પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદન ગઘાવલિ, દુનીયાંના ઘણા દેશોમાં મોકલે છે, ને તે ઉપદેશકે સ્વધર્મનો પ્રસાર કરવા થાય તેટલો યોગ્ય પ્રયાસ કરે છે. વેપાર, ધર્મોપદેશ, અને પછી રાજ્ય એમ આપણા રાજ્યકર્તાઓને જ્યાં જ્યાં તેમણે રાજ્ય સ્થાપ્યાં છે ત્યાં ક્રમ જણાય છે; અને એમ ધારવાનું કારણ છે કે પ્રજા પણ તેમના ધર્મમાં આવે તે રાયની સ્થિરતા અને સુખશાન્તિને લાભ છે એવું તેમનું માનવું હાવું જોઈએ. આ સર્વ વાત ઉપરથી જોઈ શકાશે કે આપણા ધર્મના સિદ્ધાન્તા ઉપર કેટલીક વિરુદ્ધ અસરે લાગુ થઈ હતી અને છે. ધર્મ સિદ્ધાન્તના સ્વરૂપમાં ફેર, આપણા ધર્મ કનિટ છે એવો આગ્રહ, આપણા ધર્મને બદલે ક્રીસ્થીઅન ધર્મ આપણે સ્વીકારીએ તેવો દઢ સયત્ન, અને તે પ્રયનમાં રાજ્યકતાંનું થોડે અંશે પણ અનુમોદન, તથા આ બધી અસરોથી જે વિચાર ઉ.વે તેની તુલના કરવા માટે, એ ક્રીસ્થીઅન ધર્મને અનુસરનાર લેખકોના લેખ અને અદ્ધિવિલાસવાળા ગ્રંથા આદિના સૂકમ અભ્યાસ કરાવતી આપણને આપવામાં આવેલી કેલવણી, એ બધાં બલ આપણા ધર્મ ઉપર જોર કરી રહ્યાં છે. એમાંથી કહીંક નાસ્તિકતા એટલે ચૈતન્ય એવી જે હિંદુધર્મની માન્યતા તેને અત્યંત અભાવ એ પરિણામ આવ્યું છે; કહીંક હિંદુધર્મના “ હેમ” દૂર કરી એકેશ્વરમતને અનુસરી નીતિ પાળવી એ આગ્રહ પેદા થયો છે; કહીંક પુનર્જન્માદિ વ્યવસ્થાનો અનાદર કરી નવા પ્રકારના ધર્મને રૂપે સમજાદિનો પ્રચાર નીકળ્યો છે; યા કહીક આવા મધ્યમાર્ગ મૂકી દેઈ કેટલાકે કેવલ ક્રીસ્થીઅન ધર્મમાંજ ગયેલા છે. આ વા ઉપક્રમમાં ભળનાર લોકે વિદ્વાન અધિકારવાળા, પ્રતિષ્ઠાવાન, ઈત્યાદિમાં ગણાતા હોવાથી યથાવતેથgઃ એ ન્યાયે “ લેક ” માં પણ કોઇ વિલક્ષણ વ્યવસ્થા વ્યાપી ગઈ છે. સાધારણ લોકસમાજ..પોતપોતાના ધર્મપર અજબ જેવી ભીરુતા પામી ગયો છે, “ સુધારાવાળા ” ને દેખીને પોતાના વિચાર છુપાવવાની ટેવ પડવાથી વિચાર સ્વાતંત્રયનો વાસ થતા ચાલે છે, ધર્મતત્વની પરિપૂર્ણ ચર્ચા થવાથી તેનો અભ્યાસ અને વિચાર ચાલતાં જે નિશ્ચય ઉપજે છે તે ઉપજતો નથી, અને પરંપરાગત છે માટે પાળવું એમ માની ગતાનુણતિક ધર્મ પાળવાની કોઈ નિગૂઢ પ્રતારણ પણ વિસ્તરવા લાગી છે. આ પ્રકારે પાશ્ચાત્ય ધર્મસંસર્ગોને લીધે અત્રય ધમબંધન બહુ શિથિલ પડતુ’ જાય છે; પણ એમાં નિરાશાનું કારણ નથી, જે વિષે આ ચર્ચાને અન્ને વિવેચન થશે. તુરત એ જોવાનું છે કે આવી શિથિલતાથી નીતિમાં શા પરિવર્ત આવી ગયો; ધર્મ ઉપરના આધાતના પ્રત્યાઘાત આપણી લોકનીતિ અને વ્યક્તિનીતિમાં કે થો; એ તપાસમાંથી આપણે ચતુષ્પના ખાસ વિષય ઉપર જઈ શકીશું. ધર્મ એટલે પરમસુખ શામાં છે, જીવનને પરમેન્નતિ શાથી મળે, એ સંબંધના જે તાત્વિક વિચાર તેની વ્યવસ્થા શિથિલ પડી જવાથી અનેક વહેમ ધર્મને નામે ચાલવા લાગ્યા છે, અનેક મત પંથ સંપ્રદાય નવા નવા ઉપજતા ચાલે છે, અને એક પાસા કેવલ નાસ્તિકતા તો એક પાસા કેવલ વહેમ એ બેના વચમાંના મધ્ય માર્ગ બહુ વિરલ થઈ પડયે છે. મનમાં જે નિશ્ચય હોય તે નિશ:ક રીતે દર્શાવવા, તેને પ્રસિદ્ધ રીતે સ્વીકારવામાં શરમ ન માનવી, એવું જે હૃદયબલ તે અનેક કારણોને લીધે જવા લાગ્યું છે; અને જયારે આપણા ધર્મના તત્ત્વનું આપણે યથાર્થ અવલોકન કરતા નથી કે કરી શકતા નથી ત્યારે અતિ સુલભ અને સયુક્તિક એવા પાશ્ચાત્ય જડવાદની નાસ્તિકતાને કે તદનુસાર કાઈ કલિપત - મરવરૂપને ધર્મરૂપે સ્વીકારવા જઇએ છીએ. આમ થવાથી આપણા સંસારમાં બે વિરુદ્ધ અસર દાખલ થઈ " છે; એક પ્રાચીન અને એક નવીનું. પ્રાચીન અસર હજી આપણા લોક andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 46/50