પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન 'ગદ્યાવલિ, ઋક્ષતા, અમર્યાદિત સ્વાતંત્રય, કૃત્રિમ વ્યવહાર, પ્રતારણા, અક્ષમા, એટલાં વ્યક્તિપ્રધાન પાશ્ચાત્ય સંસર્ગનાં ફલ છે એમ સ્પષ્ટ સમજાય છે. નેહને રથાને ક્ષતા વધતી જાય છે. સ્વાતંત્રયમાં મર્યાદા ઉપર લક્ષ રહેતું નથી, વ્યવહાર માત્ર કૃત્રિમ–ઉપરથી જેમ તેમ સારૂ જણાય એટલે ચાલશે–એવા કૃત્રિમ થતા જાય છે, અહંભાવ પ્રાધાન્ય પામેલા હોવાથી જે તે રીતે “અહ”—હું અને મારું સચવાય તેવી પ્રતારણાઓ વિરતરે છે. સામાન્ય દોષ પણ સહન નથી થતા એ તો ઠીક, પણ ઉત્કર્ષ ઉપર દષ્ય ઉપજે છે. વિચાર વિચારના ભેદ માટે છેક પરસ્પરનો સમૂલ વિષ કરવા પર્યત પ્રવૃત્તિ થાય છે એવી અક્ષમા જે સર્વત્ર ને માત્રનો વિનાશ સાધે છે, તે અહંભાવપ્રધાન પાશ્ચય સંસર્ગોને મહિમા છે. કુલાભિમાન, જાત્યભિમાન, એ વ્યવસ્થા આ કરતાં ઠીક હતી, કે તેમાં પોતાના કુલ જાતિ આદિના ઉતમ સ્વ. રૂપનું એક ભાવનામય ચિત્ર તે તે કુલ જાતિ આદિનાં સર્વ મનુષ્યના લક્ષમાં રમી રહી તદ્વિરુદ્ધ આચારથી તેમને અટકાવતું. હાલ તે પ્રાચીન એવી સર્વ વાત ખાટી મનાવવાના પ્રરૂઢ પ્રયાસથી આપણે આપણા ઇતિહાસનેજ વખોડતાં શીખ્યા છીએ, આપણું જે જે કહેવાય તે તો આપણને લાજ પમાડનાર છે એમ લેઈ બેઠા છીએ, એટલે આપણને આપણી જાતજ હલકી લાગે છે, કેમ કરીને અંગ્રેજ થઈ જઈએ, કેમ કરીને આર્ય દેશી મટી જઇએ, એમાંજ આપણને શ્રેય લાગવા માંડયું છે ! સારાસારનો વિચાર કરતાં આપણને આપણા પ્રાચીન ઇતિહાસમાં, આપણી પ્રાચીન પદ્ધતિઓમાં ઘણું મહત્વ અને અભિમાન કરવા જેવું સમજાય છે ! પાશ્ચાત્ય પણ તેને વખાણે છે; એનું ભાન આપણને નિરંતર રહેવું જોઇએ. તોજ આપણે આપણી સમષ્ટિપ્રધાન નીતિને અનુસરી પ્રેમમય અભેદના સામ્રજ્ય રૂ૫ આયંત્વની પરમ પૂજાથી સુખી થઈ શકીએ, પણ એ ભાનજ આપણને પાશ્ચાત્ય સંસર્ગો વીસરાવે છે, આપણામાંથી આપણાપણું જ કાઢી લે છે ! પાશ્ચાત્ય સંસર્ગોના આવા અલાભ છતાં ગૃહપર તેના થોડાક લાભ પણ નથી એમ નથી. આર્ય દેશના મધ્ય સમયમાં, મુસલમાનોના સંસર્ગથી નારીજાતિની સ્થિતિમાં જે કાંઈ અધમતા દાખલ થઈ હતી, તેને મૃલ આર્યસ્વરૂપે લાવવાનું ભાન આપણને પાશ્ચાત્ય સં. સગોથી આવ્યું છે, એટલું જ નહિ પણ આપણી પ્રાચીન મહત્તાનું એાળખાણ, તથા તે મને હત્તાનું વાસ્તવિક નિદાન સમજવાની શક્તિ પણ એ સંસર્ગોએજ આપ્યાં છે. આખા જગતને આપણી દૃષ્ટિ આગળ આણી અભેદના અર્થનો વિસ્તાર કરી આપે છે. ઐહિક સુખાની પરાકાષ્ઠા બતાવી વ્યવહારને ઉત્સાહમય કયો છે, માનુષ જાતિમાત્ર પરસ્પરાવલંબી છે એમ બતાવી પરમાર્થના માર્ગ વધારે વિશાલ કરી આપે છે, અને એમ જીવિતને વધારે ઉત્તમ રીતે, વધારે ઉન્નત રીતે, વધારે ઉપયોગી રીતે, ગાળવાનો માર્ગ આપણને દર્શાવ્યા છે. પરંતુ એ બધા ના પ્રકાશ દેખીને સારાસાર વિચારવાની વિવેક બુદ્ધિ ઝાંખી ન પડી જવી જોઇએ, તત્ત્વ ગ્રહણ કરવાની શક્તિ ક્ષીણ ન થવી જોઈએ, સત્યને આચારમાં ઉતારતાં ડરવાની અનાર્યવૃત્તિ પ્રતારણા-આપણને વળગવી ન જોઈએ અને આયંભાવનાનું ચિત્ર દૃષ્ટિમાંથી ભ્રષ્ટ ન થવું જોઈએ. નહિતો આ ભવ્યતા આર્યત્વે આપેલા સમષ્ટિ પ્રધાનનીતિના સૂવિના શિથિલ રહે છે એ વાત નિઃસંશય છે. | ગૃહુ એ અંગેના વિચાર સમાપ્ત કરતા પૂર્વે બે વાત કહેવાની બાકી રહી છે. પાશ્ચાત્ય સંસગોથી ઉપજી આવેલા વારસાને કાયદો અને ધર્મના પરિવર્ત. પાશ્ચાત્ય રાજ્યવ્યવસ્થા થવામાંથી હિંદુ લોકોને માટે ખાસ વારસાનો કાયદે પ્રાચીન શાસ્ત્રા-સ્મૃતિ, ધર્મશાસ્ત્ર, ટીકાઓને andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 42/50