પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પૂર્વ અને પશ્ચિમ ૪૯૯ આ બે પ્રકારના આવા સંધઃ વચ્ચે, નીતિ અને ધર્મની આવી શિથિલતા વચ્ચે, “ લેકમત ” ( public opinion ) એવી વસ્તુનું અસ્તિત્વ પણ સંભવતું નથી. શાને નીતિ કહેવી ? કાલે આચાર નીતિમાન કહેવાય ? સત્ય શામાં છે ? પ્રતિ શામાં છે ? કાના વચન ઉપરજ વિશ્વાસ કરાય ? એ વાત વિષેજ જ્યાં આવા સમૂલ મતભેદ છે, ઉભયે પાસા ભેળપણથી ઉદ્ભવતી કે નાસ્તિકતાના નિશ્ચયમાંથી ઉદ્ભવતી પ્રતારણાજ નીતિ અનીતિનો વિભાગ પાડી આપવાનું સાધન થઈ છે, ત્યાં એ પ્રશ્નનો જવાબ શી રીતે આપી શકાય ? કાણ આપી શકે ? એક પાસા ટીલાં છાપાં, માલા કંઠી, રામ નામનું રટન, અને વેદાંતની વાતો નીચે ઈર્ષ્યા, સ્વાર્થ, જૂઠ, અને અનાચારના અંગારા ધખધખતા હોય છે; બીજી પા. સા સત્ય, દેશભક્તિ, ભ્રાતૃભાવ, સર્વનું એકપણ, વિદ્યાવિલાસ, ઈત્યાદિનાં વ્યાખ્યાનમાં પણ હુનીજ પૂજા અર્ચા કરવાની યુક્તિઓના વિલાસ હોય છે, અનાચારને ઢાંકવાની ઝીણી પાછડીઓ વણવાની રચના હોય છે ત્યાં લેકમત કયાં બંધાય ? શામાં બંધાય ? જેને પાંચ પચાસ લાગવગ કે સીફારસવાળા સ્વાર્થ-રારંવંતરારંકુર્યાત એવા મળી આવે તે ખરે, તે ફાવ્યા; તેની ચાર ઠેકાણે વાહ, વાહ થઈ, ચાર ભાડતી ન્યૂસપેપરેએ, છાપવાનું મળવાની, ચેપડીઓ વેચવાની, નોકરી ચાકરી, લાંચ રૂશ્વત, ગમે તે લેવાની આશાથી સ્તુતિ કરી, એટલે હું-હુ ને હુ નો પૂર્ણ સંતોષ થયે-લોકમત બંધાઈ ગયે ! પ્રાચીન સમયમાં આમ ન હતું, ખાનગી જીવન અને જાહેર જીવન છે એવાં એક એકથી ભિન્ન ન હતાં કે એકમાં રહીને બીજા ઉપર દૃષ્ટિ ન કરી શકાય; મનસા વાચા કમેણુ અનેક અનેક બાજીએ રમવાની જુદી જુદી ઓરડીઓ રાખવાની જરૂર હતી નહિ; તે સમયના જીવનક્રમને તેવી યોજનાઓ આવશ્યક હતી નહિ. નહિ કે બધા લેક પોતાનાં કુટુંબકાર્ય પણ જાહેર રીતે કરતા હશે, પણ એટલું જ કે ધર્મનિશ્ચય, હૃદયબલ, અને સ્પષ્ટવકતૃત્વયુક્તઆગ્રહ, એ ગુણોથી ચારિત્ર પ્રસિદ્ધ પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરી શકતું, તેવા અમુક ચારિત્રવાળા પ્રત્યેક સ્થાને નક્કી થઈ જતા, ને તેવા જનોને અભિપ્રાય “ મહાજન ” ના લોકમતરૂપે ગણાતો. અમુક પેઢીના વચન ઉપરજ લાખની લેવડ દેવડ બનતી, અમુક જનોની સાખ ઉપરજ ગમે તેવા ગુન્હા માફ થતા કે સાબીત થતા, અમુકનાં વચન ઉપર શાસ્ત્રચર્ચાના નિર્ણય થતા. પણ પ્રાચીન તેમ નવીન ઉભયે પક્ષમાંથી, ગમે તે કારણોથી, ગમે તે પ્રકારે, આ સર્વ માન્ય લાકમત ઉપજાવવાનું સામર્થ્ય ગયેલું છે. લોકમત નથીજ એમ સખેદ કહેવું પડે છે, ને તેનું કારણ પાશ્ચાત્ય ધમવિચારેના સંધમાંથી અત્રય ધર્મવિચારની જે શિથિલતા થઈ ગઈ તે વિના બીજુ અમને તો જણાતું નથી. એ સમય વીતી ગયેલ છે કે હુલકી વર્ણના લોકની વાત માત્ર ઉપરથી, પોતાના હદયને પૂર્ણ પ્રતીતિ છતાં, પિતાના કર્તવ્યને આધીન રહી, રામ જેવા મહાત્માએ સતી સીતાને વનવાસ આપે; એ :સમય વીતી ગયા છે કે સત્યનું પાલન કરવાને વચનમાત્રમાં પણ અસત્યના આશ્રય ન કરવાના હેતુથી હરિદ્ર જેવા સમર્થ રાજાએ અનંત ક પરંપરા વેઠી. એ સમય ગયાને માટે આપણને એટલે સેચ નથી કે જેટલે એવા સમય માટેનુ' માન પણ આપણા મનમાંથી નીકળી ગયાને લીધે છે. ધમની શિથિલતા થઈ ગઈ છે, નીતિના સિદ્ધાન્તોમાં કરશે આધાર રહ્યો નથી, લોકમતનું ઠેકાણું નથી, ત્યાં પ્રાચીન મહત્તાને આપણે નમવાનું પણ ભુલી ગયા છીએ, નવીન સંસગો જે અટુંભાવને પોષણ આપી ઉછેરે છે તે અહંભાવે સર્વત્ર જે sanahi Feritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 49/50