પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 રાજ્ય અને ધર્મ. ૫૬૫ રાજ્ય અને ધર્મ. . ( ૧૧૧ ) . સેવન, પોષણ, રક્ષણ, શાસન, એ ચાર વિના જીવનમાત્રના નિર્વાહ અશક્ય છે. વ્યક્તિ વ્યક્તિને તેમ કુટુંબોને, વ્યષ્ટિ તેમ સમષ્ટિને, એ ચારે વિના ચાલે તેમ નથી. બાલ, વૃદ્ધ, આતુર આદિની સેવા કરવી, સમગ્ર કુટુંબનું અન્ન વસ્ત્રાદિથી પોષણ કરવું, રોગ, શત્રુ આદિથી રક્ષણ કરવું, અને સર્વને નિયમમાં રાખી પિતતાનું અને સમગ્ર કુટુંબનું જે ક. ર્તવ્ય તે કરાવવું, એ ચાર વિના કોઈ પણ વ્યષ્ટિ કે સમષ્ટિના નિર્વાહ થઈ જ શકે નહિ. આર્યભૂમિમાં જે વ્યવસ્થા થઈ તે પણ એ ચારને અનુસરીને થઈ, અને શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય, બ્રાહ્મણ, એ ચાર વર્ણ સમગ્ર ભૂમિના જીવનનો નિર્વાહ થવાને અર્થે કર્યા. આવા ચાર વર્ણ વિના, અને એ ચારે વર્ણને રાજ્યવ્યવહારમાં ભાગ આપ્યા વિના, કોઈ પણ રાજ્ય સારી રીતે ચાલી શકે નહિ. રાજ્ય એ સર્વ વ્યાવહારિક વ્યવસ્થાનું આદર્શ છે, અને તેમાં રાજા, ગુરુ, સામંત અને પ્રકૃતિ એ વિના ચાલેજ નહિ. ઇલંડ જેવા સુધરેલા રાજ્યતંત્રમાં પણ રાજા (State ), ગુરુ ( Church ), સામંત (T ords ) અને પ્રકૃતિ (Commons ) વિના તંત્ર ચાલતા નથી એ સુપ્રસિદ્ધ છે. આયાવત માં તેજ વ્યવસ્થા હતી. ક્ષત્રિય જે રક્ષણ કરનાર તે રાજા થાય અને તેના આત વર્ગમાંથી જે વીર્ય પરાક્રમથી સમૃદ્ધ હોય તે તેના રાજમાન્ય સામંત (અમીર, ઉમરાવ) થાય, તથા વૈશ્યદ્રાદિ જે વ્યાપાર, કૃષિ, સેવા આદિ કરનાર તેમાંના માન્યપુ પ્રકૃતિવર્ગમાં રહે. પણ એ સર્વમાં ધર્મગુર જે બ્રાહ્મણ તેના અધિકાર સર્વોપરિ રહેતા. રાજાએ ન્યાય કેવે માર્ગ આપો, રાજધર્મ કેવા છે, વ્યવહારમાં પણ રાજાએ ધર્મસંરક્ષણને અર્થ શું શું કરવું, એ બધું બ્રાહ્મણોની સભાને હાથ રહેતું. બ્રાહ્મણ પોતે સર્વને શાસક હતો. આવી વ્યવસ્થાને બ્રાહ્મણોને સ્વાર્થ ગણીને કેટલાક હસી કાઢે છે, પણ તેમ કરવા જેવું લાગતું નથી. આપણને ધર્મની આવશ્યકતા દર્શાવવા અનેક કારણો કહેવામાં આવે છે, પણ ખરૂં કારણ એ છે કે જગતની સામાન્ય આપ-લેમાં જે રાગદ્વેષમય જીવન થાય છે, કલેષ અને વિવાદમાં જે અનધિ દુ:ખ વિસ્તરે છે, તેમાંથી મનુષ્યને મુક્ત રાખી તેની પારના ભવ્ય જીવનનાં શક્તિ અને સુખ સર્વદા દૃષ્ટિ આગળ રાખનાર ધર્મ છે. ધુ એટલે ધારણ કરવારૂપ અર્થથી ધર્મશબ્દની વ્યુત્પત્તિ દર્શાવી, મનુષ્યને ધારણ કરનાર તે ધર્મ એમ કહેવાય છે, પણ પ્રાકૃત એવું વ્યાવહારિક જીવન તેમાં રગદોળાવા ન દેતાં તેની પાર માણસને ધારણ કરી રાખનાર તે ધર્મ એમજ આપણે સમજવાનું છે. ધર્મજ આપણને સત્ય, ન્યાય, દયા, પ્રેમ આદિ સર્વ શુભ ભાવનાઓ આપે છે. એવી ભાવના અસાધ્ય અને અશક્ય જેવી લાગે છે, હરિશ્ચંદ્ર જેવા સત્યવાદી થવાનું કે રામ જેવા ન્યાયી થવાનું એક કલ્પનામાત્રજ જણાય છે, તથાપિ એટલું તે સર્વ કાઈ સ્વીકારશે કે એવી અશકય અને અસાધ્ય પણ ભાવનાઓ મનુષ્યની દૃષ્ટિ આગળ ન હોત તો આજ તેની અધમતાનો પાર રહ્યા હેત નહિ, પશુઓના અને મનુષ્યના જીવનની મારામારીને અવધિજ આવ્યા હોત નહિ. પક્ષપાત અને લાંચ લેવાથી ન્યાયના પવિત્ર નામને અપવિત્ર કરનારે આખા સંસાર છે, પણ ન્યાયની વ્યવહારાતીત ભાવના આપણી દષ્ટિમાં ન હોત તો આપણે શુદ્ધ ન્યાયે પહાચવાને ભાગ્યેજ વનવાન થાત. ahdihitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 15/50.