પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પર સુદર્શન ગધાવલિ, ઇસ્લામનું સામ્રાજય ગયુ’ એમ સમજાય છે. બૌદ્ધ સામ્રાજ્ય પણ એજ રીતે ગયેલું છે. બદ્ધ સામ્રાજ્યના મધ્યાન્તકાલ અશાકના વખતમાં હતા, કાઠીઆવાડ, ઓરિસા, પેશાવર, પયેત તેનાં શાસને પર્વતોમાં કરેલાં મળી આવે છે, એજ તેના સામ્રાયની સાક્ષી છે; મને દ્વાન શિકંદરે પણ તેના વિષે પિતાના લેખમાં વર્ણન કરેલું છે. બુદ્ધના ઉપદેશને સાર એ હતા કે તૃષ્ણાને ઉચ્છેદ કરી નિવૉણુ પ્રાપ્ત કરવું. આ તુ ચ્છેદને અર્થે વેદાદિકમાં કહેલાં આચાર કર્મ આદિની આવશ્યકતા નથી, જે દશ મહાવ્રત રૂ૫ નીતિનિયમ (સત્ય, સંતોષ, ક્ષમા, બ્રહ્મચર્યાદિક ) છે તેજ વિશુદ્ધિના માર્ગ દર્શાવી સર્વ સાધી આપવા સમર્થ છે; વણશ્રમ અને બ્રાહ્મણોએ પ્રતિપાદન કરેલ આચાર તેના ઉપર બુદ્ધને બહુ કટાક્ષ છે, અને સર્વ વર્ણને સમાનભાવથી તૃષ્ણાછેદનો રહસ્ય માર્ગ સમજાવવાનો રાજયોગ બ્રાહ્મણે ગુરુભાવ રાખી છુપાવી રાખે છે તે પ્રસિદ્ધ કરી જગતમાત્રને નિર્વાણનો પરમાનંદ લેવરાવ એ તેના પ્રેમાલ હૃદયના ઉલ્લેખ છે. ત્રગમ રિારāષ: ક્ષિત પુનત્યદલાયા અંધને ગલે પુષ્પમાલા પડે તોપણ તે સર્ષની બ્રાંતિથી તેને ઉછાળીને ફેંકી દે એ જનવ્યવહાર છે; ગમે તેવું પરમ સત્ય હોય તે પણ તે સર્વદા, કહેનાર સાંભળનારનાં સ્થિતિ સંબંધ આદિ અનુસારજ સત્ય કે અસત્ય રૂપે ગૃહાઈ જાય છે; પરમ શ્રદ્ધા છતાં કહેવાની પદ્ધતિથી પણ તેમાં ફેર પડી આવે છે; ને સર્વ કરતાં સાંભળનારની બુદ્ધિ જેટલે પહોચી હોય તેટલેજ સત્યને પણ પ્રકાશ ૫હાચી શકે છે. ટૂંકમાં, સત્ય ગમે તેવું સત્ય હોય તો પણ અધિકારાનુસારજ તેનું ગ્રહણ થાય છે, ને અધિકારીના હાથમાં તે જઈ પડે તો તેને હાનિ કરી બેસે છે. કપિલવસ્તુના રાજકુમારને બુદ્ધત્વનો પ્રકાશ પ્રાપ્ત થયા છતાં, સંસારની રીતિ જાણવામાં ન હતી; “કંદૈઈની છોકરી સર્વને ખાજાંની ભૂકરી ખાતાં જાણે' એવી સંસાર સંબંધે તેની જ્ઞાનમર્યાદા હતી; એટલે જે બેધથી પોતે પરમાનંદ નિમગ્ન હતા, તે બધમાં અધિકારને સંભવ છે એ ઉપર તેમનું લક્ષ રહેલું લાગતું નથી. લ એ થયું કે વચનમાત્રનાં બુદ્ધનાં મહા સત્યોના ઉચ્ચાર કરતા ભિક્ષુઓ આચારે નીચત્વને પામતા ગયા; બુદ્ધના પોતાના નિવાણુ પછી તેના ઉપદેશની ભવ્યતાને પ્રત્યક્ષ દશવનાર કોઈ એક પણ ભવ્યમૂતિ રહી નહ; અને સર્વ સમાનતાનો સદુપયોગ થવાને સ્થાને દુ૫યોગ થઈ ધર્મની બહુ શિથિલતા વ્યાપી ઉઠી. એ ધર્મ આજ કાલના વેદાન્તની પેઠ! વાણીધર્મ થઈ ગયે; માર્ય વંશની પડતીના સમયના નાટકાદિ જોતાં જણાય છે કે શ્રાદ્ધ ધમૈની કોઈ કોઈ આર્યાઓ અને કઈ કઈ ભિક્ષુઓના આચાર કેવા નિકૃષ્ટત્વને પામ્યા હોવા જોઈએ. આ પ્રકારે જે અધાર્મિકતા પ્રસરી તેને પરિણામે ભૈર્યવંશી ક્ષત્રિયની ગાદી ઉપર ચૂદ્રએ રાજાને વિધાત કરીને પોતાના પગ મૂક્યું, અને દબાઈ રહેલા બ્રાહ્મણ ધર્મના પ્રત્યાધાત* થતાં બૈદ્ધ સામ્રાજ્યને સાચવવાનું ક્ષત્રિયવ આ શો દર્શાવી શક્યા નહિ. મહાત્મા બુદ્ધના નિવણ પછી અતિ સ્વ૯૫ સમયમાં આર્યાવર્તમાંથી તેના ધર્મનું પણ નિવાણુ થઈ ગયું, અને આયવતની બહારના જે દેશોમાં, પ્રાચીન ધમાચાર કે વર્ણવ્યવસ્થા તેને વિરોધી ન હતાં ત્યાં તે સ્થાન પામ્યું. જુન-સપ્ટેમ્બર_૧૮૯૭. - * બ્રાહ્મણ ધર્મના અનુયાયીઓએ બહાનીકતલ કરી નંખાવી એ વાત અપ્રમાણુ છે. Gandhil Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 2050