પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 કારભારે, પરવું કારભાર, (૧૧૨). રાજ્યની વ્યવસ્થા જ એવી છે કે તેને અંગે ઉદ્દભવતા કાર્યનો ભાર કેઇ એક કુશલ મનુષ્યના ઉપર રહેવું જોઈએ. એ ભાર માથે રાખી આખે રાજતંત્ર ચલાવનારને કારભારી કહેવાય છે, અને પોતાને લાભ ન છતાં, વિના કારણુ ઘાલમેલ કરી પળની નવરાઈ ન લેતાં હજારેનાં કામમાં માથું મારનારને પણ ઉપહાસમાં કારભારી કહેવાનો પ્રચાર પડ્યા છે. રાજ્ય તે સર્વત્ર છે, આપણા દેશમાં છે તેમ યુરોપ આદિ દેશમાં છે, કારભારીઓ પણ સર્વત્ર છે, છતાં કોઇ દેશની ભાષામાં “કારભારી' એ અર્થને વાચક શબ્દ આપણે જે ઉપહાસયુક્ત લાક્ષણિક અર્થ કહ્યા તે અર્થે વપરાતા જાણવામાં નથી. ભાષાના પ્રયોગ એ પણ જેમ વૃત્તિની સ્થિતિમાં સૂચક છે, અને ‘ કારભાર ' એ શબ્દના બે અર્થ આપણી ભાષામાંજ થયા છે એ આપણી કોઈ ખાસ સ્થિતિના સૂચક છે. આ સ્થાને જે લખવું થાય છે તે વિશેષે કરી દેશી રજવાડામાં કારભાર કરનારાઓને ઉદ્દેશીને થાય છે. અંગરેજી રાજ્યની પદ્ધતિએ ઇંગ્લંડમાં જે કારભાર કરનારા છે તેમની પરીક્ષા અત્ર પ્રકૃત નથી; છતાં અમુક વ્યક્તિને લક્ષમાં રાખીને કે કોઈની સ્તુતિનિંદાના હેતુથી આ લખાણ થતું નથી. ત્યારે આપણી ભાષાના જે બે અથ કારભારી શબ્દના થયા છે તે એટલું જ સૂચવે છે કે રાજ્યને કારભાર કરનાર પણ કારભાર શબ્દના લાક્ષણિક અર્થ ઉભળે તેવા કારભાર કાંઈક અંશે કરે છે. એમ હોય તો તે અનિષ્ટ છે, અને એથી લાભ નથી, એ જણાવવાને આ સ્થાને ઉદ્દેશ છે. દેશી રાજ્યની સ્થિતિ અતિ વિલક્ષણ છે એ વાત સખતમાં સખત ટીકા કરનાર પણ માન્ય કરશેજ. રાજા, પ્રજા, અને ઉપર સત્તા જે અંગરેજ સરકાર એ ત્રણના સગામાં દેશી રાજ્યના વહીવટ સીધે સીધો ચલાવો એ અતિ દુર્ધટ કામ છે, અને ગમે તેવી યોગ્યતાવાળા માણસે પણ ઘણીવાર લાક્ષણિક અર્થવાળા ‘ કારભારી ' થઈ જાય છે. જે ત્રણ સત્તાઓ આપણે કહીએ છીએ તે એ ત્રણ નામ માત્ર જેટલીજ નથી, એ પ્રત્યેક નામમાં અનંત અને સમાસ છે. રાજા એટલે એક અમુક વ્યક્તિને જે જે રાગ દ્વેષ માજ શેખ આદિ વૃત્તિઓ ઉંઠે, તેમને પરિતોષ આપવામાં જે જે સાધનો અને સંબંધોને ઉદ્ભવ થાય, તે સર્વ ઉપરાંત પોતાના રવાતંત્ર અભ્યાર આદિના જે જે વિચાર આમ તેમ ડોલાવે અને સંબંધ સંસર્ગ કેળવણી આદિના રંગને લઈને જે જે ચલવિચલતા વૃત્તિમાં નિરંતર જણાયાં કરે, એ સર્વને સમાસ એક “ રાજા' એ શબ્દમાં કરવાના છે. પ્રજાને પણું પોતાનું રાજ્ય, પોતાના હક, પિતાની બઢતી, પરદેશના તિરસ્કાર, ગરાસ ઈનામ અકરામની પ્રાપ્તિ, કરના ભારની ન્યૂનતા, ઉન્નતિનાં સાધનની ઇચ્છા, અને વ્યક્તિ વ્યક્તિના લાભ સિદ્ધ થવાની રુચિ, એ અનેક વલનને લેઈ કવચિત રાજાની સ્વતંત્ર સત્તાની વિર, કવચિત તેની ઉદારવૃત્તિને અનુલ, કવચિત તેના રાગ દ્વેપમાં સહાય, એમ અનેકરૂપે વર્તવાની આવશ્યકતા આવી પડે છે; એમાં કેળવણી અને અન્ય રાજ્યનાં દષ્ટાન્તથી વળી પ્રજાના મતનું જે આંદોલન થાય

  • કારભારી એના લક્ષણુિક અર્થમાં વિરુદ્ધલક્ષણા છે. “ એતે મારા મિત્ર છે,’ એમ કોઈ. શત્રુ વિષે બોલતાં મિત્રને અર્થ અમિત્ર થાય છે. તેમ અમુક માણસ કારભાર કરનાર છે.

ત્યાં કારભારનો અર્થ અકારભાર અર્થાત નકામી ઘાલમેલ એટલેંજ છે. anahi tage PC 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 23/50