પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પર8 સુદર્શન ગદ્યાવલિ, તેથી ઉપજતી અડચણા એ પણ ઉમેરવા જેવી છે. ઉપરિ સત્તાના સંબંધ આ બને તત્ત્વને અતિ ઉટકટ રીતે નિયામક છે. હિંદુસ્તાનમાં અંગરેજી રાજ્ય સ્થપાયા પછી દેશી રાજ્યો સાથે તે રાજ્યના વિવિધ પ્રકારના સંબંધે ઘડાયા છે; કોઈ મિત્ર ગણાયાં છે, કોઈ આધીન ગણાયાં છે, કોઈ તટસ્થ ગણાયાં છે, કોઈ રક્ષિત ગણાયાં છે, દયાદિ અનેક સંબંધ ઘડાયા છે, એ સંબંધે પણ દિનપ્રતિદિન નવે નવે આકારે સંસ્કાર પામતા ગયા છે. અગરેજ રાજસત્તાને * શહનશાહત' એ નામ આપવાના દિવસથી આ બધા સંબંધે એક પ્રકારે આધીનતાના સંબંધમાંજ વિલનમાય થયા છે. કોઈને ના લાયક ઠરાવે છે, કોઈને પદભ્રષ્ટ કરે છે; કેાઈને ત્યાં જતી બેસાડે છે, એમ અંગરેજ શહનશાહત એ સંબંધને કરી પણ જોતી જાય છે. મૂલ સંબંધોને આવો જે સંસ્કાર મળતો ચાલે છે તે મી. લીવાનર જેવા લેખકોએ હવષ્ણુ હવણાં અધિક સ્પષ્ટ કરી સર્વ દેશી રાજ્યોને “રક્ષિત રાજ્ય તરીકેજ ગણવા યત્ન કર્યો છે; કોઈ પણ રક્ષિત રાજ્યની પ્રજાને દુઃખ થાય તે અંગરેજ શહનશાહત તે સુધારવા તરત વચમાં પડી શકે છે. આવી ઉપરિ સત્તાને માન્ય કરી રાજા પ્રજા ઉભયને પાતપતાનું અસ્તિત્વ ધારણ કરવું છે. પાતતાના રવરૂપમાં જે જે પ્રકાર હમણાં કહેવામાં આવ્યા તેના નિર્વાહ કર છે. ઉપરિ સત્તા, પ્રજા, રાજા એ ત્રણ ઘણીવાર વિરુદ્ધ, ઘણી વાર એકમત, ઘણીવાર ઉદાસીન, એમ અનેક પ્રસંગોમાં જોડાઈ આવે છે, ને એક ચક્રમાં બીજું ને બીજામાં ત્રીજું એમ એ ત્રણની પરસ્પર મર્યાદા બંધાઈ ગઈ છે. નરyતદિતતા કેળતાં જાતિ હૈ જ્ઞાતિવાર્તા ચ grfથ : “નૃપતિનું હિત વાચનાર લોકને અપ્રિય થાય છે, લોકહિત ઈચ્છનાર રાજાને અપ્રિય થાય છે” એવી જે પ્રાચીન સ્થિતિ કારભારીઓની હતી તે બદલાઈ ગઈ છે, અને રાજ તથા પ્રજા બેની વચ્ચે તે હતા તેને બદલે રાજા પ્રજા અને તે બનેથી અધિક એવી ઉપરિસત્તા એ ત્રણની વચમાં તે આજ આવી પડેલ છે, એથી તેની સ્થિતિ ઘણીજ મુશ્કેલ, ઘણીજ વિકટ, ઘણીજ બારીક, થઈ છે; એક માણસ બેને ખુશી નથી કરી શકતા તે ત્રણને કયાંથી કરી શકે ? ને તે ત્રણ પણુ વળી અસમાન સત્તાવાળાં, અસમાન વૃત્તિવાળાં, અને ઘણી વાર પરસ્પરથી વિરુદ્ધ ! - આવી રિથતિ છે, અને તેથી શુભ રીતે કાર્યભાર વહેનારને અનંત વિનપરંપરા નડે છે. એ વાત સર્વથા માન્ય કરવા જેવી છે એટલું જણાવવાનેજ આ સ્થિતિનું વર્ણન કર્યું છે. જેને આજ કાલ રાજખટપટ, રાજનીતિ, પેલીટીકલ, ઇત્યાદિ નામ આપવામાં આવે છે તેમાં ખુશામદ, જુહનાં ઝીણાં ઝીણાં રૂપાન્તર, અને સ્વસ્થાન સાચવવાની કાળજી, એ વિના બીજું બહુજ થયું દીઠામાં આવે છે; જે કાંઈ બીજું દીઠામાં આવે છે તે કીર્તિ લાભથી કે સ્વાર્થની દૃષ્ટિથીજ કરેલું માલુમ પડે છે. કારભાર કરવા માટે વિદ્વાન પંડિતા, નાલાયક ગણાય છે, કેમકે તે ‘ સીધા રસ્તા ” ના માણસ છે, “વેદીયા ટાર’ છે, અને “ ખટપટ ” તેમને આવડેજ નહિ. ખટપના અભ્યાસમાં પ્રવીણતાને દાવો કરનારા અનેક કુલીન જના એમ કહે છે કે અમને તે ગળથુથીમાંથીજ ખટપટનું પાન કરાવેલું છે, અને અમારાં બાલાની રમત પણ રાજ્યતંત્રની ખટપટના ખેલ છે, એટલે અમારા વિના અન્યનું એ કામજ નથી. આ ‘ ખટપટ' નો અર્થ એટલોજ છે કે નામમાત્રથી બધું સારે સારું ને! સીધે સીધુ દેખાય, બહારના દેખાવમાત્રથી સફાઈના રંગ જોનારને આંજી નાખે તેવું થાય, અને રાજા પ્રજા વચ્ચે ચૂલાહુ સંપ ચાલતાં ઉપરિ સત્તાની મરજી સર્વદા સચવાય, એટલે andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 24/50