પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૧૬ સુદર્શન ગદ્યાવલિ, મનુષ્યજીવનાં જે સંકોચ અને કૃપણુતા સ્વાર્થ એ નામથી ઓળખાય છે તેમાંથી છૂટી દાન, દયા, દીનતાનો માર્ગ મનુષ્યને તે તે ભાવના વિના કદાપિ હાથ આવત નહિ. ઘણાક ધર્મોએ સ્વર્ગ નરકની બિભીષિકાથી, ઘણુાકે કયામતની ધારતીથી, ઘણુાકે કર્મના વિચારથી, ધણાકે ઈશ્વરના કાપના સંભવથી, આવી ઉન્નતિકારક ભાવનાઓને મનુષ્યની દૃષ્ટિ આગળ રાખવા યન કરેલા છે. પણ એ સવેથી એટલું જ સિદ્ધ થાય છે કે મનુષ્યને પ્રાકૃત જીવનની પારનું સુખમય, શાન્ત, ન્યાયી, વન ભોગવવાનો માર્ગ બતાવનાર ધર્મજ છે. ગમે તે વ્યવહાર લેઇએ પણ તે સ્થલ વ્યવહારની પાર કોઈ ભાવના હોવાની જ. કારીગર ધાટ ઘડે કે ચાર ચેરી કરે તેના મનમાં પણ અમુક આકારની, અમુક સુખની ભાવના ખરીજ. ભાવના જેમ ઉન્નત, સકાચની પારના જીવનને સમજાવનારી, તેમ તેમાં વધારે શાન્તિ અને વધારે સુખ. એજ ભાવના ઉન્નત કહેવાય. જેટલી જેટલી ઉન્નત ભાવનાઓ છે તેને આધાર ધર્મ ઉપર છે, અને મનુષ્યને અધમતામાં ન પડવા દેતાં ઉન્નત ભાવનાના વિશાલ, ઉદાર ભાવમાં શાતિથી વિચરાવનાર પણ ધર્મજ છે. વ્યવહારથી વ્યગ્ર થયેલાં જીવન ને ધર્મનાં આશ્રય અને આશ્વાસન ન લે, તે તેમનાં દુઃખ અને કલેશની સીમા રહે નહિ. | ધર્મની આવી મહત્તા અને આવશ્યકતા સમજનાર સ્વીકાર કરવાને આચંકો નહિજ ખાય કે જેમ એક એક વ્યક્તિનું જીવન ધર્મ વિના નિષ્કલ છે તેમ સમગ્ર રાજ્યનું જીવન પણ ધમવિના નિષ્ફલક છે. રાજ્યની ખટપટોને શાસન કરી નિયમમાં રાખી, રાજ્યભાવનાને ઉન્નત માર્ગ દર્શાવનારી ધર્મભાવના જે સર્વોપરિ ન હોય, તો રાજ્ય એ જુલમ અને ક્રરતા વિના બીજું કાંઈજ થાય નહિ. રાજ્ય એટલે સમગ્ર વ્યક્તિધર્મનું આદરી, કુટુંબનીજ વધારે વિસ્તારેલી ભાવના, એ વાત લક્ષમાં લેતાં, જે રાજ્ય ઉપર ધર્મનું પ્રબલ ન હોય; રાજ્યના સંબંધે કરી અધમતાના એટલે અન્યાય, જુલમ, પક્ષપાત, આદિના જે જે પ્રસંગ આવે તે તે પ્રસંગે ઉન્નત રાજ્યભાવના ઉપર રાજાને પકડી રાખનારી ધર્મભાવના સર્વોપરિ ન હોય; તે રાજ્ય એટલે શરીરબલે કરેલા સ્વછંદી અનાચાર અને ક્રરતા એ વિના બીજો અનુભવ આવી શકે નહિ. આટલાજ હેતુથી ધર્મભાવના એટલે ભાવનામાત્રને ઉન્નતિમાં રાખનાર સર્યમયી ભાવનાના રક્ષકે જે બ્રાહ્મણે તેમને રાજ્યમાં સર્વોપરિ માનેલા છે, અને શાસન એટલે ધર્મનું પ્રરૂપણ કરનારને વર્ગ સર્વત્ર સર્વોપરિ છે. બ્રાહ્મણોને આથી કરી કોઈ પ્રકારે સ્વચ્છદીપણું પ્રાપ્ત થતું નથી, તેમના ઉપર પણ રક્ષણ અને પોષણુ તથા સેવન કરનાર વર્ગના અંકુશ રાખેલ છે. પણ ધર્મની ભાવના કદાપિ કલુષિત થાય નહિ તે અર્થેજ બ્રાહ્મણોને રાજાએ પોપવા અને પાળવા, ધનસંગ્રહ કરવા દેવા નહિ, અકિંચન રાખવા, વનમાં રહેવા દેવા, હણવા નહિ, ઈત્યાદિ વ્યવસ્થાઓ રચેલી છે. એ વ્યવસ્થા સાચવવામાં સ્વધર્મ સમજનાર રાજા એટલા સચિત અને જાગ્રત રહેલા છે કે બ્રાહ્મણને રખે કાંઇ વિશ્ન આવે એવી તેમણે ધર્મભાવના માટે કાળજી કરી છે. ચક્રવતી દુષ્યન્ત દરબારમાં ઋષિકુમારોને દેખતાંજ કહ્યું: किं तावतिनामुपोढतपसां विघ्नस्तपोषितं धर्मारण्यचरेषु केनचिदुतप्राणिष्वसच्चष्टितम् । आहोस्वित्मणयो ममापचरितर्विष्टभितोवीरुधां શુ તપથી સમૃદ્ધ એવા વ્રતધારી મુનિના તપમાં વિશ્ન આવ્યું ! એમનાં ધર્મારણ્યમાં Ganan Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગદ્યાવલી 16/50