પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પૂર્વ અને પશ્ચિમ ૫૦૯ ત્યારે તે વ્યક્તિ કે તે દેશના પાછલા ઈતિહાસમાંથી જે સામગ્રી ઉપલબ્ધ થતી હોય તેને ઉપયોગ કરી તેની સાથે અનુસંધાન રાખી, અને નવીન માર્ગ થાજો એ વધારે સુતર અને શાન્તિકારક ઉપાય છે એમ ઘણાક ઈતિહાસવેત્તાઓનું માનવું છે. વિભિન્ન પ્રકૃતિ અને વિભિન્ન ઈતિહાસ પરંપરાવાળા બે દેશને વેગ બેમાંથી એકને હાનિકારક થાય છે. તેમાં પણ જ્યારે ઉપરિ સત્તાવાળા જનો કેવલ કલ્યાણ માત્રની ભાવનાનેજ અનુસરે છે ત્યાં સુધી ઠીક રહે છે, પણ જેમ જેમ તેમાં જનરવભાવસુલભ સ્થલ વૃત્તિઓનો આવિર્ભાવ થતો જાય છે તેમ તેમ વિક્ષેપના સંભવ આવે છે. પાશ્ચાત્ય પ્રજા પાસેથી આપણે થોડું શીખવાનું નથી, તેમ આપણી પાસેથી તેમને પણ થોડું શીખવાનું નથી. આપણા ભૂતમાંથી તેમને શીખવાનું છે, તેમના વર્તમાનમાંથી આપણે શીખવાનું છે. પ્રવૃત્તિ એજ જીવનનું હેતુ અને કુલ નથી, અનંત પ્રવૃત્તિમાં પણ આત્માના અભેદ ભાનથી ઉપજતી સમતા એ સર્વ જીવનના મુખ્ય ઉદ્દેશ છે. આટલું પશ્ચિમે અવશ્ય ગ્રહણ કરવા જેવું છે. આ દેશમાં તે તેમને અનુપદે જણાશે. પૂર્વે એટલું સમજવાનું છે કે નિવૃત્તિરૂપ જે આ આત્માભેદભાવનાની સમતા તે કેવલ જડતા, આલસ્ય, સ્વાર્થ, આદિ જે તામસીવૃત્તિઓ તેમાં રહેલી નથી, અનંત પ્રવૃત્તિમાંથીજ એક અનાદિ સમતા ઉદ્દભવે છે, ને કૃષ્ણ અર્જુનને ગીતામાં સમજાવ્યું છે તેમ કર્મ યુગમાં આપણા જીવનનું સાફલ્ય અને કલ્યાણ છે. એમ લાગે છે કે ગીતામાં બતાવેલી ભાવના જેવી કોઈ ભાવના ઉપર પૂર્વ અને પશ્ચિમ ઉભયનાં હદય ઐકય પામે તો તેમાં ઉભયના કલ્યાણનો પરમમાર્ગ પ્રત્યક્ષ છે. વર્તમાન સમયમાં એવાં સુચિન્હ પણ થોડાં નથી. અનેક પ્રકારે, અનેક સ્થલે, આવી “ પ્રવૃત્તિમાં નિવૃત્તિ '-ની ભાવના પ્રાદુર્ભાવ પામી, સબલ થતી જાય છે, માણસ જાતના હદયને આકર્ષવા લાગી છે. એ ભાવના જે રીતે અધિક વિસ્તાર પામે, એનું જે રીતે અધિક સમર્થન થાય, અને એના ઉપર સર્વના હૃદયનું ઐકય જે રીતે થાય, તે રીતિનો આશ્રય કરવામાંથી આપણે તેમ આપણા રાજ્યકર્તાઓનું ને આખી સુધરેલી દુનીયાંનું કલ્યાણ થવાના સંભવ છે. કેન્સેસ વગેરે સંસ્થાએથી આપણે વિવિધ હક માગીએ છીએ તે સારી વાત છે, પાશ્ચાત્ય રાજકર્તાઓ જે ધરણને અનુસરે છે તે ધરણની નકલ કરી આપણે તેમને આપણી ખેટ અને અગવડોને ખ્યાલ આપીએ છીએ તે લાભકારક છે, પણ જ્યાં સુધી એવા આપણા પ્રયત્ન માત્ર આ સ્થલે કહી તેવી ભાવનાને અવલંબીને નહિ પ્રવર્તે ત્યાં સુધી અંદર અંદરના સ્વાર્થજન્ય કલેષ, વિચારભેદજન્ય અણબનાવ, અને કીત્યદ ભુદ્ર વાસનાથી ઉપજતાં ઈગ્ય દિનાં ચાંચલ્ય, મહાલવતી પ્રવૃત્તિને પણ નિઃસાર કરશે, અતુલ જવાબદારીને પણ હલકી પાડી નાખશે, અને કોઈ પણ મહાકાર્ય માટે જે સ્વાર્પણ અને ઐકય જોઈએ તેમાં તુટ પડવા પાડવાનાં સાધના કરી આપશે. કે પણ ઉત્તમ વાતને ધ્વસ જ્યાં જેશા ત્યાં એકતાને અભાવે થયેલો જણાશે. પૂ | ધું અને પશ્ચિમના સંધરુમાંથી આપણે જ્યાં જોઈશું ત્યાં આ એકતાનાજ ભંગ થયે જણાશે. આયોવર્તની પ્રાચીન સમષ્ટિપ્રધાન ભાવનામાં પાશ્ચાત્ય એવી અવૉચીન વ્યટિપ્રધાન ભાવના દાખલ થવાથી જે વિરાધ ઉપજી આવ્યા છે, તે આપણે જોઈ આવ્યા, અને એટલું સ્પષ્ટ સમજ્યા કે એ સંધમાંથી આપણને કેટલાક લાભ થયા છે પણ લાભ કરતાં હાનિ વધારે થઈ છે. યુક્તિ અને અનુલતાને ધારણે વિચારતાં આપણી પ્રાચીન ભાવનામાંજ શ્રેયને માર્ગ છે Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 9750