પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પર૦. સુદર્શન ગદ્યાવલિ, ઉગ્ર સ્વરૂપે સ્થાપવારૂપ “ પ્રોટેસ્ટ’–-વિરૂદ્ધ મત--દર્શાવનારે “ પ્રોટેસ્ટટ' પંથ ઉત્પન્ન થયા. એ સમયથી ક્રીસીઅન ધર્મ લોકમત અને સમયક્રમના જ્ઞાનપ્રકાશને અનુરૂપ થતેજ રહે છે, અને એમ સમયે સમયે પ્રકટ થતા અધિકારાનુસાર ધર્મના બાહ્યસ્વરૂપને યેજી ધર્મની ભૂલ ઉત્તમોત્તમ ભાવનાને ઝાંખી થવા દેતા નથી. આ ધર્મમાં જે આવું થયું ન હોત તો તે ધર્મની અધમતાનો પ્રતિધ્વનિ તે ધર્મના અનુયાયીમાત્રનાં હૃદયમાં થયા વિના રહત નહિ અને ક્રિશ્ચીઅન સામ્રાજ્યનાં જે વૈભવ અને વિજય આજ આપણી દૃષ્ટિ આગળ છે તે કદાપિ સિદ્ધ થાત નહિ. e વર્તમાન સમયમાં જ્ઞાન અને કલાના યુરપ અમેરિકામાં એટલે બધો ઉદય થયે છે કે ઘણેક સ્થાને પુનઃ ધર્મ ઉપર અનાસ્તા અને અશ્રદ્ધા પ્રકટ થયાં છે; નારિતકને એક પ્રસિદ્ધવર્ગ તે દેશમાં સુવિદિત છે. કાન્સમાં જે માટે રાજ્યવિલવ આ શતકને આરંભે થઈ ગયો તેનું મૂલકારણ ધર્મની અશ્રદ્ધા અને નાતિતા હતું; તેની તેજ નાતિકતા અને અશ્રદ્ધા પુનઃ આ શતકને અંતે આખા પશ્ચિમ ગેલાર્ધ ઉપર વિલસી રહી છે. એમાંથી શું ફલ થશે તે અત્યારે કહેવું અનુચિત છે; કદાચિત થાઓફી' અને તસદશ પ્રયતનાના યોગે ધર્મભાવના ઉપર પુનઃ શ્રદ્ધા સ્થિર થતાં, આપણે ધારીએ તેવું ભાવિ હાલ તુરત અતિ વિદૂર થઈ જાય; તથાપિ ધર્મ ઉપર અનાસ્તા અને અશ્રદ્ધા એજ કોઈ પણ પ્રજાના વિનાશનાં મૂળ કારણ છે, અને તે તે ધર્મના અનુયાયીઓના અધિકારાનુસાર ધર્મના અસાધારણ એટલે બાહ્યસ્વરૂપમાં ફેરફાર ન કર એ તે તે ધર્મને શિથિલ કરનારૂં મૂલકારણ છે, એમ સિદ્ધરૂપે માનવાને એકલા ક્રિશ્ચીઅન ધર્મનો ઈતિહાસ સારો પૂરાવો છે. - જ્યાં ત્યાં ઐહિક વૈભવની વૃદ્ધિ થાય છે ત્યાં ત્યાં ધર્મનું’ બંધન પ્રાયશઃ શિથિલ થઈ પડે છે. ધર્મનું ફલ અદષ્ટ છે, પ્રત્યક્ષ રીતે દૃષ્ટિમાં આવે તેવું નથી; ઐહિક વિલાસનું ફલ દષ્ટ છે, પ્રત્યક્ષ દૃષ્ટિમાં, રાગદ્વેષની તૃપ્તિરૂપે, ઉતરી શકે છે. મનુષ્યો દણને મૂફી અદષ્ટ ઉપર શ્રદ્ધા કરી શક્તાં નથી; તેમાં પણ જેને દુષ્ટ એ વૈભવ નથી કે અદષ્ટ એ ધર્મ નથી, એકે નથી, તે તો દષ્ટનું સ્મરણ માત્ર કરવા કરતાં અદષ્ટનું સ્મરણ કરી, “દુ:ખના દિવસ રામ સંભારવામાં ગાળે છે. પણ જ્યાં ભવાદિ સમૃદ્ધિ અને ઐહિક ભેગસાધનની સામગ્રી પ્રાપ્ત થઈ ત્યાં તેવા દુષ્ટને અનાદર કરી અદષ્ટ ઉપર દૃષ્ટિ રાખવાનું કોઈ મહાભાગ્યશાલી સંસ્કારવાનનેજ સુસાધ્ય રહે છે. જેમ એક એક વ્યક્તિપરત્વે આ વાત ખરી છે, તેમ એક એક પ્રજા અને એક એક રાયપર પણ આ વાત ખરી છે. રાજયને વિસ્તાર બહુ વધી જાય, ઇયવસ્થા સારી રહે નહિ, વિભવના વિલાસમાં અધિકારીપુરુ પ્રમાદી અને સ્વચ્છંદી થઈ જાય, પરસ્પરમાં કલહ વધે, ટૂંકામાં ધર્મની જે ઉચ્ચ અભેદ ભાવના તે ઉપર દૃષ્ટિ ન રાખી, રાજયકર્તા અને સામંતો અધાર્મિક થાય, એટલે કાલચના ક્રમમાં કોઈ અન્ય અધિકારી જનો ઉપર તરી આવી અધર્મને ધર્મથી પરાસ્ત કરે, ને ચાલતી રાજ્યવ્યવસ્થાના ભંગ થાય. ઈતિહાસમાં આવું અનેક વાર બન્યું' છે; ક્રીસ્થીઅન ધર્મને અવલંબતી પ્રજાને રાજયવિરતાર હવણાં હરણાં આવી અધાર્મિક્તાને જન્મ આપે તેવા થઈ ગયા છે, તથાપિ જયાં સુધી તેમાં ધર્મની ઉચ્ચ અભેદ ભાવનાનો અંશ પણ રહેશે, ત્યાં સુધી તેને ક્ષતિ થવાનો સંભવ નથી; અને એમ ન થાય એમાંજ, વર્તમાનસમયે, જગતનું કલ્યાણ છે. ઇસ્લામ અને બાદ્ધ એ બે રાજ્યો પડી ભાગ્યાં કે, રાજ્યના અતિશય વિસ્તાર અને . anaihi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગદ્યાવલી 10/50