પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૦૮ સુદર્શન ગદ્યાવલિ, ઉમેદવારી કરવી પડે તેને તેઓ હલકી ગણે છે, થડા નફાથી તેમનો ટાપટીપના નિર્વાહ થતો નથી અને આગળ ના થાય ત્યાં સુધીની ધીરજ તેમને રહેતી નથી, વ્યાપારી વર્ગ બહુ વ્યવહારકુશલ હોય છે તે જોઈ તેમના જવાન મનના આભ ઊંડળમાં લેવા’ના તરંગોને અપમાન પહોચે છે, અને એવાં એવાં કારગાથી તેઓ વ્યાપારને અર્થે પ્રથમથી આવશ્યક છે સાહસ તેમાં ઉતરી શક્તા નથી. બાકી વિદ્યામાં નિપુણ થયેલા દેશીએ વ્યાપારની જે સાહસિકવૃત્તિ તેને આશ્રય કરે, અભણ પણ વ્યાપારની આંટીમાત્રમાં કુટાઈને કુશલ થયેલા વ્યાપારીઓ પાસે રહી તેમનું આનુભવિક જ્ઞાન શીખે, તો આ દેશના વ્યાપારની અનંતગુણુ વૃદ્ધિ થાય, આ દેશનું કલા કૌશલ્ય અનેક પ્રકારે વધે, અને વ્યાપારની શાળાઓ કે કોલેજે સ્થાપીને તથા અન્ય સાધનાથી આ દેશને સુખી કરવાના જે વ્યર્થ માર્ગ લેવામાં આવે છે તે કરતાં આ માર્ગ એક ઉત્તમત્તમ સાધનરૂપ થઈ પડે. આ દેશના વ્યાપારની હાનિનાં અનેક કારણ બતાવ્યાં તે બધાં પાશ્ચાત્ય સંસર્ગમાંથી ઉત્પન્ન થયેલાં છે, અને તેમના ફેરફાર કરવા માટે આપણે તે કારણેના સ્વરૂપને સમજ આપણા ખરા હિતને અર્થે જાગ્રત થવાની પૂણ જરૂર છે. | રાજય, ધર્મ, વ્યવહાર, કેળવણી, ગૃહ, શાલા, ચતુષ્પથ ઈત્યાદિ વિભાગે કરી આપણે સામાન્ય રીતે નિરીક્ષા કરી જોઈ કે પૂર્વ અને પશ્ચિમ એટલે હિંદુસ્તાન અને ઇંગ્લંડને સંબંધ થવામાંથી આ દેશની સ્થિતિ ઉપર કેવી અસર થઈ છે. સાત આઠ વર્ષથી ઉન્નતિને માર્ગે ચઢી હજી ભાતિક ઉન્નતિનાજ સ્થલ કેન્દ્ર ઉપર આવી ચડેલું" ઇગ્લડ અને પાંચ હજાર કરતાં વધારે વર્ષથી અનેક અસ્તેય ભેગવતાં છતાં આત્મોન્નતિની સમતાના માર્ગને જાણુનારૂં હિંદુસ્તાન, એ બેને વેગ થવામાંથી શી અસર થાય એ સમજવું કઠિન નથી.' પશ્ચિમના વિચારે હજી પ્રાપંચિક વિશ્વની રમતોને વળગી રહેલા છે, ધીમે ધીમે મૃમ અને સૂમતર ભાવનાના પ્રદેશ ઉપર વળવાને પણ તેમનો સમય આવશે. પૂર્વના વિચારો પ્રાપંચિક તેમ સૂઃ મ અને સૂક્ષ્મતર એવા વિશ્વ માત્રની રમતમાં રગદોળાઈ છેવટ કોઈ વિલક્ષણ પ્રકારની છિન્ન ભિન્ન જણાતે સતે પણ અંતરમાં અક્ષુબ્ધ એવી સ્થિતિમાં પડેલા છે. એકને જગત પ્રવૃત્તિમય છે, બીજાને પ્રવૃત્તિ સતે નિવૃત્તિમય છે. એક કેવલ રાજસી કહેવાય, તો બીજાને સાત્વિક અથવા તામસી કહેવાય. પશ્ચિમના ઈતિહાસ, તેની રીતિ, કૃતિ, વિચાર, ભાવના, ભાષા, લોકેાક્તિ, બંધુત્વ અને સ્વસુખની પાછળજ વીટાયલું, અને વ્યક્તિના પ્રાધાન્ય ઉપર રચાયેલું છે; પૂર્વનાં ઇતિહાસ, ધર્મ, વ્યવહાર, કથા, વાર્તા, રીત, રીવાજ, વાણી તે સર્વે પ્રપંચની પારના કોઈ ભાવ ઉપર આધાર રાખતાં અને સમષ્ટિની ભાવનાને વળગતાં જણાય છે. સમણિ પ્રધાન નીતિના નિવૃત્તિ માર્ગવાળ. લેડક ઉપર વ્યષ્ટિ પ્રધાન નિતિના પ્રવૃત્તિ માર્ગ વાળા લાક રાજ્ય ભગવે એમાં કાંઈ આશ્રય નથી. પણ એ રાજ્ય કેવલ શરીર ઉપરજ થઈ. શકે છે, વિચાર, મન, હૃદય, ભાવના, આમા, તેના ઉપર એ રાજય સ્થપાતું નથી. વિદેશીય અને સ્વદેશીય રાજય વચ્ચે જે આ મહાટા અંતર છે તેથીજ આ દેશના રાજ્યતંત્રની અનેક અસરે આપણા ઘરના છાના ખુણા સુધી પણ કોઈ વિચિત્ર જાતના ફેરફાર કરી દીધા છે. એથીજ આપણા વ્યવહારમાં, આપણા શિક્ષણમાં, આપણી નીતિમાં, આપણી ભાવનાઓમાં, આપણા ધર્મમાં, આપણી સમૃદ્ધિમાં, અનેકાનેક અનુલ પ્રતિકલ વ્યવસ્થાઓ દાખલ થતી જાય છે. કવચિત રાજા પ્રજાનું ઍકમય થાય છે, કવચિત વૈમય થાય છે. કોઈ પણ સુધારો કરવો હોય, કેઇ પણ નવા માર્ગ ઉપર કોઈને દોરી જવું હોય, Ganah Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 8/50