પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૬૯૮ સુદર્શન ગદ્યાવલિ. એટલાં ભેળાં એટલાં મૂર્ખ કે અનાચારને ધર્મ કહે, અનાચારનું સમાધાન ધર્મક્રિયાને નામે ચાલતા વહેમથી કરી લે ! આ બધે પ્રતારણાપ્રકાર કેવલ આપણા ધર્મનિશ્ચયે શિથિલ થવામાંથી ઉભો છે. જે લોકેાનું કામ જનસમૂહને દોરવાનું છે, જેમને જ્ઞાનસામગ્રી, પ્રતિકા, અને ચારિત્રની સાહાયથી લેકે અનુસરી શકે એમ છે, તે તે પાશ્ચાત્ય સંસર્ગોના બલમાં પોતાને સર્વ કરતાં પંડિતમન્ય ઠરાવી પેતાને જુદેજ માર્ગ કરી બેઠા છે, ને ભેળા લોકોને વહેમી મૂર્ખ કહેવામાંજ સંતોષ માને છે. તે લોકો બીચારા “ લકે” જ છે એ લે મૂર્ખતામાંથી બેવડી મૂર્ખતામાં પડે છે, અજ્ઞાની, લેભાગુ, બે અક્ષર બોલતા ચાલતા છતાં પ્રાઢ અને સર્વગ્રાહી વિચારપર નિરક્ષર, એવા સ્વાથી પુરાણી આદિને અનુસરે છે, ને એમ પ્રતારણાને ટાળે વિપુલ થતો ચાલે છે. જ્ઞાતિવ્યવસ્થા, લગ્નવ્યવસ્થા, બ્રહ્મચર્ય, આદિ મુખ્ય વાતોમાં પણ અંધકાર જામતા ચાલે છે, નવીન માર્ગે તેમાં વિચરનારને મહા વિટંબના નડે છે, અને ભેળપણની પ્રતારણાજાલને કાપીને નવીન વિચારવાળા ઘણુ કરી પાર ઉતરી શકતા નથી. પણ પ્રાચીન આતાવાળાની પ્રતારણાનો પ્રકાર બહુભાગે ક્ષન્તવ્ય છે કેમકે તેમને પ્રકાશ આપનાર સાધને તેમની પાસે નથી, અને તેમની પ્રતારણાનું મૂલ કેવલ અજ્ઞાન અને મૂર્ખતામાંજ હોય છે. વળી એ પ્રતારણા એટલી બધી ક્રર કે ઉગ્ર પણ હોતી નથી કેમકે તેમને હદયબલ વિનાના, દઢ નિશ્ચય વિનાના, પણુ પુનર્જન્માદિ દંડના ભયની કાંઈક કુપના પણ હોય છે. એથી વિપરીત જે પાશ્ચાત્યજડવાદને અનુસરતા વાદે આપણે પ્રવતતા જોઈએ છીએ તેમાંના કતારગુપકાર કાંઈક જુદી જાતનો છે. નાસ્તિકતાને અંગે ઐહિક સુખમાત્રમાંજ પરિસીમા મનાતાં શરીર અને શરીરનાં સંબધીની પારના વિચાર આવી શકતા નથી, હૃદય એવા સંકોચ પામી જાય છે કે સ્વ વિના બીજા કશામાં તૃતિ દેખી શકતું નથી, ને અહંભાવ તથા અભિમાનની એવી પરાકાષ્ટા વ્યાપી જાય છે કે તેને સિદ્ધ કરવામાં સત્ય, અસત્ય, સર્વ ઉપર જાણી જોઇને, પાણી ફેરવવામાં આવે છે. “ હુ" ..., એજ આખા પુરુષ કે મનુષ્યનું રૂપ બની રહે છે, જેમાં ‘‘હુ” નહિ તે વાતજ નકામી. હું બલવાન, હું સમૃદ્ધિવાન, હું કુલવાન, હું વિદ્વાન, હું અધિકારી, હું' પંડિત-એમ હું વિના કાંઈ નહિ; સત્ય પણ હુ’ વિના નહિ, જે હું સત્ય ન કહું તે સત્ય નહિ, જે હુ મહાટાઈ ન કહુ તે મોટાઈ નહિ, જે હું સદાચાર ન કર્યું તે સદાચાર નહિ ! અને એ હુની આ પ્રકારની પરિતૃપ્તિ માટે સત્યને હામ આપ, ગમે તેના યોગ્ય હક કે વિચારને ગરદન મારવા, ગમે તે કરવું" કે કરાવવું, એમાં કાંઇ બાધ નથી, એજ ખરી વ્યવહારકુશલતા થઈ પડી છે. ખાન ગીમાં ખાવા પીવા, હસવા રમવામાં ગમે તે અનાચાર કરાય, પણ જયાં સુધી. “ પબ્લીક ” ને નુકસાન નથી ત્યાં સુધી જાહેરમાં તે વાત કોણ લાવનાર છે ! આમ આ લોકોને ઇશ્વર હું, મેક્ષ માર્ગ વ્યવહાર, અને રક્ષક કાયદે એજ થઈ પડેલાં છે, તેમના અંતરાત્માની પ્રતીતિ કે સત્યવિષે તેમની ભક્તિ એ ઉપર તેમને શ્રદ્ધા નથી, જો કે વચનમાત્રથી તે વિશેની વાતો કરવામાં તેમના જેવા શરા બીજા કાઈ જવા પણ કઠિન છે. આવા પ્રકારને લીધજ પાશ્ચા વિચારાનુસાર પ્રવર્તતા પ્રયત્ન આપણા લોકોને અરુચિકર થઈ પડે છે, જૂના વિચારના ને નવા વિચારના લોકોને મેળ થઈ આવતું નથી, ને કુટુંબની, ગામની, તથા રાજ્યની એથી અનેક પ્રકારે ખરાબી થતી ચાલે છે.. Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 48/50