પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 રાજ્ય અને ધર્મ, પ૭ વિચરતાં પ્રાણી પ્રતિ કેઈએ અસચેષ્ટા કરી ! અથવા મારા દુરાચરણથી વૃક્ષલતાદિના વિલસવાને વિક્ષેપ થયો ! કે આ મુનિકમારીને મારા સુધી ફરીઆદ કરવા આવવું પડયું. પોતે સ્વધર્મથી ચૂકે, રાજયભાવનાથી ભ્રષ્ટ થાય તેજ શાસન કરનાર ગુરુવર્ગને વચમાં આવવું પડે એમ સમજનાર રાજર્ષિએ ધર્મને રાજ્યનું કેટલું આવશ્યક અને ઉપયોગી તથા ઉન્નતિ અને સુખના નિદાનરૂપ અંગ ગણતા હશે તે સમજવું કઠિન નથી. ધર્મ એજ રાજ્યનું ઉત્તમાંગ કહેતાં મરતક છે, તે જ્યાં નથી તે રાજ્ય મરતક વિનાનું અમંગલ ધડ છે. આ રાજ્ય અને ધર્મનો અતિનિગૂઢ સંબંધ લાગે છે. e સંસાર વ્યવહાર સર્વને ઉચ્ચ માર્ગે ચલાવવા સારું ધર્મની ભાવના નિરંતર જાગ્રત અને ભવ્ય રહેવી જોઈએ. એ ન હોય તે વ્યવહાર અને રાજ્યની પ્રવૃત્તિમાં જે અનંત પ્રકારનાં પ્રલોભનો સ્વાર્થ અને અધિકારને અંગે પ્રાદુર્ભાવ પામે છે, તેનાથી જનસમૂહની નીતિ દિનપ્રતિદિન અધમ અને નીચ થઈ, રાજ્યકર્તાઓ પણ બહુ કષ્ટ અને ત્રાસનાજ ઉપજાવનારા થઈ પડે. જે દેશમાં રાજા એજ સર્વને ઉપરિ છે ત્યાં જે ધર્મભાવના સર્વોપરિ થઈ તેને પણ અંકુશમાં ન રાખે તે રાની જંગલી લેકેના શીકારી ટોળાના ઉપર કસ્તાં એ રાજા વધારે સારો થઈ શકે નહિ. એક એક વ્યક્તિને ધર્મની ઉન્નત ભાવના લક્ષમાં ન રહે તે અનંત અધમતામાં પડવાનો સંભવ છે ત્યાં સર્વ વ્યક્તિની એક સમણિ જેવા રાજાને તો ધમૅભાવનાના આશ્રય વિના ચાલતાં પગલે પગલે ભ્રષ્ટતા, અનીતિ, ક્રરતા, અને સ્વછંદી અનાચાર વિના બીજું પ્રાપ્ત થાય નહિ. આટલાજ માટે રક્ષણ કરનાર વર્ગને શાસન કરનાર વર્ગ સર્વદા ઉચ ભાવનાના અંકુશમાં રાખવાની આવશ્યકતા છે. ધર્મભાવના ઉપર લક્ષ રહેવાથી જે ભવ્ય પરિણામે કુલે છે તે આ સમયમાં સર્વની દષ્ટિ આગળ છે. રોમનું સામ્રાજ્ય અનેક કારણોથી ભાંગી પડયું અને છિન્નભિન્ન થઈ ગયું, તે સમયે જંગલી લોકોનાં ટોળાંએ આખા યુરપ દેશને ઉછિન્નપ્રાય કરી દીધા હતા. એવી દુર્દશા, અધમતા, અંધકાર, અને અવ્યવસ્થામાંથી, ક્રિશ્ચિઅને ધર્મની પરમ ભ્રાતૃભાવની ભાવનાએ યુરપને અને તે દ્વારા આખા જગતને જે ઉદ્ધાર કર્યો છે તે સર્વને સુવિદિત છે. એ ભાવનાને વશ વર્તી અનેક યોદ્ધાઓએ પોતાનાં જાન માલનું રવાપણું કર્યું છે, ધર્મની સ્થાપના કરી છે, વ્યવહારને ઉન્નત બનાવ્યો છે, વિદ્યા, કલા, આદિમાં અનંત વૃદ્ધિ કરી નવાં રાજ્ય પ્રાપ્ત કર્યો છે. જંગલી અને નિધમી લોકોમાં પ્રકાશ અને ઉદ્યોગને મહિમા વિરતારતાં, એકંદર વિશ્વના ઐહિક સુખની વૃદ્ધિ કરી છે. ક્રિશ્ચિઅન ધર્મની ભાવનાનું એ બલ અતુલ અને અમેય છે. જ્યાં સુધી એ બલને રાજયકર્તાઓ નમે છે ત્યાં સુધી એ રાજ્યનો અરત કદાપિ થવાને નથી. ધર્મમાંજ સર્વ સુખ છે, ધર્મભ્રષ્ટ થવામાં પરમ દુ:ખ છે એ ઉક્તિ અક્ષરશઃ સાચી અને સાનુભવ છે. ક્રિશ્ચિઅન ધર્મની પ્રવૃત્તિ પછી એશિયામાં મહંમદ પેગંબરે પ્રવર્તાવેલા ઈરલામનું સામર્થ્ય પણ જોવા જેવું છે. જે ધર્મભાવના મહંમદે જંગલી આરઓને સુમાર્ગે લાવવા પ્રવતવી તેના મહિમા વડે છેક પૈકીનથી તે પેરિસ સુધી એક વાર ઈરલામનું સામ્રાજ્ય થયું; તે કાલે જે સારામાં સારાં વિદ્યા, કલા, આદિ હતાં તે એ સામ્રાજ્યના એ૯ભાઓના હાથમાં આવ્યાં; તેમાં તેમણે ઘણો વધારે પણ .. ઈસવીસનની પૂર્વે આપણા આર્યાવર્તમાં જોશે તે કપિલવસ્તુના રાજાને ત્યાં અવતરેલા કુમારે સંસારનો ત્યાગ કરી જે અભેદમાર્ગને ઉદ્ઘોષ કર્યો તેનાથી બસેજ વર્ષમાં લંકાથી તીબેટ Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 17850