પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પૂર્વ અને પશ્ચિમ, ૪૯૭ આધારે ઘડવામાં આવ્યો છે. તે અનુસાર મરણ પામનારની મીલકતના વિભાગ-વાસ-આદિ થાય છે, એમાં આર્યદેશની જે સમષ્ટિપ્રધાન નીતિ તેનાથી વિરુદ્ધ ઝાઝું થયું નથી, પરંતુ આર્ય શાસ્ત્રમાં નહિ એવો જે “વીલ” કરવાના પ્રચાર અંગરેજી કાયદામાંથી દાખલ થયો છે તેમાં એ ભાવનાની વિરુદ્ધ કેટલાક અંશ છે એમ માનવું પડે. યદ્યપિ વ્યક્તિને પોતાની મીલકત પરત્વે પૂર્ણ સ્વાતંત્ર્ય આપવું એ તે વ્યક્તિના લાભ પરત્વે ઘણું જ ઈષ્ટ છે, તથાપિ એથી કરીને કુટુંબના એકભાવને, સાક્ષાત ડબાવનાર નહિ, તો પણ તેને સાચવનાર નહિ, એવી વૃત્તિ આર્ય મનમાં રોપાય એ તો નિર્વિવાદ છે. વળી વીલને અંગે પાર્જિત વડીલોપાર્જિતના જે ભેદ કરવા પડે છે, ને તેમાં જે સૂમથી પણ સૂક્ષ્મ વિવેચના કાયદાએ માની છે તે પણ કુટુંબમાં ઐક્યને બદલે ભેદ ઉત્પન્ન કરનાર બીજ છે. આર્ય કુટુંબભાવનાને શિથિલ પાડનાર કારણોમાં વર્તમાન કેળવણીથી થતા અહંભાવને અને તદંગભૂત અનેક અમર્યાદ, પ્રતારણા, ઈત્યાદિ પરંપરાને આપણે મુખ્ય કારણ માન્યું છે, પણ તેમાં પાશ્ચાત્ય કાયદાના સ્વારસ્યથી પણ ભેદભાવ ઉત્પન્ન થવાના ઘણા સંભવ ઉભા થાય છે એ લક્ષમાં લેવાનું છે. આ બે વાત ઉપરાંત ત્રીજી વાત ધર્મ ઉપરની અસર છે તે છે. | કેળવણી દ્વારા આપણાં બાલકે એમજ શીખે છે કે આ જડવિશ્વ વિના બીજું કાંઈ નથી, ચૈતન્ય એ મિયા વાત છે, અને વિશ્વના નિયમ માત્ર માણસની બુદ્ધિને એવા અધીન છે કે જે કાંઈ વૈપરિત્ય દેખાય છે કે થાય છે તે એ નિયમે બરાબર ન રાખવાથી થાય છે. આવા આગ્રહપૂર્વક નિશ્ચયમાંથી એમ પણ થઈ આવે છે કે અમે જે સમજ્યા છીએ તે ખાટું હોયજ નહિ. આવી દૃષ્ટિ થયા પછી પ્રાચીન વ્યવસ્થા ઉપર દષ્ટિ જાય છે, તો અનેક કાલના કાટ લાગી જવાથી સમગ્ર રૂપે ઝાંખી થઈ ગયેલી, કહીં વધારે મેલ ચઢવાથી બેડોળ બની ગયેલી, કહીં બહુ ઘસારે લાગવાથી ખંડિત થયેલી, આર્યધર્મની મૂર્તિ તેમને એક હાસ્યાસ્પદ, મૂખેફ૫નાવત , પૂર્ણ વહેમ રૂપ લાગે છે. કિંબહુના કવચિત તો તેનું દર્શન પણ થઈ શકતું નથી, એવો વિકાર ચક્ષુને લાગ્યો હોય છે. આવી બ્રાન્તિમય સ્થિતિમાંથી ત્રણમાંનું એક પરિણામ આવે છે. કેટલાક નાસ્તક થઈ જાય છે અને કશું માનતા નથી, સર્વની સમાનતા માની ગમે તેવા આચાર વિચારથી ડરતા નથી, પોતાના વૃદ્ધને ગણકારતા નથી; કેટલાક પરધર્મના સંસ્કારોને સ્વધર્મ રૂપે માની અનાર્ય એવા કુમાર્ગને ધર્મ માની લે છે, અને જેને બુદ્ધિપૂર્વક સુમવિવેકથી જોતાં પણ યથાર્થ રીતે ધર્મ એ નામ આપી ન શકાય, તેમાં દોરાય છે, ને અનેક અનાચાર તથા અમદાનાં કૃત્ય કરતાં શીખે છે; ત્રીજા વર્ગવાળી, જે કાંઈક ધાર્મિક વૃત્તિ રહી હોય તે, આર્યધર્મને નામે જે નવા નવા ટૅગ નિરંતર સ્વાર્થી લોકે વિરતારે છે તેમાં ફસાઈ પિતાનું વળી એક “દંતૃતીય” લેઈ બેસે છે. આ ત્રણે પ્રકારથી આર્ય કુટુંબ ભાવનાના ઐક્યમાં વિક્ષેપ પડે છે; પિતા શૈવ તે પુત્ર પ્રાર્થના સમાજિસ્ટ, નાસ્તિક, કે સ્વામીનારાયણ; પત્ની વૈષ્ણવ તે પતિ ઉક્ત ત્રણમાંથી ગમે તેમાં; એમ પ્રેમભાવના મૂલરૂપ હૃદયમાંજ વિક્ષેપનાં બીજ રોપાય છે. તેમાં વળી કોઈ કોઈ ધર્મવાળા શીખવે છે તેમ, આ ધર્મમાં હોય તેજ મુક્ત થવાના, અન્ય નહિ; તેજ અધિકારી અન્ય નહિ; તેજ સત્સંગી અન્ય નહિ; એવી ભાવનાઓને અધીન સ્ત્રી પુરુષ કેમ ઐક્ય સાધી શકે ? વળી આર્યધર્મથી કદાપિ પણ જેને પ્રમાણ મળતું નથી એ સ્ત્રીઓને સ્વતંત્ર ધર્મ પાળવાને એક ઢોંગ કેણ 0 જાણે કયાંથી આપણામાં પેસી ગયા છે તેથી પણ હાનિ થવામાં બાકી હોય તે પુરૂ થાય છે. Gandhi Her tage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 43/50