પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ. જે હાનિ વિરતારી છે તેમાંની મોટામાં મોટી, ભયંકરમાં ભયંકર, હાનિ એ છે કે પ્રાચીન ભવ્યતા, પ્રાચીન મહત્તા તે ઉપરથી આપણી ભક્તિ ઉઠાવી નાખવી, અને વ્યવહારમાં પણ આપણને ગુરુભક્તિથી વિમુખ કરવા. અનુભવી પાશ્ચાત્યાનું પણ એમ કહેવું છે કે જે પ્રજાને પોતાના ભૂતકાલ ઉપર જોઈ અભિમાન કરવા જેવું કાંઈજ નથી તે પ્રજા પાયમાલ થયા વિના રહેતી નથી, કેમ કે તેમને પોતાનું એવું કાંઈ હરતું નથી, સાચવવા ગ્ય અવું કાંઈ લાગતું નથી, એટલે તે અર્થે આવેશ્યક જે બલ તે ઉપજી આવતું નથી. સ્વદેશાભિમાનનું તત્ત્વ પાશ્રય ધારણાને અનુસરી અત્રય વાતમાત્રને વહેમ કે જંગલીપણુ ઠેરવી ઉડાવી દેવામાં રહેલું નથી, તેમ અત્રત્ય વાતમાત્રનેજ ઉત્તમ ગણી પાશ્ચાત્ય વાતોને તિરસ્કાર કરવામાં પણ રહેલું નથી. સર્વત્ર મધ્યમમાર્ગજ ઉત્તમ નીવડે છે. બુદ્ધિનો આશ્રય કરીને અત્ર કે તત્ર જે કાંઈ ઉત્તમ હોય તેની ઉત્તમતા સ્વીકારવી અને જે કાંઇ આપણું ઉત્તમ હોય તેના ઉપર ભક્તિ રાખવી એજ આખા દેશની એકતા સાધી શકે, આખા જગતની પણ એકતા સાધી શકે, તે સ્વદેશાભિમાન છે. પણ બુદ્ધિ એટલે એક એક વ્યક્તિના મગજમાં જે બુદ્ધિ આવી તેજ બુદ્ધિ એમ જાણવું એ ભુલ છે, અહંવૃત્તિની કેળવણીનું જ પરિણામ છે. ઇતિહાસના અને નુભવને બુદ્ધિએ કોઈ પ્રકારે તુચ્છ ગણવો જોઈએ નહિ, લોકમતને અનાદર કરવો જોઈએ નહિ, ધર્મ અને નીતિના સર્વમાન્ય સિદ્ધાન્તોથી વિટ્ટર જવું જોઈએ નહિ. ઇતિહાસને યથાર્થ અર્થ કરી આપવામાં લેાકમત એટલું બધું" ઉપયુક્ત છે કે જે દેશમાં લોકમતની સ્થિતિ અને નામય અને સુશ્લિષ્ટ રહે છે તે દેશ નીતિના સારા ધરણને જાણી શકે છે. આપણા દેશમાં મુખ્યત્વે ધર્મની શિથિલતા થઈ છે, તેથી નીતિની પણ થઈ છે, અને લોકમત તે નહિ જેવું જ છે, એટલે પ્રાચીન ઇતિહાસ ઉપરથી આપણી ભક્તિશિથિલ પડતાં આપણા ચારિત્રમાં એક એ અંશ નીકળી ગયો છે કે જેને આધારે સ્વદેશાભિમાન, ઐકય, પરાક્રમ, ઈત્યાદિ ઉ• ભવવાનો સંભવ આવી શકી હોત. લેકમતના અત્યંત અભાવને એક સારામાં સારે અને નુભવ આપણે પ્રતિદિવસ દેખીએ છીએ. સારી રીતે વિદ્યા પામેલા, સંસ્કારવાળા લાકે પણ જાહેર અને ખાનગી જીવન વચ્ચે યોગ્ય તફાવત રાખી શકતા નથી. ન્યાયાસન ઉપર બેસનાર, કલમકશીનો ધંધો કરનાર, જાહેર વ્યાખ્યાન કરનાર, કે પંચાયતમાં પટલાઈ કરનાર કોઈને પણ અમુક કામ તો જાહેર એટલે સાર્વજનિક ઉપયોગિતાનું છે એને પકકે ખ્યાલ જણાતો નથી. કોઈ એક વ્યક્તિની સાથે વૈર હોય, મતભેદ પેદા થયે હોય, એટલે તેના ઉપર સર્વત્ર વિધિભાવજ રાખ, તેની સાર્વજનિક ઉપગિતાને પણ અનાદર કરો, અને ઍટામાં કે ચકલે, ન્યાયસભામાં કે પંડિતમંડલમાં, ઘરમાં કે નાતમાં, તેને સહનજ ન કરો. જો કે આમ થવાથી સત્ય કે યોગ્યતા કાંઈ ઢંકાઈર હતાં નથી, તથાપિ ખાનગી અને જાહેરનો આપણે તફાવત કરી શકતા નથી, મતભેદ સહન કરી શકતા નથી, એવી વૃત્તિનું અસ્તિત્વ સ્પષ્ટ રીતે બતાવે છે કે જોઈએ તે લોકમત, જેને આધારે અનેક મનુષ્યો ભેગાં મળી કેાઈ ઉત્તમ કાર્ય સાધે તેવા લોકમત, જેને આધારે વ્યક્તિ વ્યક્તિ પોતાના જીવનને સંભાળથી દોરે એવા લોકમત, જેના નિશ્ચય ખરા ખાટાની વાતમાં પ્રમાણુ ગણાય એવા લોકમત, આપણા દેશમાં નથી. જા. હેર અને ખાનગીના સેળભેળને લીધે ખાનગી લાગણીઓ સાર્વજનિક ઉપયોગિતાની ભાવનાજ બંધાવા દેતી નથી. આ પ્રકારે લોકમતનો અભાવ એજ નીતિનાં ધારણાની પણ શિથિલતા સૂચવે છે, કેમકે Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust 50850