પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૧૪ સુદર્શન ગદ્યાવલિ. યા છે એવી ભાવના ઉપર વૃત્તિને એકાગ્ર કરવી એ અભેદભાવનાનું નિદિધ્યાસન છે. આ ઉમયે સિદ્ધ થવાને અર્થે સ્વધર્માનુસાર આચાર વિચાર, તેમના નિગૂઢ તવ ઉપર દૃષ્ટિ રાખીને, પાળવા. પરધમેનુ પણ એ દષ્ટિથી મનન કરી તત્ત્વની પ્રાપ્તિ કરતાં હૃદયના સંકોચને ટાળતા જ. પ્રવૃત્તિમાત્રમાં એમ ધર્મનું સિંચન કરવું. - શિક્ષણના વિષય સર્વથી મહત્ત્વના છે. મનુષ્યનું આખું જીવન એક શિક્ષણવ્યાપાર છે એમ જાણવું. પ્રતિક્ષણે મનુષ્યમાત્ર કાંઈ શીખે છે કે શીખવે છે. વ્યવહારમાત્ર આ શિક્ષણુની શાલાના પાઠ છે અને હૃદયવિસ્તારાનુસાર જે જે અધિકાર છે તે આ શાળાના વર્ગ છે. જીવનને આરંભ કરતા જે બાલવર્ગ તેને અનુકરણ કરવા યોગ્ય જીવન, તેમની સંભાળ કરનાર વર્ગ રાખવું એ આવશ્યક છે; પણ કૃત્રિમતાને કઈ રથલે આશ્રય કરવાથી બહુજ હાનિ છે. શિક્ષણ શું અને શાનું એ પ્રત્યેક વ્યક્તિએ જાણી રાખવું જોઈએ. અભેદભાવ-. નાને પૂર્ણ અનુભવ અને સાક્ષાત્કાર થાય એ અર્થ મનુષ્યજીવન છે, પ્રવૃત્તિ માત્ર છે, એટલે શિક્ષણનો ઉદ્દેશ એ ભાવનાને અર્થેજ હોવો જોઈએ. એવું શિક્ષણ આપનાર ગુરુઓ સેટી, પાઠ, પરીક્ષા, નંબર, ઈનામ, અને ભાષણથી કેળવણી આપે તે કરતાં શિષ્યની પ્રકૃતિ અનુસાર, પોતાના હૃદયના પૂર્ણ પ્રેમભાવથી, અભેદના ઉદ્દેશે પહોચાડે તેવી યોજના કરીને આપે ઇષ્ટ કુલ આવતાં કશી વાર લાગે નહિ. અનેક ભવ્ય હદય કે બુદ્ધિવૈભવી વ્ય- | ર્ચ થઈ જાય છે તે બને નહિ, અને શિક્ષણપ્રવૃત્તિ નિષ્ફળ કેદખાનાને બદલે સફલ આનંદેશાન થઈ શકે. વર્તમાન શિક્ષણ તે વ્યક્તિ, વિવાદ, વિગ્રહ, અને વિરોધનેજ માર્ગ શીખવે છે, ભેદભાવના ઉપર વિસ્તરેલું છે. એમાં અભેદભાવના દાખલ કરી સમૂલ ફેરફાર કરવાની અપેક્ષા છે. તથાપિ એ શિક્ષણ આપણને જેવું મળે છે તેવું લેવું અને તેને એક વ્યવહારસાધન કરતાં વધારે ન સમજી તેમાં અભેદભાવનાને લાગુ કરવાનાં સાધનો ઉપરથી કદાપિ દષ્ટિ ખસેડવી નહિ. એ અર્થ ધર્મભાવનાનો સર્વથા આદર રાખવે અને બાળકોને કદાપિ સ્વધર્મ ઉપર અરુચિ થવા દેવી નહિ. ગ્રંથકારે, લેખકે, સામયિક પત્રાના ચલાવનારા, વ્યાખ્યાન કરનારા, ભાષણું આપનારા, વક્તાઓ, સભા અને સમાજે સ્થાપનારા, શાલા અને પાઠશાલાની સ્થાપના અને વ્યવસ્થા કરનારા, ઉદ્યોગ વ્યાપાર આદિ પ્રવૃત્તિ યોજનારા, સર્વને મારી પ્રાર્થના છે કે તેમણે પ્રત્યેકે પોતપોતાની પ્રત્યેક પ્રવૃત્તિનો અભેદભાવના સાથેનો સંબંધ મનમાં ઉપજાવી રાખ, એ સંબંધ સ્પષ્ટ થાય તે રીતે જ પોતાના ગ્રંથ, લખાણો, પ, વ્યાખ્યાન, ભાષણો, સાહિત્યો, સિદ્ધાન્તો, પદ્ધતિઓ, કલાઓ, જવાં. એમજ પૂર્વમાં અભેદભાવનાનું ઐકય વ્યાપતાં પશ્ચિમ કે જે ધીમે ધીમે એ ભાવનાનું શ્રેષ્ઠત્વ સમજવા લાગી છે તે પણ એ ભાવનાના પ્રકાશને અનુસરી એ ઐયમાં અભેદ પામશે. એમ થવામાંજ વર્તમાન સમયની મુશ્કેલીઓનો ખુલાસે છે, વર્તમાન સંયોગે પણ એવી કઈક વ્યવસ્થાના સૂચક છે. નવેમ્બર-૧૮૯૦ થી જાન્યુવારી-૧૮૯૫. Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 14850