પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 કારભારું, પંરપ જન્મ બહુ થયું. રાજાને કે ઉપરિ સત્તાવાળાને ખુશી કરવાના ન હોય, એકની મહેરબાની અને બીજાના ટેકા ઉપર પતના સ્થાનને આધાર ન હોય, તો કર્તવ્યબુદ્ધિથી એક સડક સરખી પણુ બંધાવવાને આયાસ કરે કે પાંચ નીશાળા સ્થાપવામાં પોતાનું કર્તવ્ય સમજે એવા કારભાર ” કરનારા તે બહુજ ગણ્યા ગાંઠયા મળશે. મળશે તે પણ તેઓ માત્ર પ્રતિસાની ખાતર દેખાદેખીજ કરતા જણાશે. કહેવાનો મતલબ એમ નથી કે રાજાના અને રાજ્યના હકને પોતાનાજ ગણી સ્વાર્પણ પયંતની સેવા કરનારી એક નિષ્ઠાવાળા રાજભકતો કારભારીએમાંથી નહિ મળી આવે; તેવી ભક્તિની બાબતમાં તો આપણે મગરૂર થવા જેવાં ધણાક કારભારીનાં નામ ગણાવી શકાવાં સુલભ છે, અને એટલી સ્થિતિ આપણને ખરેખર હવે ઉપજાવનારી, તથા ભાવિમાં શુભનું સૂચન કરનારી છે. અમારી જે ફરીઆદ છે તે કારભારના ઉક્ત સ્વરૂપની સામે છે; કારભારને જે લાક્ષણિક અર્થ થયા છે તેના અંશ મુખ્ય અર્થવાળા કારભારમાં પણ જવાય છે તેની સામે છે. અમે પૂછીએ છીએ કે ત્રણ પ્રબલ સત્તા વચ્ચે કારભાર કરવામાં ખટપટ અને પોલીટીકલપણું અથવા જુઠ, ખુશામદ, અને સ્વાર્થ વિના કારભાર શુ નજ થઈ શકે ? જે માણસના મનમાં પોતે જે જવાબદારી લીધી છે તેની કીમત હોય, પોતાના એક શબ્દ કે એક ચલનવલન ઉપર કેટલા મોટા હિતાહિતના આધાર છે તેનું ભાન હોય, તો કારભારમાં આવી ખટપટ કદાપિ પણ દાખલ થાય નહિ. અને આજ ઠેકાણે અમારે જે કહેવાનું છે તે પ્રાપ્ત થાય છે. રાજા એ જેમ અનેક મનુષ્યના શુભાશુભને પ્રતિનિધિ છે તેમ કારભારી તે રાજાને પ્રતિનિધિ છે, અને જ્યાં સુધી તે પ્રતિનિધિના મનમાં રાજતંત્રનું અમુક સ્વરૂપ, તેની અમુક ભાવના રમી રહેલી હાય નહિ, અમુક રચના તેની કલ્પનામાં એવી રીતે ઘડાયેલી હોય નહિ કે પ્રતિક્ષણે પ્રત્યેક વાતને તે કલ્પનાને ધારણેજ વિચારવાની ફરજ પાડે, ત્યાં સુધી જવાબદારી કે કર્તવ્યનું લક્ષ કદાપિ થઈ શકે નહિ. ખરે કારભાર કે ખરી રાજનીતિ એ છે કે રાજાના પ્રતિનિધિ થયા પછી પોતાના મનમાં જે રાજ્યભાવના હોય તેને અમલમાં લાવવા યત્ન કર, તે માટેજ એ સ્થાન પ્રાપ્ત કરવું અને ધારણ કરવું, તેને ભંગ થાય છે તેને આશ્રય સ્વાર્થને વળગી રહી ન પકડી રાખે. ગ્લેડરટન કે બીકન્સીડ જેવા રાજનિપુણો પોતાની ધારેલી અમુક ભાવનાને અમલમાં લાવવાનેજ રાજ્યાધિકાર પ્રાપ્ત કરે છે; પ્રતિષ્ઠા સ્વાર્થોદિની ભાવનાને અર્થે નહિ એ સુપ્રસિદ્ધ છે. આપણા દેશમાં પણ રાજા સર. ટી. માધવરાવે, સર. સાલારજંગ, સર દિનકરરાવ, દી. બા. મણિભાઈ, રા રા. હરિદાસજી, રા. રા. ગારીશંકર ઉદયશંકર, રા. રા. સામળભાઈ, દીવાન અમરજી, રા. રા. ગેકુલજી ઝાલા, રા. રા. ભાઉ તાંબેકર, નાનાફડનવીસ, આદિ અનેક નાનાં મોટાં દકાન્ત વિદ્યમાન છે. દેશહિતને મુખ્ય આધાર મહાપુરાના મનમાં દેશહિતની ભાવનાના રવરૂપ ઉપર, અને તે ભાવનાને પાર ઉતારવાનું તેમનામાં જે આમબલ અને સ્વાતંત્ર્ય હોય તે ઉપર, રહે છે. તે રાજ્યકાર્ય કરનારાઓને અત્યંત ઉચિત છે કે તેમણે આવી કોઈ ભાવના મનમાં ન હોય તે કારભારના નામમાત્ર માટે એવી જવાબદારીમાં પડવું નહિ અને પિતાને, રાજાને, તથા દેશને હાનિ કરવી નહિ. રાજાઓનું પણ કતવ્ય છે કે તેમણે પોતાના મનમાં અમુક ભાવના ધારણ કરી તે અનુસાર પિતાનાં મનુષ્ય યેાજવાં. એ શુભયોગ થતા સુધી દેશસુધારણાની વાતો તે અંતરાત્માના ઉદ્દગારરૂપે મનાવાની નથી, અને તેનું પરિણુમ સ્વાર્થ ને તેના અંગભૂત ખટપટ વિના બીજું કાંઈ આવવાનું નથી. Ganahl Heritage ortal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 25/50