેક રીતે વિપરીત થઈ પડે છે. સ્ત્રી શિક્ષણની જે યોજના વર્તમાન શિક્ષણક્રમમાં રહેલી છે તેનાથી ઉત્તમ માતાઓ, ઉત્તમ પનીઓ, કે ઉત્તમ બાલાઓ કવચિતજ નીવડે છે. એકંદરે પાશ્ચાત્ય સ્ત્રીવર્ગનું અનુકરણ કરનાર નારીઓ ઉપજી આવે છે. તેમનામાં પણુ પાશ્ચાત્ય સ્ત્રીસમાજના જેવા ગુણ તેમ દુર્ગણ દીઠામાં આવે છે. અને મુખ્ય વિપરીતતાતા એ સમજાય છે કે આર્ય દેશની ચાલતી આવેલી સ્થિતિમાં નવીન પદ્ધતિએ કેળવાય સ્ત્રીવર્ગ બહુ વિલક્ષણતાને પાત્ર થાય છે. એ વિલક્ષણતા ઉત્તમ છે કે મૂળ આર્ય સ્થિતિ ઉ. ત્તમ છે એ પ્રશ્નનું નિરાકરણ અનેકવાર મારે હાથે થયેલું છે, અને ઉભયના મિશ્રણમાં મને શ્રેય સમજાય છે, પરંતુ આ વિષયની ચર્ચામાં તો ઉભયના સંધથી શા ફલ ઉપજે છે એજ વિચાર પ્રકૃત છે. મારું મત સ્ત્રીશિક્ષણથી વિરૂદ્ધ નથી, પરંતુ ચાલતા ક્રમથી સ્ત્રીઓને લાભ કરતાં હાનિ અધિક છે એમ તો હું માનું છું, ને તેનાં કારણ આગળ બતાવી ગયો છું. - ઘર વિષે, કુટુંબ વિષે, કુટુંબને અંગે ઉપજતી પોતાની વિવિધ કર વિષે, વ્યવહાર વિશે, ધર્મ વિષે, નીતિ વિષે, ચાલતી સ્થિતિ કરતાં વિલક્ષણ વિચારોને સિદ્ધાન્તરૂપે માનનાર સ્ત્રી પુરુષે સંસારમાં જોડાતાં ગૃહની કેવી દશા થાય એ વિચારવું કઠિન નથી નવા. વિચારે ચહેલાં સ્ત્રી પુરુષ નવીન વાતેજ સત્ય છે એમ માને છે, જાના વહીવટમાં ચાલતા લાકા પ્રાચીન વાતાને સત્ય કહે છે, અને ઉભયે પોત પોતાના નિશ્ચયાને આધારે એક એકને વખાડે છે. સત્ય શું છે તે વિચારવાનો વિષય જુદો છે, પરંતુ આ બે વિચાર વચ્ચે મૂલગત જે ભેદ બતાવવા મેં યત્ન કર્યો છે તે ઉપરથી એટલું તો સ્પષ્ટ સમજાયું હશેજ કે નવીન મતના આધાર’ ન્યુકિત અને વ્યક્તિનાં વિચાર સુખ સ્વાતંત્રયને સર્વ વાતના ધારણરૂપે માનવા anan Heritage Port 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50