પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પૂર્વ અને પશ્ચિમ, પ્રતારણા ! પાશ્ચાત્ય નીતિએ તને કેવાં કેવાં રૂપ આપ્યાં છે, તું, તું', તુ, કયાં કયાં કયે કીયે રૂપે બીરાજી રહી છે. ગૃહ, વ્યવહાર. ન્યાય, નીતિ, સર્વત્ર તું તું ને તુંઅમારું આર્યત્વ તારા આગળ સંતાઈ ગયું છે ! કયાં તે આર્ય બુદ્ધિ-મનધેયં વચચે ર્મજં જે મ નમાં તેજ વાણીમાં ને તેજ કર્મમાં, એતો આજ ક્યાં હશે ? કોણ હશે ? મનમાં એક, વાણીમાં બીજું, કમમાં ત્રીજું, એ પ્રતારણા પ્રકાર તેને સર્વત્ર ! | કેવલ આર્ય પ્રજાનાજ આમાં દોષ છે એમ મારા લખવાનું તાત્પર્ય નથી. આ દેશનું ભાવિન આવું છે કે પાશ્ચાત્ય સંબંધનો આર્ય સાથે સંઘટ થતાં તેમાંથી આવી ઘટના ઉ. ધવી છે. એ ઘટના કેવી સક, કેવી શુષ્ક, કેવી પાપરૂપ, છે એટલું સમજાય તો તેમાંથી મુક્ત થઈ શુદ્ધ આર્યવ ઉપર આવવાનો વિચાર સહજ રઝુરે એ આ લેખનો ઉદ્દેશ છે. ઘણાક એમ કહેશે કે આતે કલ્પના છે, અમે કાંઈ એવા થયા નથી, પણ સર્વેએ પોતપોતાના અંતરાભામાં વિચાર કરી ને એટલે સ્પષ્ટતા થશે. કેઇ અમુક વર્ગ કે વ્યક્તિને દોષ ચઢાવવાનો મારે આશય નથી, આવી સ્થિતિના ચિન્હ જણાય છે એ વાત પ્રદર્શિત કરવાનો હેતુ છે. e ગૃહ એ અંગને વિચાર કરતાં સામાન્ય નીતિમાં પ્રતારણાએ સરલતાનું સ્થાન લીધું છે અમ આપણે જોયું. એજ રીતે રહમાં, વ્યવહારમાં, મર્યાદામાં એટલે કે જે જે સંબંધ સ્ત્રીપુણ્ય બાલવૃદ્ધ-સર્વના ખાનગી સંમેલનમાંથી ઉપજી આવે છે તે પરત્વે, કૃત્રિમતાનાજ સર્વત્ર પ્રસાર જોવામાં આવે છે. બાલસ્વભાવના અકૃત્રિમ વિશ્વાસ અને સરસ્વભાવમાં પણ મંડલીના સંસર્ગ થતાં શાલામાં શિક્ષણ પ્રસંગે જુરીજુદી અસરે તેને લાગુ થતાં, વિલક્ષણ પ્રકારની કૃત્રિમતા પ્રવેશ પામે છે. મયૉદા, ભક્તિ, વિનીતતા, એવા રહષક ગુણો તેના હૃદયમાંથી નીકળી જઈ અમર્યાદ, સ્વાતંત્ર્ય, અહંતા, એવા ઋક્ષતાનુલ ભાવ ઉપજી આવે છે, એ પ્રત્યેક અવલેકિન કરનાર માતાપિતા પિતાએ, શિક્ષક, વ્યવહારમાં વિચરનાર તત્ત્વને, જોયું હોજ. આવું થવાથી બાલકો-સ્ત્રી તેમ પુરષના વિચારમાં ઘણો અંતર રહે છે. ક્ષમા, માનુષપ્રકૃતિને સુલભ દોષને સહન કરવાની પ્રકૃિત, જરાપણ ખીલી શકતી નથી; અને સ્ત્રીઓ પુરુષની સમાન છે, એ નવીન વિચાર તથા પુરા તેમનાથી અધિક છે એ પ્રાચીન વિચાર, ઉભયમાંથી એકેનું તત્ત્વ સમજ્યા વિના ગમે તે એક માર્ગ ગ્રહણ કરી લેઈ પિતાને ગૃહસ્થાશ્રમ તે બગાડે છે. એક પાસા શાલામાંથી શીખેલા પ્રેમ અને સ્વાતંત્ર્યના ઉશૃંખલ તરંગ, કવચિત જડ, ક્વચિત અર્ધદગ્ધ, કવચિત રતતત્ર, એવા વિચારમાં યોગ્ય પ્રતિબિંબ પામતા નથી, અને સંસાર અસાર થાય છે. આમ થવામાં પૂર્ણ શિક્ષણ નથી મળતું તેજ દોષવાન છે એ વાત ખરી છે, પણ પ્રાચીન રીતિની શિક્ષણપદ્ધતિ-સ્ત્રીપુરુષ ઉભયની–અને પ્રાચીન ગૃહવ્યવસ્થા, તેમાં જે ગુણોનો ઉદ્દભવ થતા, અને ગૃહની મર્યાદામાં તેથી જે નીભાવ થતા, તથા હાલની વ્યવસ્થાથી થતાં કેવલ દુઃખમય જીવિત કરતાં સાધારણ રીતે સુખમય જીવિત પણ ગાળી શકાતાં, એટલી વાતજ અવૉચીન પદ્ધતિને સદેષ કરાવવાને આપણને પ્રેરે છે. પાશ્ચાત્ય સંસર્ગોથી સમૂલ જર્જરીભૂત થયેલા આર્યગૃહમાં આવી શિથિલતા આવવાના માર્ગ સરલ થયે છે એમ કહેવું પડે છે. નહિ કે સ્ત્રી અથવા પુરુષ કાઈના સ્વાતંત્રયને અવરોધ કરવાની નીતિ ઉત્તમ હતી કે છે. પરંતુ સ્વાતંત્રયમાત્રને ઉચિત એવી જે મર્યાદા વિશ્વનિયમેથી, માનુષભાવાવના સ્વરૂપથી, અને મંડલવ્યવસ્થાના કપિત નિયમેથી, ઠરેલી હોય તેનું ઉલ્લંધન થતું ચાલે એ અનિરજ ગણાય. Ganan qe Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 41750